ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાસી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારે મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી રહેવાની સંભાવના છે. જેને લઈને આજે પણ રાહતની કોઈ આશા નથી. ગુજરાતની સાથે પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટકના ભાગોમાં પણ તાપમાન 40ના સામાન્ય સ્તરથી ઉપર છે.

આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી નોંધાયું છે
આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેશે જે સામાન્ય કરતાં 4 ડિગ્રી વધુ છે. રાજ્યના આરોગ્ય વિભાગે આ માટે એક એડવાઈઝરી બહાર પાડી, નાગરિકોને હીટસ્ટ્રોકના લક્ષણો અને તેની અસરો ઘટાડવાની રીતો વિશે ચેતવણી આપી, એડવાઈઝરીમાં નાગરિકોને આગ્રહ કરવામાં આવ્યો છે કે, જો સંભવ હોય તો સીધી ગર્મીથી બચો, ખુબ પાણી પીવાનો આગ્રહ રાખો તેમજ પોતાના માથાને ભીના કપડાંથી ઢાંકો.

દેશના આ ભાગોમાં ગરમીની આ સ્થિતિ છે
દેશના ઘણા ભાગોમાં સ્થિતિ ખરાબ છે. એટલું જ નહીં, મધ્ય ઉત્તરના ઘણા ભાગો તેમજ દેશના કેટલાક દક્ષિણ ભાગોમાં તીવ્ર ગરમીની સ્થિતિ જોવા મળી રહી છે. આ ઉપરાંત, પંજાબ, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકના ભાગોમાં પણ તાપમાન સામાન્ય 40 ડિગ્રીથી ઉપર છે. ત્રણ દિવસના સામાન્ય તાપમાન બાદ 2 એપ્રિલે બનાસકાંઠા, રાજકોટ, પોરબંદરમાં હીટવેવ ફરી આવે તેવી શક્યતા છે. અમરેલી અને કચ્છમાં ઉચ્ચ તાપમાન સાથે હીટવેવની સંભાવના છે અને અમદાવાદ અને રાજકોટમાં 41.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે આ સ્થિતી યથાવત રહેશે.
READ ALSO:
- શેરબજારોમાં દૈનિક સરેરાશ કેશ વોલ્યુમ્સમાં છેલ્લા ૧૧ વર્ષમાં સૌથી મોટો ઘટાડો
- BIG NEWS: દિલ્હીમાં PM મોદીના વિરોધમાં ‘Poster War’ પોલીસે દાખલ કરી 44 FIR
- અમેરિકા તથા યુરોપમાં બેન્કોમાં નબળાઈની અસર આઇટી સેક્ટરમાં મોટાપાયે જોવા મળશે, આવું છે કારણ
- સોનામાં રેકોર્ડ તેજીના વળતા પાણી ક્રૂડતેલના ભાવ જો કે ફરી ઉંચકાયા
- વૈશ્વિક સ્તરે હાલમાં સર્જાયેલી નાણાંકીય અસ્થિરતાના ભારત પર મોટા પરિણામો જોવા નહીં મળે : RBI