સરહદે પાકિસ્તાન દ્વારા શુક્રવારે પણ તોપમારો કરવામાં આવ્યો હતો. પૂંચમાં એલઓસી પર કરેલા ભારે તોપમારામાં ગ્રામીણ વિસ્તારોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા. જેને પગલે એક ગ્રામીણ નાગરિકનું મોત નિપજ્યું હતું જ્યારે ચારથી વધુ લોકો ઘવાયા હતા. આ ગોળીબાર બાદ ભારતીય સૈન્યએ પણ વળતો જવાબ આપવા માટે આક્રામક રીતે ગોળીબાર કર્યો હતો.
સૈન્યના એક અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સૈન્યએ હિથયારમાં 120 એમએમ મોર્ટારનો ઉપયોગ કર્યો હતો. આ એક પ્રકારનો તોપમારો જ હતો, જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોને ટાર્ગેટ કરીને આમ નાગરિકોની હત્યા કરવાનો હતો. તોપમારામાં અનેક ઘરોને તોડી પડાયા હતા. જ્યારે એક નાગરિકનું મોત નિપજ્યું હતું. ગ્રામીણ વિસ્તારોમાં કેટલાક પશુઓના પણ મોત નિપજ્યા છે જ્યારે ઘરોની દિવાલો પણ તોડી પડાઇ હતી. જે ચાર લોકો ઘવાયા છે તેઓ પણ ગ્રામીણ વિસ્તારના છે. જેને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
જ્યારે બાદમાં ભારતીય સૈન્યએ પણ મોરચો સંભાળી લીધો હતો અને આક્રામક રીતે જવાબ આપવા માટે ગોળીબાર કર્યો હતો જે કલાકો સુધી ચાલ્યો હતો. પુલવામા હુમલાને 14મીએ એક વર્ષ થઇ ગયું છે. આ સ્થિતિ વચ્ચે જ પાકિસ્તાન સૈન્યએ ભારે તોપમારો કર્યો હતો. બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન આતંકીઓ અને હવાલાના રૂપિયાને ઘુસાડી રહ્યું છે. આ માટે તે હવે કાશ્મીરમાં રહેલા વ્યાપારીઓનો ઉપયોગ કરી રહ્યું છે. જોકે ભારતીય સૈન્ય દ્વારા પણ વ્યાપારીઓ પર ચાંપતી નજર રખાઇ રહી છે. હાલ આવા જ એક શંકાસ્પદ વ્યાપારીની એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
ધરપકડ કરાયેલા શખ્સનું નામ તલવીર અહેમદ વાની છે અને તે જમ્મુ કાશ્મીર એલઓસી ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનો પ્રમુખ છે. તલવીર અહેમદની એનઆઇએ દ્વારા થયેલી ધરપકડનું એક કારણ અગાઉ ધરપકડ કરાયેલા સસ્પેન્ડ ડીએસપી દેવિંદર સિંઘનું આતંકી કનેક્શન છે. પાકિસ્તાનથી ભારતમાં ફંડ કેવી રીતે ઘુસી રહ્યું છે તેની પણ પૂછપરછ ચાલી રહી છે.
READ ALSO
- સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST
- BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત
- RBIની રિકવરી એજન્ટ વિરુદ્ધ લાલ આંખ / લોન લેનાર ગ્રાહકને હેરાન કરાશે તો કડક પગલાં લેવામાં આવશે
- ‘મોંઘવારીના ઘા પર મીઠું ભભરાવવુંֹ’ જેવી સ્થિતિ, હવે મીઠું પણ થશે મોઘું
- શાંઘાઈમાં હેક થયો 4.85 કરોડ કોવિડ એપ યુઝર્સનો ડેટા, હેકરે કહ્યું- 4 હજાર ડોલરમાં ખરીદી લો