GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

આકાશી આફતની વચ્ચે આ દ્રશ્યો જોઈને દરેક દેશવાસીઓ કરશે આ લોકોને સલામ

ભયાનક પૂરમાં પોતાનો જીવ જોખમમાં નાંખીને પણ પૂરમાં ફસાયેલા લોકોને ઉગારવાનું કામ કરી રહ્યા છે આ દેવદૂતો. આ દેવદૂતો છે એનડીઆરએફ અને પોલીસના જવાનો કે જેઓ રાત-દિવસ જોયા વગર અને થાક્યા વગર પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં પણ સાંગલી અને કોલ્હાપુરમાં ભયાનક પૂરમાં ફસાયેલા હજારો લોકોની વહારે આવેલા દેવદૂતોની કેવી કામગીરી રહી આવો જોઇએ.

આ છે મહારાષ્ટ્રનું સાંગલી કે જ્યાં મેઘરાજાએ એવું તાંડવ મચાવ્યું કે સમગ્ર જિલ્લો જળમગ્ન બની ગયો છે. અને પૂરમાં ફસાયેલા હજારો લોકો પર જીવનું જોખમ ઉભું થયુ છે. પરંતુ આ પૂરપીડિતોની વહારે આવ્યા છે દેવદૂતો.

એનડીઆરએફ, એસડીઆરએફ, નેવી અને આર્મીના જવાનો પૂરમાં ફસાયેલા લોકો માટે સાક્ષાત દેવદૂત બનીને આવ્યા છે. પૂરને કારણે અનેક ગામડાઓ સંપર્કવિહોણાં બન્યા અને બાળકોથી લઇને વૃદ્ધો એમ સૌ કોઇ પર જીવનું જોખમ ઉભું થયુ છે. પરંતુ રેસ્ક્યુ ટીમના જવાનોએ મેરેથોન રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી હજારો જિંદગી બચાવી હતી.

બીજી તરફ કોલ્હાપુરમાં પણ જળબંબાકારને કારણે લોકોના જીવ અદ્ધર થઇ ગયા હતા. પરંતુ અહીં પણ રેસ્ક્યુ ટીમના જવાનો તેમના માટે દેવદૂત બનીને આવ્યા હતા. જવાનોએ બોટ અને અન્ય સાધનોની મદદથી પૂરમાં ફસાયેલા લોકોને ઉગાર્યા હતા.

પાણીના ધસમસતા પ્રવાહમાં રાત-દિવસ જોયા વગર અને પોતાના પણ જીવની પરવા કર્યા વગર આ જવાનોએ હજારો લોકોને નવું જીવન આપ્યું છે. આ દેવદૂતોના પ્રતાપે જ અત્યાર સુધીમાં એકલા મહારાષ્ટ્રમાંથી જ 3.8 લાખ લોકો સલામત સ્થળે પહોંચ્યા છે.

READ ALSO

Related posts

ગુજરાત ATSને મળી સફળતા, ચાણોદમાં કરોડોની લૂંટ કરી ફરાર થયેલા આરોપીઓની કર્ણાટક અને મુંબઈથી કરી ધરપકડ

pratik shah

ભાજપ અધિકારીઓનો ઉપયોગ કરી કોંગી નેતાઓ પર કરે છે દબાણ, અમિત ચાવડાનાં આકરા પ્રહારો

pratik shah

ભાજપનું કોંગ્રેસીકરણ: 2002 પછી 65 કોંગેસી ધારાસભ્યો ભાજપમાં ઓળઘોળ થઈ ગયાં, આ છે લિસ્ટ

Yugal Shrivastava
Do NOT follow this link or you will be banned from the site!