આજ કાલ લોકોની જીવનશૈલી ઘણી બદલાઈ ગઈ છે. સમય અને જીવનશૈલીના પરિવર્તનની સાથે સાથે લોકોની ખાવાની ટેવમાં પણ ઘણો ફેરફાર થઇ ગયો છે. ઉતાવળમાં લોકો ખોટી વસ્તુઓનું સેવન કરવા લાગ્યાં છે. જેને કારણે શરીરને અનેક પ્રકારની સમસ્યાઓનો (Health Problems) સામનો કરવો પડે છે.

હૃદયરોગનો હુમલો આવે તે પહેલાં શરીરમાં દેખાય છે આ લક્ષણો
આજ કાલ હાર્ટ એટેક આવવો એ એક સામાન્ય બાબત થઇ ગઇ છે. વૃદ્ધ કે યુવાન, આ રોગ દરેકને ઘેરી લે છે. ક્યારેક તો હાર્ટ એટેક આવતા પોતાની જાતને સંભાળવાનો પણ સમય નથી હોતો અને મનુષ્યનું મોત નિપજે છે. હાર્ટ એટેક ભલે અચાનક આવી જાય છે પરંતુ તેની શરૂઆત (હાર્ટ એટેક લક્ષણો) ના લક્ષણો ઘણા દિવસો પહેલાં જ શરીરમાં દેખાવા માંડે છે.
અહીં જાણીશું કે આખરે હાર્ટ એટેક આવતા પહેલાં શરીરમાં કયા લક્ષણો દેખાવાનું શરૂ થઇ જાય છે…
છાતીમાં જમણી બાજુએ દુ:ખાવો શરૂ થઇ જાય છે
જો તમને જમણી બાજુએ છાતીમાં દુ:ખાવો અને બળતરા થાય છે તો સહેજ પણ બેદરકારી ન રાખો. તમારે તુરંત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ હાર્ટ એટેક (Heart Attack) અથવા હૃદયને લગતી અન્ય કોઈ બીમારી (Heart Problem) ની નિશાની હોઈ શકે છે.

નબળાઇ અને થાકનો અનુભવ થવો
જો તમને થોડું ચાલ્યા બાદ નબળાઇ અને થાક અનુભવો છો તો તે હાર્ટ એટેકનું લક્ષણ હોઈ શકે છે. જેથી વિલંબ કર્યા વિના તમારા ડૉક્ટર પાસે તપાસ કરાવો.
નસો ફુલવી અને પગની ઘૂંટીમાં દુ:ખાવો
જો તમારા શરીરની નસો ફુલી રહી છે અથવા અંગૂઠા અને પગની ઘૂંટીમાં સોજો આવે છે તો તુરંત જ ડૉક્ટર પાસે જાઓ. ખરેખર, જ્યારે હૃદય શરીરમાં લોહીને યોગ્ય રીતે સપ્લાય કરતું નથી, ત્યારે લોહીની સપ્લાયની ધમની (Artery) ફૂલી જાય છે. જેને કારણે હાર્ટ એટેક આવી શકે છે.

વારંવાર ચક્કર આવવા
જો તમને વારંવાર ચક્કર આવે છે, તો તુરંત સાવધાન થઇ જાઓ અને ડૉક્ટર પાસે ચેક અપ કરાવો. હ્રદય યોગ્ય રીતે કામ ન કરે તો લોહી મગજ સુધી પહોંચતું નથી. આને કારણે, ચક્કરો આવવાના શરૂ થઇ જાય છે. જેથી વારંવાર ચક્કર આવવા એ પણ હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે.
શ્વાસ લેવામાં તકલીફ
હૃદય બરાબર કામ ના કરવા પર ફેફસામાં લોહી અને ઓક્સિજનની સપ્લાય યોગ્ય રીતે થઇ શકતી નથી જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. જો તમને પણ શ્વાસ લેવામાં તકલીફ હોય તો ડૉક્ટર દ્વારા ચેકઅપ કરાવો. કારણ કે આ પણ હાર્ટ એટેકની જ એક નિશાની છે.
READ ALSO :
- ઓહ નો / એન્ટાર્કટિકામાં મુંબઈ શહેર કરતાં 2 ગણો મોટો આઈસબર્ગ છુટો પડ્યો, વૈજ્ઞાનિકોને પણ વધી ગયું ટેન્શન
- મોદી સરકાર આવી ઝડપ રાખે તો દેશભરમાં એક રોડ ના હોય ઉબડખાબડ, 24 કલાકમાં એટલો બનાવ્યો કે બની ગયો વિશ્વ રેકોર્ડ
- પીઠ પર નીકળેલ ફોડલીથી છો પરેશાન તો અપનાવો આ ટિપ્સ, દાગ પણ થઇ જશે ગાયબ
- હવે લાગી આવ્યું/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીવનની બતાવી પોતાની ભૂલ : આ ન શીખી શકવાનું છે મોટું દુઃખ, એમ થયું કે અહીં રહી ગયો
- શાહનો હુંકાર,જનસભાને સંબોધતા દાવો કર્યો કે પુડુચેરીમાં ભાજપના નેતૃત્વ વાળી એનડીએ સરકાર બનશે