વર્તમાન વ્યસ્ત જીવનશૈલીમાં હાર્ટ એટેકની સમસ્યા સતત વધી રહી છે. હાર્ટએટેક અથવા સ્ટ્રોક પાછળ ઘણા કારણો હોય શકે છે, તેમાં પણ જો તમને આ સમસ્યા અથવા બીમારીઓ હોય તો હાર્ટએટેક અથવા સ્ટ્રોકની શક્યતાઓ વધી જતી હોય છે, આવામાં તેને અવગણવું ભારી પડી શકે છે. સ્ટ્રેસ, ખાણીપીણી પર ધ્યાન ન આપવું, બેદરકારી પુર્વકની જીવનશૈલી, પુરતી ઊંઘ ન મળવી, દારૂ કે સિગારેટનું વધાર પડતું સેવન કરવું વગેરે વસ્તુઓના કારણે હાર્ટએટેક અથવા સ્ટ્રોકની શક્યતા વધી શકે છે. એટલે શરીરમાં દેખાતું કોઈ પણ નાનામાં નાની તકલીફ કે સમસ્યાને અવગણના કરવાની ભૂલ કરવી નહિં અને પોતાના શરીરના બધા જ લક્ષણને ધ્યાનમાં રાખીને સાવધાન રહેવાનો પ્રયત્ન કરવો. તો ચાલો જાણીએ કઈ બીમારીઓ, આદતો કે સમસ્યાના કારણે હૃદયને નુકશાન પહોંચી શકે છે,જેથી હાર્ટએટેક અથવા સ્ટ્રોક થવાની શક્યતા વધી શકે છે

1. કોલેસ્ટ્રોલ
કોલેસ્ટ્રોલ તમારા શરીરમાં રહેલ મીણની જેવુ એક પદાર્થ હોય છે. કોલેસ્ટ્રોલ લેવલ વધવાથી ધમનીઓ બ્લોક થઇ જાય છે જેના કારણે હૃદયમાં પૂરતું માત્રમાં લોહી પહોચી શકતુ નથી. પરિણામે હાર્ટએટેક અને સ્ટ્રોકનો ખતરો વધી જાય છે, આ પરિસ્થિતિ ટાળવા જરૂરી છે કે તમે ડાયેટરી ફાઇબર અને ઓછી ચરબીવાળો ખોરાક તમારા ડાયટ ચાર્ટમાં શામિલ કરો અને નિયમિતપણે કસરત કરવી.
2. ડાયાબિટિઝ
હૃદય રોગનો ખતરો ડાયાબિટિઝના દર્દીઓને પણ થઇ શકે છે, જો તમારૂ બ્લડ સુગર લેવલ વારંવાર વધતું રહેતું હોય છે તો તમારા હૃદયને ખૂબ જ નુકશાન પહોચી શકે છે, જેથી હાર્ટએટેક અને સ્ટ્રોકનો ખતરો વધી શકે છે, એટલે સમયસર બ્લડ સુગર લેવલ ચેક કરાવતું રહેવું અનિવાર્ય છે તેમજ હેલ્ધી ભોજન કરવું અને શરીરને સ્વાસ્થ્ય રાખવુ જોઈએ.
3. સ્ટ્રેસ
વધારે પડતા સ્ટ્રેસથી થતું હાઇપરટેન્શન હાર્ટ એટેકનો મુખ્ય કારણ બની શકે છે, સ્ટ્રેસના કારણે બ્લડ પ્રેસર લેવલ ખુબ જ વધી જતું હોય છે, જેટલુ સ્ટ્રેસ વધશે એટલું જ વધારે બ્લડ પ્રેસર લેવલ વધે છે, જે થી હૃદયને વધારે કામ કરવું પડે છે. એટલે તમારે ઓછો સ્ટ્રેસ લેવો જેથી કરીને હાઇપરટેન્શન અને બ્લડ પ્રેસર નિયંત્રણમાં રહે. તમારે સોડિયમ અને ફેટ્સનુ પ્રમાણ તમારા ડાયટમાંથી ઓછુ કરવું જોઈએ અને તેમજ નિયમિત કસરત કરીને બ્લડ પ્રેસર લેવલને નિયંત્રણમાં રાખવું જોઈએ.

4. સ્થૂળતા
સ્થૂળતા ઘણી બધી બીમારીઓને આમંત્રણ આપી શકે છે, જેમ કે મોટાપાના કારણે કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેસર વગેરે જેવી બીમારીઓ થતી હોઈ છે, જેના કારણે હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. આવામાં તમારે એક બેલેન્સ ડાયટ રાખીને વજન મેનટેન કરવાની જરૂરીયાત રહે છે આ ઉપરાંત તમારે બને એટલી શારીરિક પ્રવૃત્તિઓ વધારવી જોઈએ જેથી હૃદય રોગનો ખતરો ઓછો રહે.
5.જેટલું વધારે ધુમ્રપાન, એટલી જ વધારે બીમારીઓ
ધૂમ્રપાનના કારણે હાર્ટ એટેકનો ખતરો ઘણો વધી જતો હોય છે, એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે જે લોકો ધૂમ્રપાન નિયમિતપણે કરે છે એ લોકોને હાર્ટએટેક થવાની શક્યતા 2 થી 4 ઘણી વધી જાય છે. ધૂમ્રપાનના કારણે હૃદય સુધી પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પહોચી શકતુ નથી, એટલુ જ નહિ પરંતુ બ્લડ પ્રેસર વધવું, રક્તવાહિનીઓને નુકશાન થવું , લોહી ગંઠાઈ જવું જેવી તમામ સમસ્યાનું કારણ ધુમ્રપાન છે.
6. કસરતનો અભાવ
કસરત અથવા તો જરુર પડે એટલી શારીરિક પ્રવૃત્તિઓ ન કરવાથી તમે હૃદય રોગને આમંત્રણ આપવાની ભૂલ કરી રહ્યા છો. દિવસમાં ઓછામાં ઓછી 75 મિનીટ કસરત કરવી જોઈએ. કસરત કરવાથી કાર્ડિયોવાસ્ક્યુલર બીમારીઓનો ખતરો ટાળી શકાય છે તેમજ કસરત દ્વારા મોટાપો, કોલેસ્ટ્રોલ, ડાયાબિટિઝ, હાઈ બ્લડ પ્રેસર જેવી અનેક બીમારોને નિયંત્રણ રાખવામાં પણ ખૂબ મદદરૂપ રહે છે
Also Read
- તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી
- લંડનમાં ખાલિસ્તાનના વિરોધમાં હજારો ભારતીયો તિરંગો લઈને ભારતીય દૂતાવાસ બહાર ઉમટી પડ્યાં, બ્રિટિશ પોલીસકર્મીઓએ પણ ‘જય હો’ પર કર્યો ડાન્સ
- Breaking: દિલ્હી-NCRમાં અનુભવાયા ભૂકંપના ઝટકા, ઘણી વખત સુધી હલી ધરતી
- ક્રૂડ ઓઈલ 15 મહિનાના નીચલા સ્તર પર, પેટ્રોલ- ડીઝલમાં રાહત ક્યારે ?
- રોકાણકારોને સોનાએ કર્યા માલામાલ, ગોલ્ડે આપ્યું 5 વર્ષમાં 100% રિટર્ન, નિફ્ટીએ 55 ટકા જ્યારે સેન્સેક્સે 75 ટકા વળતર આપ્યું