GSTV
Health & Fitness Life Trending

હેલ્થ/ અઠવાડિયાઓ પહેલાં જ મળી જાય છે હાર્ટ એટેકના સંકેત, આ લક્ષણોને અવગણ્યા તો દોડતા થઇ જશો

હાર્ટ

તમને જાણીને આશ્ચર્ય થશે, પરંતુ તે હકીકત છે કે ઘણી વાર અઠવાડિયાઓ પહેલા જ તમારું શરીર હાર્ટ એટેકના સંકેતો આપવાનું શરૂ કરે છે અને જો તમે આ લક્ષણો અને ચિહ્નોને ઓળખી લેશો તો હાર્ટ એટેક જેને એક્યૂટ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે તે ટાળી શકાય છે. ખરેખર, 2 પ્રકારના હાર્ટ એટેક આવે છે- સડેન (Sudden) એટલે કે અચાનક અને ગ્રેજુઅલ (Gradual) એટલે કે જે ધીરે ધીરે વિકાસ પામે છે. સોસાયટી ઑફ કાર્ડિયોવાસ્ક્યુલર પેશન્ટ કેર મુજબ, હાર્ટ એટેકનાં આશરે 50 ટકા કેસમાં લક્ષણો પહેલાથી જ જોવા મળે છે અને હાર્ટ એટેકના લગભગ 85 ટકા કેસમાં પ્રથમ 2 કલાકમાં જ હૃદયને નુકસાન  થાય છે.

પુરુષોમાં હાર્ટ એટેકનાં લક્ષણો

હાર્ટ એટેકને લગતા આંકડા મુજબ, સ્ત્રીઓ કરતાં પુરુષોને હાર્ટ એટેકનું જોખમ વધારે છે. જો તમે ધૂમ્રપાન કરો છો, તો તમને હાઇ બીપી, હાઈ કોલેસ્ટરોલ, મેદસ્વીતાની સમસ્યા છે, તો પછી તમને હાર્ટ એટેક થવાનું જોખમ વધુ રહેશે. પુરુષોમાં હાર્ટ એટેકનાં લક્ષણો સ્ત્રીઓ કરતા થોડા જુદા હોય છે.

– છાતીમાં તીવ્ર દુખાવો, એવુ મહેસૂસ થાય જાણે છાતીમાં દુખાવો થઇ રહ્યો છે. આ પીડા સતત હોઈ શકે છે અને દુખાવો બંધ થઇને ફરી શરૂ પણ થઇ શકે છે.

– હાથ, ખભા, પીઠ, ગળુ, જડબુ અથવા પેટ જેવા ઉપરના શરીરમાં દુખાવો અથવા અસ્વસ્થતા અનુભવો.

– અનિયમિત અથવા ધીમા હૃદયના ધબકારા.

– પેટમાં દુખાવો અથવા અસહજ મહેસૂસ થવું જાણે અપચો થઇ ગયો હોય.

– શ્વાસની તકલીફ અને આરામ કરતી વખતે શ્વાસ લેવાની પૂરતી હવા નથી મળી રહી તેવી લાગણી

– માથું ફરવું, ચક્કર આવવા, બેભાન થવું

– ધ્રૂજારી સાથે ઠંડો પરસેવો થવો

હાર્ટ એટેકનાં લક્ષણો દરેક વ્યક્તિમાં જુદા જુદા હોય છે અને બધા લોકોમાં બધા લક્ષણો જોવા મળે તે જરૂરી નથી. તમે તમારા શરીરને વધુ સારી રીતે સમજો છો, તેથી તમારા લક્ષણો અને ચિહ્નોને ચોક્કસપણે ઓળખો.

હાર્ટ

સ્ત્રીઓમાં હાર્ટ એટેકનાં લક્ષણો

વર્ષ 2003 માં, સર્ક્યુલેશન નામના એક સામયિકમાં એક અભ્યાસ પ્રકાશિત થયો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે જ્યારે સ્ત્રીઓમાં હાર્ટ એટેક આવે છે, ત્યારે મોટાભાગના લોકોમાં છાતીમાં દુખાવો થવાના લક્ષણો નથી હોતા. તેના બદલે, સ્ત્રીઓમાં અતિશય અને અસામાન્ય થાક, ઉંઘની સમસ્યાઓ અને અસ્વસ્થતા છે. અભ્યાસમાં સમાવિષ્ટ 80 ટકા મહિલાઓએ હાર્ટ એટેકના 1 મહિના પહેલાં ઓછામાં ઓછું એક લક્ષણ અનુભવ્યું હતું. સ્ત્રીઓમાં હાર્ટ એટેકના સામાન્ય લક્ષણો છે:

-ખૂબ જ અસામાન્ય થાક અનુભવો જે ઘણા દિવસો સુધી ચાલુ રહે છે અથવા કોઈ કારણ વિના અચાનક ખૂબ થાકની લાગણી થવા લાગે છે.

– ઉંઘની સમસ્યા

– માથું ભારે થવું, ચક્કર આવવા

-એંઝાઇટી ફીલ થવી

હાર્ટ

– અપચો અથવા પેટમાં દુખાવો

– પીઠના ઉપલા ભાગમાં, ખભા અથવા ગળામાં દુખાવો

– જડબામાં તીવ્ર પીડા

– છાતીની મધ્યમાં તીવ્ર પીડા અથવા દબાણ અનુભવવુ જે હાથ સુધી ફેલાય છે

દુર્ભાગ્યવશ, પુરુષોની તુલનામાં, સ્ત્રીઓની હાર્ટ એટેકથી બચી શકવાની સંભાવના ઓછી છે, કારણ કે તેઓ તેના લક્ષણો અને સ્વાસ્થ્ય સમસ્યાઓ ગંભીરતાથી લેતા નથી અને સમયસર સારવારના અભાવને કારણે મૃત્યુ પામે છે.

Read Also

Related posts

PFIની રેલીમાં બાળકે લગાવ્યા ભડકાઉ નારા, વિડિયો વાયરલ થયા બાદ પોલીસ કાર્યવાહીની માંગ

GSTV Web Desk

નેશનલ હાઈવે ઉપર મુસાફરોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને માર્ગ અને પરિવહન મંત્રાલયની યોજના, જાણો શું સુવિધાઓ મળશે

GSTV Web Desk

છેલ્લા 50 વર્ષથી આ જંકશન પર એક પણ ટ્રેન થોભતી નથી, સૌ ડરે છે સફેદ સાડીમાં દેખાતી મહિલાથી

GSTV Web Desk
GSTV