GSTV
Gujarat Government Advertisement

રામ ભરોસે ગુજરાત: ઓક્સિજનનો જથ્થો ક્યારે અને કેટલો આવશે તેની રૂપાણી સરકારને પણ નથી ખબર, હાઈકોર્ટમાં સરકારની પોલ ખુલી

ટેસ્ટિંગ

Last Updated on May 4, 2021 by Pravin Makwana

ગુજરાતમાં કોરોનાની સ્થિતિને લઈને થયેલી સુઓમોટો અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે અને હાઈકોર્ટ વકીલ એસોસિએશનનના વકીલ પ્રેસી કેવિનાને વિવિધ રજૂઆતો કરી છે. જેમાં ધન્વંતરિ હોસ્પિટલમાં શૌચાલયની હાલત ખરાબ છે. હોસ્પિટલમાં ઈન્ફ્રાસ્ટ્રકચરનો અભાવ હોવાની વાત કહી છે. આ ઉપરાંત લગ્ન પ્રસંગ અને જાહેર પ્રસંગમાં નિયમોનું પાલન ન થતુ હોવાની પણ રજૂઆત કરી છે. રાજ્યમાં ઓક્સિજનની અછત છે, ત્યારે ઓક્સિજનનો જથ્થો ક્યારે અને કેટલો આવશે તેની માહિતી સરકાર પાસે પણ નથી, તેવી એડવોકેટ એસોસિએશન હાઈકોર્ટમાં રજૂઆત કરી છે.

  • હાઇકોર્ટ વકીલ એસો.ના વકીલ પ્રેસી કેવિનાની રાજુઆત
  • ધન્વંતરિ હોસ્પિટલ મામાલે વકીલની રજૂઆત
  • ધન્વંતરિ હોસ્પિટલ માં શૌચાલયની હાલત ખરાબ છે.
  • સિવિલ ધન્વંતરિ સહીત હોસ્પિટલમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે
  • લગ્ન પ્રસગ અને જાહેર પ્રસગમાં નિયમોનું પાલન થતું નથી

45 વર્ષથી ઉપરની વયના લોકોને અચાનક વેક્સીન આપવાનું બંધ કરી દેવામાં આવ્યું તેની પાછળનું કારણ સમજ નથી પડતી તેવુ એડવોકેટ એસોસિએશને જણાવ્યુ છે. ઉપરાંત પ્રેસ નોટ મારફતે લોકોને જાણ કરી દેવામાં આવી છે. વેક્સિનેશનને લઈને યોગ્ય માહિતી લોકો સુધી પહોંચતી નથી, ક્યારે મળશે અને કેવી રીતે મળશે તેની માહિતી સરકાર પાસે પણ નથી.

  • TPCR ટેસ્ટિંગના માળખાનો રાજ્યમાં અભાવ
  • એડવોકેટ એસો.ના એડવોકેટની રજુઆત
  • રાજ્યમાં તાલુકા કક્ષાએ ખરાબ પરિસ્થિતિ
  • સાયલામાં ઓક્સિજન અને આઇસીયું સાથેની હોસ્પિટલ નથી
  • RTPCR રિપોર્ટ માટે 3 થી 4 દિવસ જોવી પડે છે રાહ
  • કલેકટરે સરકારી કર્મચારીઓ ને પ્રથમ સારવાર આપવાનો તઘલખી નિર્ણય કરેલો

ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ એસો પાસે માંગેલા સૂચનો પર ચર્ચા કરી હતી.રાજ્યની હોસ્પિટલમાં માળખાકીય સુવિધાઓનો અભાવ હોવાની હાઈકોર્ટે એડવોકેટ એસોની રજૂઆત થઈ છે.રાજ્યના અનેક વિસ્તારોમાં સરકારની ગાઈડલાઈનનું અમલીકરણ નથી થતું.ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યલક્ષી માળખાની સુવિધાઓનો અભાવ હોવાની પણ રજૂઆત થઈ છે.

આ ઉપરાંત ભરૂચ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં 18 લોકોના મૃત્યુની ઘટના દુઃખદ ગણાવી છે. આ ઘટનાને લઈને રાજ્ય સરકાર અને અન્ય પક્ષકારોને 10મે સુધીમાં જવાબ રજુ કરવા માટે કોર્ટે આદેશ આપ્યો છે.આ અરજીની સુનાવણી 11 મેં હાથ ધરાશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

pratik shah

કુદરતી આફત/ વાવાઝોડાને લઈ ગૃહરાજ્ય મંત્રી એક્શનમાં, રાજ્યના પોલીસ વડા સહિત 14 જિલ્લાના કલેક્ટર સાથે લીધા મહત્વના નિર્ણયો

pratik shah

ભારતમાં પહેલા વ્યક્તિને રશિયાની સ્પૂતનિકનો અપાયો ડોઝ , કોરોના સામેની લડાઇ ઝડપી બનશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!