જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટર પાસે આતંકીઓ દ્વારા એક વિસ્ફોટને અંજામ આપવામાં આવ્યો હતો, જેને પગલે એક જવાન આ વિસ્ફોટમાં શહીદ થઇ ગયો છે, જ્યારે અન્ય બે જવાનો ગંભીર રીતે ઘવાયા છે જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં તાત્કાલીક ખસેડવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વિસ્ફોટ સરહદ નજીક થયો હતો, જોકે ભારત તરફથી સરહદે આ વિસ્ફોટ થયો હતો તેથી શક્યતાઓ છે કે પાકિસ્તાનથી આવેલા આતંકીઓએ તેને બીછાવ્યો હોઇ શકે છે.
સૈન્યની એક ટીમ જ્યારે અખનૂરના પલ્લનવાલા વિસ્તારમાં પેટ્રોલિંગ માટે જઇ રહી હતી ત્યારે અચાનક આ વિસ્ફોટ થયો હતો, જેમાં એક જવાન શહીદ થયો છે જ્યારે અન્યો કેટલાક ઘવાયા છે.આ ઘટના બાદ તાત્કાલીક વિસ્તારની સુરક્ષા વધારી દેવામાં આવી છે. પુરા વિસ્તારમાં ઘેરાબંધી કરવામાં આવી છે. સુરક્ષાદળો હાલ આતંકીઓની શોધ માટે તપાસ અભિયાન ચલાવી રહ્યું છે. જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર થયા બાદ આતંકીઓ ઘાટીમાં સતત આતંકવાદ ફેલાવવાના પ્રયાસો કરી રહ્યું છે.
એક તરફ જ્યાં ઘાટીમાં પરિસિૃથતિ સામાન્ય થઇ રહી છે જ્યારે બીજી તરફ આતંકીઓ અરાજક્તા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ સરહદે પણ પાકિસ્તાન દ્વારા સતત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાને નૌશેરા વિસ્તારમાં એક વખત ફરી શસ્ત્ર વિરામનો ભંગ કર્યો હતો. પાકિસ્તાની સૈન્યએ મોટા પ્રમાણમાં મોર્ટારમારો પણ કર્યો હતો. અહીંના ગ્રામીણ વિસ્તારને નિશાન બનાવીને આ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ગોળીબારમાં કોઇ જાનહાની નથી થઇ પણ ગ્રામીણ વિસ્તારોમાં આવેલા અનેક મકાનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. સંરક્ષણ મંત્રાલયના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે પાકિસ્તાને કઠુઆ જિલ્લાના હિરાનગરમાં ગોળીબાર કર્યો હતો.
એટલે કે એક જ સમયે પાકિસ્તાની સૈન્યએ બે સેક્ટરોને નિશાન બનાવી આ ગોળીબાર કર્યો હતો. આ પહેલા પણ પાંચ નવેમ્બરે પાકિસ્તાન દ્વારા કેટલાક વિસ્તારોમાં ભારેથી અતી ભારે ગોળીબાર કર્યો હતો. આ વર્ષે પાકિસ્તાને આર્ટિકલ 370 નાબૂદ થઇ ગઇ તે બાદ ગોળીબારનું પ્રમાણ વધારી દીધુ છે. જેને પગલે આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવાની સુચના આપવામાં આવી છે.
READ ALSO
- દેશને રોવડાવનારી મંદી અને ડુંગળી નિર્મલા સીતારમણને ન નડી, વિશ્વની શક્તિશાળી મહિલાઓમાં મળ્યું સ્થાન
- રોહિત શર્મા બન્યા La Liga ના બ્રાન્ડ એમ્બેસેડર, સાથે જણાવ્યું, આ ક્રિકેટર છે ટીમનો બેસ્ટ ફૂટબૉલર
- ભાજપની કુનીતિઓને કારણે આવેલી મંદીના પરિણામે આવક ઝીરો, 3 વર્ષથી મોંઘવારી ઉચ્ચત્તમ સ્તરે
- 1 ફેબ્રુઆરીથી રેલવેમાં મુસાફરી મોંઘી થઇ જશે, ભાડામાં થશે આટલો વધારો
- સરકાર બદલવા જઈ રહી છે ગ્રેજ્યુટી સાથે જોડાયેલા કેટલાક નિયમો, કર્મચારીને થશે લાભ જ લાભ