GSTV

અેપ્રિલ અાકરો સાબિત થયો : ગરમીથી 3,770 લોકો બેભાન થઈ ગયા, જાણો ગુજરાતનો સિનારીયો

Last Updated on May 1, 2018 by Karan

અમદાવાદ શહેરમાંં ગરમીનો પારો ૪૩ ડિગ્રીએ પહોંચી જતા શહેર અગનભઠ્ઠીમાં ફેરવાયું હોય તેવો માહોલ સર્જાયો છે. ગરમીનો પારો વધી જતા ગરમીને લગતા કેસોમાં પણ નોંધાપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. તા.૧ થી ૩૦ એપ્રિલ સુધીમાં શહેરમાં ૪,૭૯૪ લોકોને ગરમીની અસર થતા તેઓએ તાત્કાલિક સારવાર લેવાની ફરજ પડી હતી.

રાજ્યમાં આ ગાળામાં કુલ ૨૦,૧૫૦ લોકોએ સારવાર લીધી હોવાનું ઇમરજન્સી સેવા ૧૦૮ માંથી જાણવા મળે છે. એપ્રિલ માસમાં ગુજરાતમાં ૨૦ હજારથી વધુ લોકોને ગરમીની અસર થઇ, પેટના દુખાવાની વધુ ફરિયાદ ૪૦ ડિગ્રીથી આસપાસ રહેતી ગરમી હવે સીધી ૪૩ ડિગ્રી સુધી પહોંચી જતા જનજીવન પર તેની માઠી અસર થવા પામી છે. અસહ્ય ગરમીની માનવ સ્વાસ્થ્ય પર પણ તેની વિપરીત અસરો વર્તાઇ રહી છે. લૂ લાગવાથી માનવ શરીરમાં વિવિધ તકલીફો થતા લોકોએ તાત્કાલિક સ્થળ પર જ સારવાર લેવાની નોબત આવી પડી છે. આજે સોમવારે અમદાવાદમાં ૧૧૬ લોકોને ગરમીની અસર થતા સારવાર અપાઇ હતી.

અમદાવાદમાં ચાલુ માસમાં કુલ ૯૭૫ લોકો ગરમીને કારણે મુર્છિત થઇને ઢળી પડયા હતા. સમગ્ર રાજ્યનો ચિતાર જોવા જઇએ તો રાજ્યમાં ૩,૭૭૦ લોકો મુર્છિત થઇ ગયા હતા. લૂ લાગવાથી પેટનો દુખાવો, છાતીનો દુખાવો, મુર્છિત થવાના કિસ્સાઓ વધી ગયા છે. ગરમીને લઇને રાજકોટમાં ૬૪૨ , સુરતમાં ૧,૧૨૦ , વડોદરામાં ૬૬૦ લોકોને લૂ લાગી હતી. આગામી ચારેક દિવસ માટે હવામાન ખાતા દ્વારા ગરમીનો પારો વધવાની શક્યતા દર્શાવાઇ છે. ત્યારે ગરમીથી બચવાના શક્ય તમામ ઉપાયો કરવાની સુચના અપાઇ છે.

બાળકો અને અશક્તોએ તો બપોરે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઇએ. નોંધપાત્ર છેકે હાલમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આજે સોમવારે અમદાવાદ, ગાંધીનગર અને ડીસામાં ૪૩ ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે રાજ્યમાં સૌથી વધુ તાપમાન ભાવનગરમાં ૪૩.૮ ડિગ્રી જોવા મળ્યું હતું.

 

Related posts

Agriculture : ભારતમાં શરૂ થઈ છે આ વિશેષ છોડની ખેતી, નથી પડતી ખાતરની જરૂર અને 25 દિવસમાં તૈયાર થઈ જાય છે પાક

Vishvesh Dave

તમારા કામનું / 1લી ઓગસ્ટથી લાગૂ થતા એ નિયમ વિશે જાણો, જેનાથી તમારી સેલરી, પેન્શન પર થશે સીધી અસર

Zainul Ansari

ફાયરિંગ/ અમદાવાદમાં ક્રાઈમ પેટ્રોલ ભજવાઈ : સીરિયલ જોઈને સંબંધી વેપારી પાસે માગી 5 લાખની ખંડણી, આ હતો પ્લાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!