GSTV
Home » News » રાજૌરી અને પૂંચ સરહદે પાક.નો ભારે ગોળીબાર : નાગરિકને ઇજા, ગામોમાં તંગદિલી

રાજૌરી અને પૂંચ સરહદે પાક.નો ભારે ગોળીબાર : નાગરિકને ઇજા, ગામોમાં તંગદિલી

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓ છુપાયા હોવાના સમાચાર મળ્યા પછી સલામતી દળોએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. આ સર્ચ ઓપરેશનમાં આર્મી સાથે જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફના જવાનો પણ જોડાયા છે. સલામતી દળોને દારદપોરા વિસ્તારમાં કેટલાક આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્યાર પછી સલામતી દળોએ ઘેરાબંધી કરી હતી. 

બીજીબાજુ જમ્મુ કાશ્મીરના સોપોર કસ્બામાં સલામતી દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકી ઠાર મરાયો હતો. આ અથડામણ શહેરના બહારના ક્ષેત્રમાં ગુંદ બ્રાથ વિસ્તારમાં થઈ હતી.

સલામતી દળોએ માર્યા ગયેલા આતંકીનું શબ અને તેની પાસેથી મળેલા હથિયારો જપ્ત કર્યા હતા. ગુંદ બ્રાથમાં આતંકીઓની હાજરી હોવાની માહિતી મળતા રાજ્ય પોલીસના વિશેષ અભિયાન જૂથ (એસઓજી) અને રાષ્ટ્રીય રાઈફલ્સ (આરઆર)ની એક ટીમે વિસ્તારને ઘેરી લેતાં અથડામણ શરૂ થઈ હતી.

દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે છે તેવા સમયે પાકિસ્તાને પૂંછ અને રાજૌરીમાં સીઝફાયરનો ભંગ કરતાં ગોળીબાર કર્યા હતા. 

પાકિસ્તાને પૂંછના મેંઢર સેક્ટરમાં શનિવારે અંદાજે 9 વાગ્યે સંઘર્ષ વિરામનો ભંગ કર્યો અને કોઈપણ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કરી દીધો. ભારતીય સૈન્યે પણ તેમને વળતો જવાબ આપતા ગોળીબાર કર્યો હતો. અહીં પાકિસ્તાનના ગોળીબારમાં એક ભારતીય નાગરિકને ઈજા થઈ હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. 

ભારત-પાકિસ્તાન સૈન્ય વચ્ચે સામ-સામા ગોળીબારને પગલે સ્થાનિક લોકોને સલામત સ્થળે ખસી જવા નિર્દેશો અપાયા હતા. જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં પણ પાકિસ્તાને અંકુશ રેખા પર ગોળીબાર કર્યો અને મોર્ટારના શેલ છોડયા. પાકિસ્તાની સૈન્યે ગ્રામવાસીઓને નિશાન બનાવ્યા હતા.



READ ALSO

Related posts

એકથી વધુ બેન્ક એકાઉન્ટ છે? તો તમે પોતાનું જ કરી રહ્યાં છો મોટુ નુકસાન

Bansari

મનોરંજનની દુનિયાએ મને પ્રેગ્નેંટ થવા ન દીધી, આ એક્ટ્રેસે ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે કર્યા ચોંકાવનારા ખુલાસાઓ

Kaushik Bavishi

બે રાજ્યની પોલીસની મદદથી વિખુટા પડેલા પરિવારનું થયું મિલન, સર્જાયા લાગણીસભર દ્રશ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!