GSTV

ગરમીમાં શેકાવા થઇ જાઓ તૈયાર/ રાજ્યમાં આગામી 4 દિવસ ભારે હિટવેવની આગાહી, અમદાવાદમાં પારો 40 ડિગ્રીએ જઇ શકે

Last Updated on March 29, 2021 by Dhruv Brahmbhatt

હવામાન વિભાગે રાજ્યમાં આગામી ચાર દિવસ માટે ભારે હિટવેવની આગાહી કરી છે. તો બીજી તરફ રાજ્યમાં ઠંડી અને ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના અનેક મહાનગરોમાં સવારે લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી તો બપોરના સમયે 39 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ શહેરોમાં સૂર્યદેવ આકરો મિજાજ બતાવી શકે છે. આવતી કાલથી અમદાવાદમાં પારો 40 ડિગ્રીને પાર જઇ શકે છે. જેથી ફરીવાર અમદાવાદમાં ગરમીનો પ્રકોપ ચાલુ થશે.

થોડાં દિવસ અગાઉ કમોસમી વરસાદની પણ કરાઇ હતી આગાહી

અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે થોડાં દિવસ અગાઉ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત ગુજરાતના અન્ય વિસ્તારોમાં આગામી બે દિવસ હિટવેવની આગાહી કરી હતી. અનેક શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાતા આગામી બે દિવસ કાળઝાળ ગરમી પડે તેવી શક્યતા સેવી હતી. 19 માર્ચ બાદ ભર ઉનાળે કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી હતી. ગીર સોમનાથ, તાપી અને નર્મદા જિલ્લામાં વીજળીની ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી પણ કરાઇ હતી. આ દરમ્યાન અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે તેવી શક્યતા સેવી હતી. પરંતુ હજુ સુધી વરસાદના તો કોઇ એંધાણ દેખાતા નથી.

આગામી ૨૨ માર્ચથી અમદાવાદમાં ગરમીના પ્રભુત્વમાં વધારો થવાની આગાહી કરી હતી

જો કે, સમગ્ર રાજ્યમાં હિટવેવની માત્રામાં ફરી વધારો થયો છે. જેથી હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ શહેરોમાં સૂર્યદેવ આકરો મિજાજ બતાવી શકે છે.હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ‘રાજ્યમાં મહત્તમ તાપમાનમાં વધુ ફેરફાર થાય તેની સંભાવના નહીવત્ છે. આગામી ૩ દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાંથી વિશેષ કરીને પોરબંદર, દીવમાં હીટ વેવની સ્થિતિ રહેશે. હીટ વેવને પગલે બાળકો તેમજ વૃદ્ધોએ ખાસ તકેદારી રાખવી.’

READ ALSO :

Related posts

ઝાટકણી/ રાજકીય નેતાઓ ઇન્જેકશન વહેંચે તો તેની સામે પગલાં કેમ નથી લેવાતા? રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે હાઇકોર્ટનો રૂપાણી સરકારને તીખો સવાલ

Bansari

7 દિવસમાં તૈયાર થઇ જશે ફસલ! બાલકનીથી લઇ બેડરૂમ સુધી ઉગાડી શકો છો, લાખોની થશે કમાણી

Damini Patel

મેઘ મલ્હાર/ રાજ્યમાં વરસાદ બાદ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યુ, ગુજરાતના આ મિનિ કાશ્મીરમાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં

Bansari
Do NOT follow this link or you will be banned from the site!