GSTV
Home » News » ભારે વરસાદને કારણે 777ના મોત, આ રાજ્યોમાં છે હાઈ-અલર્ટ

ભારે વરસાદને કારણે 777ના મોત, આ રાજ્યોમાં છે હાઈ-અલર્ટ

ચાલુ વર્ષે ચોમાસુ પોતાની સાથે સંકટ લઈને આવ્યું છે. પહેલા મુંબઈ અને ગુજરાત પૂરથી ત્રસ્ત હતાં. હવે કેરળ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, આસામ, નાગાલેન્ડ અને અરૂણાચલ પ્રદેશ સહિત દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ જાહેર કરાયુ છે. ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તો જાનમાલને પણ ઘણુ નુકસાન થયું છે. ગૃહ મંત્રાલયના રિપોર્ટ મુજબ પૂર અને ભારે વરસાદને કારણે અત્યાર સુધી 774 લોકોના મોત થયા છે. પહાડી રાજ્યોમાં ભારે વરસાદને કારણે સ્થિતિ અત્યારે બગડેલી છે.

ગૃહ મંત્રાલયના નેશનલ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર (એનઈઆરસી) મુજબ, પૂર અને વરસાદને કારણે કેરળમાં 187, ઉત્તર પ્રદેશમાં 171, પશ્ચિમ બંગાળમાં 170 અને મહારાષ્ટ્રમાં 139 લોકોએ જીવ ગુમાવ્યા છે. આંકડામાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં 52, આસામમાં 45 અને નાગાલેન્ડમાં 8 લોકોના મોત થયા છે. કેરળમાં 22 અને પશ્ચિમ બંગાળમાં પાંચ લોકો ગુમ થયા છે. રાજ્યમાં વરસાદ સાથે જોડાયેલી ઘટનાઓમાં 245 લોકો ઘાયલ થયા છે.

વરસાદ અને પૂરના સંકટથી મહારાષ્ટ્રના 26, આસામના 23, પશ્ચિમ બંગાળના  22, કેરળના 14, ઉત્તર પ્રદેશના 12, નાગાલેન્ડના 11 અને ગુજરાતના 10 જિલ્લા સૌથી વધુ પ્રભાવિત થયા છે. આસામમાં એનડીઆરએફની 15, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 8-8, ગુજરાતમાં 7, કેરળમાં 4, મહારાષ્ટ્રમાં 4 અને નાગાલેન્ડમાં 1 ટીમને તેનાત કરવામાં આવી છે. આ દરમ્યાન રાષ્ટ્રીય રાજધાનીમાં રવિવારે હવામાન ઘણુ સારું રહ્યું હતું. શહેરમાં દિવસનુ તાપમાન 32.5 ડિગ્રી સેલ્સિયસ રહ્યું. જે સામાન્યથી બે ડિગ્રી ઓછુ છે.

કેરળમાં પૂરને કારણે અત્યાર સુધી 8316 કરોડ રૂપિયાનુ નુકસાન થયુ છે. રાજ્યમાં મૃત્યુઆંક 39 પર પહોંચી ગયો છે. રાજ્યમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરવા માટે ગૃહપ્રધાન રાજનાથસિંહ પહોંચ્યા હતાં. પૂર પ્રભાવિત ક્ષેત્રોનો પ્રવાસ કર્યા બાદ તેમણે કહ્યું કે આઝાદી બાદ કેરળના ઈતિહાસમાં આવુ પૂર ક્યારેય આવ્યુ નથી. વરસાદને કારણે 10 હજારથી વધુ કિલોમીટરના રસ્તા ખરાબ થઈ ગયા છે.

હિમાચલમાં ભારે વરસાદથી ત્રણ લોકોના મોત થયા છે. કાલકા-શિમલા હાઈવે પર ચક્કી મોડ અથવા તમ્બુ મોડની પાસે ભૂસ્ખલન થવાથી હાઈવે બંધ થઈ ગયો છે. હમીરપુર જિલ્લાના બધા સરકારી અને ખાનગી શાળાને બંધ કરવાનો નિર્દેશ આપી દેવામાં આવ્યો છે. નાયબ કમિશનર હમીરપુર રિચા વર્માએ ખરાબ હવામાનને ધ્યાનમાં રાખી શાળાને બંધ રાખવાનો આદેશ આપી દીધો છે. સાથે જ કાંગડા, શિમલા, કુલ્લુ અને મંડી જિલ્લામાં પણ શાળા બંધ કરવાનો આદેશ આપ્યો છે. શિમલાના મેહલી શોગી રોડ પર લેન્ડસાઈડમાં ચાર ગાડીઓ દબાઈ ગઈ છે.

ઉત્તરાંખડના મસૂરીમાં મોડી રાત્રે ત્રાટકેલા મુશળધાર વરસાદને કારણે મસૂરી-દેહરાદૂન હાઈવે પર કેટલીક જગ્યાએ ભૂસ્ખલન થવાથી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આ સિવાય બદ્રીનાથ હાઈવે લામબગડ પર બંધ પડ્યુ છે.

Related posts

તંગધારમાં ઘુસણખોરી કરી રહી હતી પાકિસ્તાન સેના, અને નાશ કર્યા 3 ટેરર કેમ્પ: સેના પ્રમુખ

Mansi Patel

ભગવાન કલ્કિ હોવાનો દાવો કરનારા વ્યક્તિ પાસેથી ITએ 500 કરોડ ખંખેર્યા

Arohi

કમલેશ તિવારીનાં મતા બોલી, પોલીસ દબાવમાં CM સાથે મળ્યા, જો ન્યાય નહીં મળેતો ઉઠાવીશું તલવાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!