GSTV

ચેતી જજો: પાંચ વર્ષમાં 20થી 40 વયના યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું! સ્ટ્રેસ, અત્યંત ઝડપી જીવનશૈલી, અપૂરતી ઉંઘ સહિતના પરીબળો

Last Updated on October 17, 2021 by pratik shah

યુવાનોમાં વધી રહેલા હૃદયરોગના હુમલાના પ્રમાણે ચેતાવણીરૃપી એલાર્મ વગાડયું છે.સૌરાષ્ટ્રના રણજી ટ્રોફી ક્રિકેટર અવિ બારોટનું શુક્રવારે રાત્રે મોડી રાત્રે માત્ર ૨૯ વર્ષની ઉંમરે અવસાન થતાં ક્રિકેટ વર્તુળમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જેની સાથે જ સાવધાનીનું પણ એલર્ટ છે.

આજથી થોડા સમય અગાઉ માત્ર ૫૦ વર્ષની વયજૂથમાં જ હાર્ટ એટેક જોવા મળતો

છેલ્લા પાંચ વર્ષમાં ૩૦-૪૦ વયજૂથમાં ૨૦ ટકા

આજથી થોડા સમય અગાઉ માત્ર ૫૦ વર્ષની વયજૂથમાં જ હાર્ટ એટેક જોવા મળતો હતો. પરંતુ છેલ્લા એક દાયકાથી ૨૦થી ૪૦ની વયજૂથના લોકોમાં હાર્ટ એટેકના પ્રમાણમાં વધારો થયો છે. તબીબોના મતે હવે  છેલ્લા પાંચ વર્ષમાં ૩૦-૪૦ વયજૂથમાં ૨૦ ટકા, અને ૨૦-૩૦ વયજૂથમાં ૧૦ ટકા જેટલું હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. આમ, હવે ૨૦-૩૦-૪૦ની વયજૂથના લોકોમાં પણ હાર્ટ એટેકના કેસ સતત વધી રહ્યા છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કેસ પાછળ અત્યંત ઝડપી જીવનશૈલી, સ્ટ્રેસ અપૂરતી ઉંઘ, સ્મોકિંગ, આલ્કાહોલનું સેવન, ફાસ્ટ ફૂડ જેવા વિવિધ પરિબળો જવાબદાર છે.

જાણકારોનું માનવું છે કે ૧૯૮૦થી ૧૯૯૦ના સમયગાળામાં ૫૫થી ૬૦ની વયજૂથમાં હાર્ટ એટેક આવતો હતો. હવે છેલ્લા ૧૦ વર્ષમાં ૩૦-૩૫ વયજૂથના યુવાનો હાર્ટ એટેકની સારવાર માટે આવતા હોય છે. ૩૫થી ૪૦ વર્ષનો યુવાન છાતીમાં દુઃખાવા સાથેની ફરિયાદ આવે તો તેને અવગણી શકાય નહીં. ડોક્ટરોના મતે કોઇ વ્યક્તિને હાર્ટ એટેક આવે તો તેના માટે મેદસ્વિતા, વધુ ઉંમર, અનિયમિત જીવનશૈલી, જેવા કારણો જવાબદાર ગણવામાં આવતા હોય છે.

હાર્ટ

સારી ફિટનેસ છતાં યુવાનોમાં પણ હાર્ટ એટેકના કેસમાં વધારો

પરંતુ સારી ફિટનેસ છતાં યુવાનોમાં પણ હાર્ટ એટેકના કેસમાં વધારો થઇ રહ્યો છે. જેના માટે તેની વ્યસ્ત જીવનશૈલી, સ્ટ્રેસ જેવા પરિબળો પણ મહત્વનો ભાગ ભજવે છે. નોકરી-વ્યવસાયના પ્રેશર અને પરિવાર-મિત્રો વચ્ચે સમય આપીને હળવા થવા પણ પૂરતો સમય આપવો જરૃરી છે. યુવાનોએ પણ હવે દર વર્ષે હેલ્થ ચેક અપ કરાવવું જોઇએ. ‘

READ ALSO

Related posts

યુનિયન બેન્ક છેતરપિંડી મામલો/ CBIની ટીમે રાજકોટ-ઉપલેટામાં પાડ્યા દરોડા, સર્ચમાં હાથ લાગ્યા મહત્વના દસ્તાવેજો

Pritesh Mehta

સુરતમાં યોજાયો વિક્રમી દીક્ષા મહોત્સવ / કુલ ૭૫ લોકોએ સાંસારિક જીવનનો કર્યો ત્યાગ, 14 લોકો કરોડોના આસામી

Pritesh Mehta

મોટા સમાચાર / અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ પર RBIનો સકંજો, બોર્ડને ભંગ કરી સત્તાઓ પોતાના હાથમાં લીધી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!