GSTV
Home » News » ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી છત્તીસગઢમાં વિજળી પડતાં ચારનાં મોત

ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી છત્તીસગઢમાં વિજળી પડતાં ચારનાં મોત

વરસાદ અને તોફાનની વચ્ચે ઉત્તર ભારતના અમુક વિસ્તારો હજુ પણ કાળઝાળ ગરમીમાં શેકાઇ રહ્યા છે. ઉત્તરપ્રદેશના અલ્લાહાબાદમાં રવિવારે તાપમાનનો પારો સામાન્ય કરતા છ ડિગ્રી વધીને ૪૫.૩ પર પહોંચ્યો હતો. તો રાજ્યના સુલ્તાનપુર, વારાણસી અને બસ્તીમાં ૪૫ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. 

બીજી તરફ છત્તીસગઢમાં વીજળી પડવાના કારણે ચાર લોકોના મોત નિપજ્યા છે. બા સગા ભાઇઓ જ્યારે આંબા નીચે ઉભા હતા ત્યારે વીજળી પડી હતી. ઉપરાંત બે પિતરાઇ બહેનો ઘરની પાછળ વરસાદમાં ન્હાતી હતી ત્યારે વીજળી પડવાથી બંનેના મોત નિપજ્યા હતા. હવામાન વિભાગ મુજબ વાયુ વાવાઝોડાને કારણે ૧૩ જુને તમિલનાડુ પહોંચનારૂ ચોમાસુ હવે ૨૦ જુને પહોંચશે.જ્યારે આંધ્ર પ્રદેશમાં ૧૮ તારીખથી ચોમાસુ બેસવાની સંભાવના છે.

 દેશના પાટનગર દિલ્હીની વાત કરીએ તો ત્યાં સામાન્ય વરસાદ અને ભારે પવન જોવા મળ્યો હતો. તો રાજસ્થાનના લોકોને વરસાદના કારણે ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જયપુરમાં રવિવારે ૯.૨ મીમી વરસાદ પડયો હતો. ગુજરાતથી લઇને મહારાષ્ટ્ર સુધીના પશ્ચિમી તટ પર પણ વાયુ વાવાઝોડાને કારણે ભારે વરસાદ પડયો હતો.

READ ALSO

Related posts

ટાઈગર શ્રોફે 200 કિલો વજન ઉઠાવતા, ફેન્સ થયા શોક

Kaushik Bavishi

92 રનની ઈનિંગ રમી સ્ટીવ સ્મિથે રચી દીધો આ મોટો ઈતિહાસ

Path Shah

સાવધાન! આ વેબસાઈટ પરથી ક્યારેય ન ખરીદો વીમો, બેન્ક એકાઉન્ટ થઈ જશે ખાલી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!