GSTV

હૃદય દ્રાવક Video! વૃદ્ધે રોટલી પાણીથી ધોઈને ખાધી, વધેલા ભોજનનો બગાડ કરતા લોકો માટે એક બોધપાઠ

ઘણી વખત આપણે પાર્ટી, હોટલ, લગ્ન અથવા પોતાના ઘરમાં ભોજન કરતી વખત થાળીમાં વધેલું ભોજન મુકી દે છે. ભારત જ નહીં આખી દુનિયામાં ભોજનનો વેડફાટ આ રીતે થતો જ રહેતો હોય છે. થાળીમાં વધેલું ભોજન મુકી દેવું એ તો જાણે એક ફેશન બની ગઈ છે. એક તરફ હજારો લોકો અન્નના દાણાં માટે તરસે છે. કુપોષણના શિકાર છે તો ત્યાં જ રોજ લાખો ટન ભોજનનો બગાડ થાય છે. ભોજનનો બગાડ કરનાર લોકોને પાઠ ભણાવતો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

હકીકતે @upcopsachin નામના એક યુઝરે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. તેને કેપ્શનમાં લખ્યું કે ભુખ જ તો છે, જે કોઈને પેટ ભરાઈ જવા પર રોટલી ફેંકાઈ દે છે અને કોઈ પાસે આજ રોટલી બીજી વખત ઉપાડીને ધોવડાઈ લે છે. હૃદય દ્રાવક વીડિયો! આ વીડિયો કોઈ રેલવે સ્ટેશનનો છે. જેમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ વ્યક્તિ રોટલીને ધોઈને ખાઈ લે છે.

આ વીડિયો ક્યારનો છે અને ક્યાનો છે તેની જાણકારી તો હજુ નથી મળી પરંતુ એટલું જરૂર છે તેણે લોકોના હૃદયને સ્પર્શી જશે. સોશિયલ મીડિયો પર આ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેના પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં જેટલું ભોજન તૈયાર થાય છે તેના ત્રીજા ભાગનું એટલે કે લગભગ 1 અરબ 30 કરોડ ટનો વેડફાટ થાય છે. વેડફાઈ રહેલા ભોજનથી બે અરબ લોકોની ભુખ સંતોષી શકાય છે.

Read Also

Related posts

યૌદ્ધાઓના વેતન કાપી સરકાર ન કરે અન્યાય, પ્રિયંકાએ યોગી સરકારની કાઢી ઝાટકણી

Ankita Trada

મોદી સરકારના મંત્રીની ફેંકમફેંક : આયુર્વેદ ચિકિત્સાથી સાજા થયા પ્રિન્સ ચાર્લ્સ, 24 કલાકમાં જ ખૂલી પોલ

Bansari

લોકડાઉન ખતમ થયા બાદ પણ આ રાજ્યમાં ફરજિયાત પહેરવું પડશે માસ્ક, આ લોકોને મફતમાં મળશે

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!