GSTV
Gujarat Government Advertisement

કુદરતી આફત/ વાવાઝોડાને લઈ ગૃહરાજ્ય મંત્રી એક્શનમાં, રાજ્યના પોલીસ વડા સહિત 14 જિલ્લાના કલેક્ટર સાથે લીધા મહત્વના નિર્ણયો

Last Updated on May 14, 2021 by pratik shah

રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે હવે કુદરતી આફત નો ખતરો હવે ગુજરાત ના માથે તોળાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં ઉદ્દભવેલા  તોટકે વાવાઝોડાને લઈને સરકાર હવે એક પછી એક એક્શન પ્લાન તૈયાર કરી રહી છે. જેથી વાવાઝોડુ ગુજરાતના દરિયા કાંઠે ટકરાય તો તેની ઓછામાં ઓછી અસર થાય. ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે રાજ્યના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં પોલીસ વડા સહિત 14 જિલ્લાના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરવામાં આવી.

વાવાઝોડું

સરકાર હવે એક પછી એક એક્શન પ્લાન તૈયાર

દરિયાકાંઠે વસવાટ કરતા લોકોને કોવિડની ગાઇડલાઈન મુજબ સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે. ઉપરાંત જે માછીમારો દરિયો ખેડવા ગયાં છે તે માછીમારો પરત આવી જાય તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. ગુજરાત તરફ આગળ વધી રહેલા વાવાઝોડાની ગતિ પ્રતિ કલાક 140 થી 150 કિલોમીટરની જોવા મળી રહી છે. વાવાઝોડું ત્રાટકે તે પહેલા  તેની અસર ગુજરાતના હવામાન  પર જોવા મળશે. અને મોટભગમાં વરસાદ થવાનો વર્તારો છે.

કેરળ.. કર્ણાટક. મહારાષ્ટ્ર.. ગોવા અને ગુજરાતના સમુદ્ર કિનારે વાવાઝોડાની ચેતવણી

હવામાન વિભાગે કેરળ.. કર્ણાટક. મહારાષ્ટ્ર.. ગોવા અને ગુજરાતના સમુદ્ર કિનારે વાવાઝોડાની ચેતવણી આપી છે.. આ વાવાઝોડાને તૌકતે નામ આપવામાં આવ્યું છે. ચક્રવાતના કારણે કર્ણાટક. કેરળ અને ગોવાના સમુદ્ર કિનારે ઉંચા મોજા ઉછળી રહ્યા છે.. હવામાન વિભાગે મુંબઇ અને થાણે માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે.. અહીં ભારે પવનની સાથે વરસાદની સંભાવના દર્શાવાઇ છે.. જ્યારે કે ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

એનડીઆરએફની 53 ટીમોને તૈયાર

ચક્રવાતને લઇને એનડીઆરએફની 53 ટીમોને તૈયાર કરવામાં આવી છે..  આ ટીમોને કેરળ.. કર્ણાટક.. ગુજરાત અને મહારાષ્ટ્રના સમુદ્ર કિનારા વિસ્તારમાં તૈનાત કરવામાં આવી રહી છે.. એનડીઆરએફની 53માંથી 24 ટીમોને પહેલા જ તૈનાત કરી દેવાઇ છે.. જ્યારે કે બાકીની ટીમોને એલર્ટ મોડમાં રાખવામાં આવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

GTUના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત, નાપાસ થતા ડિપ્રેશનમાં સપડાયો હતો

Zainul Ansari

મોટા સમાચાર / જામનગર જીજી હોસ્પિટલ યૌન શોષણ કેસ: પોલીસે આખરે ફરિયાદ નોંધી, મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ

Zainul Ansari

Result / સરકારી શાળાઓનું 9મા – 11મા ધોરણનું પરિણામ જાહેર, 80 ટકાથી વધુ પાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!