GSTV

ભારતમાં લૉકડાઉનના કારણે થશે અધધ નુકસાન, અર્થતંત્રમાં લાગશે 120 અબજ ડૉલરનો ફટકો

આંતરરાષ્ટ્રિય બેન્ક બાર્કલેઝ બેન્કે અનુમાન લગાવ્યુ છે કે, દેશવ્યાપી લોકડાઉનના કારણે ભારતના અર્થંત્રને 120 અબજ ડોલરનુ નુકસાન થશે. બેન્કના આ રિપોર્ટમાં કહેવાયુ છે કે, બદલાતી સ્થિતિઓને જોતા 2020ના કેલેન્ડર વર્ષમાં ભારતનો વિકાસ દર માત્ર 2.5 ટકા રહેશે. જે અગાઉ 4.5 ટકા રહેવાનુ અનુમાન હતુ. આ સાથે જ નાણાકીય વર્ષ 2020-21 માટે વિકાસ દરનુ અનુમાન ઘટાડીને 3.5 ટકા કરી દેવામાં આવ્યુ છે.

આગામી વર્ષના ગ્રોથરેટમાં સુધારો થાય તેવી શક્યતાઓ

જોકે આગામી વર્ષે ગ્રોથ રેટમાં વધારાની આશા છે. બાર્કલેઝે 2021ના કેલેન્ડર વર્ષ માટે જીડીપીમાં 8.2 ટાકના ગ્રોથનુ અને નાણાકીય વર્ષ 2021-22 માટે 8 ટકાના ગ્રોથનો અંદાજ મુક્યો છે.

લોકડાઉનથી થશે ભારતને સૌથી મોટુ નુકસાન

આ રિપોર્ટ પ્રમાણે લોકડાઉનના કારણે ભારતની ઈકોનોમીને 120 અબજ ડોલર જેટલુ નુકસાન થશે. જે જીડીપીના ચાર ટકા છે. જેમાંથી 90 અબજ ડોલરનુ નુકસાન લોકડાઉનનો સમય વધારવાના કારણે થશે. સ્વાભાવિક રીતે તેની અસર ગ્રોથ રેટ પર પણ પડશે.

READ ALSO

Related posts

મુંબઈની એક હોસ્પિટલમાં 26 નર્સ અને 3 ડૉક્ટર્સ કોરોના પોઝિટીવ, પુણેમાં 42 ડૉક્ટર્સ ક્વારન્ટાઈનમાં

Pravin Makwana

કેટલી છે રાષ્ટ્રપતિની એક મહિનાની સેલરી, 30 ટકા કપાયા બાદ મળશે કેટલું વેતન? અહીં જાણો

Bansari

દેશમાં કોરોનાનું સંકટ વધુ ઘેરાયું, છેલ્લા 24 ક્લાકમાં 28નાં મોત અને 704 નવા કેસ નોંધાવાથી ચિંતાજનક પરિસ્થિતિ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!