મોટો ઝટકો : કપિલનો ભાવ 50 લાખ રૂપિયા ઘટી ગયો, ત્યાં ભાઈ એક વર્ષનો આરામ કરવા ગયા

કૉમેડી કિંગ કપિલ શર્મા હવે નાના પરદા પર પરત ફર્યા છે. તેઓએ 29 મી ડિસેમ્બરે જોરદાર કમબેક કર્યું. લાંબા સમય સુધી કપિલના જોક્સ સાંભળનારા દર્શકોએ આ નવા શોને પણ વખાણ્યો છે. પ્રેક્ષકોના કેસમાં કપિલે પકડ જમાવવાનું શરૂ કર્યું છે. પરંતુ પૈસાના કિસ્સામાં તેમને મોટો ઝટકો મળ્યો છે.

કપિલને એક કે બે નહીં, પણ સીધા રૂ. 40 થી 50 લાખનો ઝટકો પડ્યો છે. આ આંચકાને સહન કરવા માટે કપિલની મજબુરી હોય શકે છે કારણ કે આ વખતે તે આ શોને સલમાન ખાન સાથે મળીને પ્રોડ્યુસ કરી રહ્યો છે. અને પ્રથમ શો તેના પ્રોડક્શન હાઉસના હાથમાં હતો. 2016માં જ્યારે કપિલ તેમના ભાગીદાર સુનીલ ગ્રોવર, શારદા અને ચંદન સાથે કામ કરતો હતો ત્યારે એક એપિસોડ માટે ‘કૉમેડી કિંગ’ કપિલ શર્મા 60થી 80 લાખ રૂપિયા ચાર્જ લેતો હતો. પરંતુ હવે તેને જે પૈસા મળે છે એ પહેલા કરતાં ઘણા ઓછા છે.

કપિલની પર એપિસોડ ફી હવે 60થી 80 લાખ રૂપિયા ઘટીને 15 લાખ રૂપિયા થઈ ગઈ છે. મીડિયાનાં અહેવાલોમાંથી આ સમાચાર ઉભરી આવ્યાં છે. કપિલ ઉપરાંત, ભારતી અને કૃષ્ણને એપિસોડના 10 થી 12 લાખ રૂપિયા મળે છે. પરંતુ આ સમયે તેના ચાહકોની દુવા તેમની સાથે છે. દરેક વ્યક્તિને આશા છે કે આ વખતે કપિલ ફરીથી એક જ પકડ મેળવી શકશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter