GSTV

સાર્વત્રિક વરસાદ/ 24 કલાકમાં રાજ્યભરમાં મેઘરાજાની દે ધનાધન બેટિંગ, આ જિલ્લામાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ

વરસાદ

રાજ્યમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પણ પાણી પાણી થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં વરસાદ વરસ્યો છે.સૌથી વધુ જામજોધપુરમાં 9 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.જ્યારે ખંભાળિયામાં 9 ઇંચ, જામનગરમાં 8 ઇંચ, ગઢડામાં 8 ઇંચ, મોરબીમાં 8 ઇંચ, ભાણવડમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. સુત્રાપાડામાં 7 ઇંચ, દાંતા 7 ઇંચ, લાલપુરમાં 7 ઇંચ, વિસાવદરમાં 7 ઇંચ, કલ્યાણપુરમાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે.

આ જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

જ્યારે બોટાદમાં 6 ઇંચ, તલાલામાં 6 ઇંચ, કોટડાસાંગણી, માંગરોળ મેંદરડામાં 6-6 ઇંચ વરસાદ પડ્યો છે. વંથલી, રાજકોટ, વલસાડમાં 6-6 ઇંચ અને હાલોલ, ગીર ગઢડા અને કોડિનારમાં 5-5 ઇંચ વરસાદ વરસ્યો છે.

વરસાદ

જો બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે હજુ પણ રાજ્યમાં આગામી 24 કલાક સાર્વત્રિક વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી 110 ટકા કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.

Read Also

Related posts

Health Tips: ડાયાબિટીઝથી લઇને કેન્સર જેવા રોગમાં અતિ ફાયદાકારક છે કારેલું, ખાવાના એક નહીં અઢળક છે ફાયદાઓ

Mansi Patel

થર્મોકોલ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી, 4 ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે પહોંચ્યા

Ankita Trada

ઈસ્કોન સંપ્રદાય પર શિક્ષિત યુવાનોને ગેરમાર્ગે દોરી વશીકરણનો આરોપ, પરિવારજનોએ મંદિરની બહાર નોંધાવ્યો વિરોધ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!