GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

રાજકોટમાં જોરદાર વરસાદ : 8 ભેંસનું આખું ટોળું સેકન્ડમાં નદીમાં તણાઈ ગયું, જુઓ વીડિયો

ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. સૌરાષ્ટ્ર ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. અહીં રાજકોટ જિલ્લાના ખીજડીયા ગામનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ભેંસો અને ગાયો પૂરના પાણીમાં વહેતી જોવા મળે છે. 15-સેકન્ડના વીડિયોમાં, જોઇ શકાય છે કે પૂરના પાણી રસ્તા પર છલકાઇ ગયા છે અને પાણીનો પ્રવાહ એટલો ઝડપથી છે કે ઓછામાં ઓછી આઠ ભેંસ પાણીના પ્રવાહ સાથે વહી રહી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘ કહેર જોવા મળી રહી છે ત્યારે રાજકોટના ખીજડીયાની ગૌશાળામાંથી ૪૦ જેટલા પશુ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયા છે તો છકડો રીક્ષા પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ભારે પવનના લીધે ગામમાં અનેક વીજ પોલ ધરાશાયી થયા હતા જેના લીધે ગામમાં અંધારપટ્ટ છવાયો છે.

રવિવારથી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. કચ્છ અને આજુબાજુના વિસ્તારોમાં નીચા દબાણનો વિસ્તાર છે. જોકે હવામાન વિભાગે આગાહી કરી છે કે બુધવારે ભારે વરસાદથી રાહત મળી શકે છે. અમદાવાદ હવામાન વિભાગે જામનગર, દ્વારકા અને કચ્છમાં ખૂબ જ ભારે વરસાદની સંભાવના ગણી છે. ગીર, સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટમાં પણ ભારે વરસાદ પડશે. મંગળવારે સૌરાષ્ટ્રના લગભગ દરેક જિલ્લામાં ભારે વરસાદ પડશે. જોકે બુધવારે રાહત આવી શકે છે.

એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે, જૂનાગઢ જિલ્લામાં એટલો વરસાદ પડ્યો કે 1 વર્ષ જુનો પુલ અહીં તૂટી પડ્યો. જો કે, આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી. ખંભાળીયા નગરમાં એનડીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી છે.

હવામાન વિભાગનું કહેવું છે કે મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ મધ્યમ વરસાદની સંભાવના છે. પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ સારો વરસાદ થયો છે. આ રાજ્યોમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પણ થયો છે. પાટનગર દિલ્હીમાં સારો વરસાદ થયો છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. આગામી કેટલાક દિવસોમાં વધુ વરસાદની સંભાવના છે.સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ૧૩ જળાશયો ઓવરફ્લો થયા છે.  65 ડેમોની સપાટીમાં અડધોથી 22 ફૂટ સુધીનો વધારો થયો છે. તો  બાર જેટલા ડેમ ભરાઈ જતા દરવાજા ખોલવાની સ્થિતિ સર્જાઈ છે.

ખાલીખમ શેઢાભાડથરીમાં એકીસાથે 22 ફૂટની જળસપાટી વધી, તો ઓજતમાં 11 ફૂટ, વેણું-2 માં 11 ફૂટ, રૂપાવટીમાં 10 ફૂટ, સિંધણીમાં ૧૧ ફૂટ, ફૂલઝર- 1માં 7 ફૂટ, અને સોરથી સહિતના ડેમમાં પાણીનુ સ્તર વધ્યુ છે. રાજકોટ જિલ્લામાં પડધરી પાસે આવેલા ન્યારી 2, આજી 3 , જામનગર જિલ્લાના ફૂલઝર 1, ફુલઝર કોબા, ડાઈમીણસર, ઉંડ-૨માં પણ જળસ્પાટી વધી છે. પોરબંદર નજીક આવેલા સારલા, વંથલી પાસેના ઓજત વિયર, બાંટવા ખારો, સાબલીમાં  પાણીની આવક થઈ જેથી દરવાજા ખોલવા પડ્યા છે. નિકાવામા 7 ઇંચ જેટલો ભારે વરસાદ થતાં ખારા ડેમ ઓવરફ્લો થયો છે.

Related posts

કેરળમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર રાહત કેમ્પ શરૂ, રેડ એલર્ટ જાહેર

Ankita Trada

મહિંદા રાજપક્ષે ચોથીવાર બન્યા શ્રીલંકાનાં પ્રધાનમંત્રી, બૌદ્ધ મંદિરમાં લીધા શપથ

Mansi Patel

કોંગ્રેસ પાર્ટી મઝધારમાં ફસાઈ ગઈ છે, જનતાની વચ્ચે બનેલી આપણી છબીને સુધારવાની જરૂર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!