GSTV
Home » News » છત્રી-રેઈનકોટ તૈયાર રાખજો, આગામી આટલા દિવસો સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે

છત્રી-રેઈનકોટ તૈયાર રાખજો, આગામી આટલા દિવસો સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં અપર એર સાયકલોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય થતા આગામી બે દિવસમાં ભારે વરસાદ પડશે. રાજ્યમાં અત્યારે જે વરસાદ પડ્યો છે. તે પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પડ્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી ૪૮ કલાકમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થવાનું છે.

અમદાવાદમાં સાંબેલાધાર વરસાદ

અમદાવાદમાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે સાંબેલાધાર વરસાદ પડ્યો. શહેરના મોટેરા, ગોતા, રાણીપ, સેટેલાઈટ, નારણપુરા, સરખેજ, એસ જી હાઈવે, બાપુનગર, નારોલ, સરસપુર સહિત તમામ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાના કારણે પાણી ભરાયા. ખાનપુર, ખમાસા, ઈસનપુર સહિતના વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયા. અતિ ભારે પવનથી બોપલ, ઘુમા અને ચાંદખેડા વિસ્તારમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 37 એમએમ, ઉત્તર-પશ્વિમ વિસ્તારમાં એક ઈંચ, મધ્ય ઝોનમાં ૨૦ મીમી, ઉત્તર ઝોનમાં ૧૭ અને દક્ષિણ ઝોનમાં પોણા બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગે કહેવુ છે કે બંગાળનું લો પ્રેસર વરસાદી વાદળો લઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે તેને પગલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. સોમવારે બપોર પછી દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીની સાથે રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંતે વ્યક્ત કરી છે.

છેલ્લા 24 કલાકમાં આટલો પડ્યો વરસાદ

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં સરેરાશ 3.82 મિમી વરસાદ નોંધાયો છે. ત્યારે 19 જિલ્લાના 66 તાલુકામાં વરસાદ પડ્યો છે. તેમા સૌથી વધુ ખેડાના કઠલાલમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. જુન મહિનામાં કુલ 51.33 મિમી વરસાદ વરસ્યો, જ્યારે સિઝનનો અત્યાર સુધીનો કુલ 6.18 ટકા વરસાદ નોંધાવામાં આવ્યો છે. સિઝનમાં 0થી 50 મિમી વરસાદ વરસ્યો હોય તેવા 150 તાલુકા, અને વરસાદ ના વરસ્યો હોય તેવા રાજ્યના 5 તાલુકાનો સમાવેશ થાય છે. જ્યારે 51થી 125 મિમી વરસાદ વરસ્યો હોય તેવા 76 તાલુકા નોંધાયા છે.

ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી

અમદાવાદમાં વરસાદના કારણે ૯૫ જેટલા વૃક્ષો ધરાશાયી થયા. શહેરમાં અત્યાર સુધીમાં 155 ઝાડ ધરાશાયી થયા છે. મોડી રાત્રે પડેલા વરસાદના કારણે અમદાવાદના મણિનગર દક્ષિણી અંડરપાસ પાસેનાં રિન્યુ એપાર્ટમેન્ટ પાસે આવેલ વિશાળ ઝાડ ધરાશાયી થયુ હતું. ઝાડના પડવાથી આસપાસના ફલેટોમા જવાનો મુખ્ય માર્ગ અવરૂધ્ધ થવા સાથે વાહન ચાલકોને પણ અવર-જ્વરમાં તકલીફ પડી હતી. AMC તેમજ ફાયર વિભાગને સ્થાનિકો જાણ કરતા ઘટના સ્થળે પહોંચીને ઝાડ હટાવવાની કાર્યવાઇ હાથ ધરી. વરસાદના કારણે મધ્ય અને પૂર્વ ઝોનમાં નવ-નવ વૃક્ષ, પશ્વિમ ઝોનમાં ૧૫, દક્ષિણ ઝોનમાં ૩૮, ઉત્તર પશ્વિમ ઝોનમાં ૨૦, ઉત્તર પશ્વિમ ઝોનમાં એક વૃક્ષ ધરાશાયી થયા છે. પવન સાથે પડેલા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા અને વૃક્ષો ધરશાયી થયા.

READ ALSO

Related posts

રાજ ઠાકરે ED સમક્ષ થશે હાજર,આઈએલ એન્ડ એફએસ કૌભાંડની તપાસના સંદર્ભમાં પાઠવ્યું સમન્સ

Path Shah

ધારા-370 હટાવ્યા બાદ નજરકેદમાં રહેલા મહેબુબા મુફ્તિ અને ઓમર અબ્દુલા કરી રહ્યા છે આ કામ

Riyaz Parmar

‘દીદી કે બોલો’ અભિયાનથી TMC નેતાઓનાં પરસેવા છૂટ્યા, સવાલોનાં જવાબ આપવા મુશ્કેલ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!