GSTV
Gujarat Government Advertisement

સરકારની ઉદાસિનતા: આનાથ આશ્રમ અને બાળ સંરક્ષણ ગૃહોમાં ટેસ્ટિંગને લઈને હજી સુધી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી થઈ

Last Updated on May 4, 2021 by Pravin Makwana

ગુજરાતમાં કોરોનાની સ્થિતિને લઈને થયેલી સુઓમોટો અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. વકીલ શાલીન મહેતા ધન્વંતરિ હોસ્પિટલમાં વોર્ડ બોય દ્વારા ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તેમ કહ્યુ હતું. તેમણે કહ્યુ કે તેમને એક કોલ આવ્યો હતો. જેમાં લંચ છેક સાંજે ચાર વાગ્યે આપવામાં આવ્યુ હોવાનું કહેવાયુ હતુ. શાલીન મહેતાએ કોરોનાના કેસ ઘટાડવા માટે ટેસ્ટ ઘટાડવામાં આવ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.

900 બેડની હોસ્પિટલમાં દર્દીઓની સંભાળ રાખવાવાળુ કોઈ નથી

હાઈકોર્ટ સમક્ષ એડવોકેટ અમિત પંચાલે કહ્યું કે ધન્વંતરિ હોસ્પિટલમાં 900 બેડની છે. પરંતુ તેમાંથી 641 બેડ જ કાર્યરત છે. દર્દીઓને સાર સંભાળ રાખવા વાળુ કોઈ નથી. લોકોમાં ગેરસમજ ઉત્પન થાય છે કે, હોસ્પિટલમાં 900 બેડની છે. પરંતુ તેમ નથી અને લોકો હેરાન થઈ રહ્યા છે.

અનાથ આશ્રમ અને બાળ સંરક્ષણ ગૃહમાં ટેસ્ટીંગનો હજૂ કોઈ નિર્ણય જ લેવાયો નથી

વકીલ આનંદ યાજ્ઞિકે સગર્ભા મહિલા કે જેઓ પ્રેગ્નેન્ટ હોય કે ન હોય તેઓ માટેની ટ્રીટમેન્ટની અલગ વ્યવસ્થા હોવી જોઈએ, તેવી રજૂઆત કરી છે. આ સાથે જ આનાથ આશ્રમ અને બાળ સંરક્ષણ ગૃહોમાં ટેસ્ટિંગને લઈને હજી સુધી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી. તેવી પણ રજૂઆત કરી છે.

ઓક્સિજનનો જત્થો ક્યારે આવશે તે પણ સરકારને નથી ખબર

આ ઉપરાંત હાઈકોર્ટમાં વકીલ એસોસિએશનનના વકીલ પ્રેસી કેવિનાને વિવિધ રજૂઆતો કરી છે. જેમાં ધન્વંતરિ હોસ્પિટલમાં શૌચાલયની હાલત ખરાબ છે. હોસ્પિટલમાં ઈન્ફ્રાસ્ટ્રકચરનો અભાવ હોવાની વાત કહી છે. આ ઉપરાંત લગ્ન પ્રસંગ અને જાહેર પ્રસંગમાં નિયમોનું પાલન ન થતુ હોવાની પણ રજૂઆત કરી છે.રાજ્યમાં ઓક્સિજનની અછત છે.ત્યારે ઓક્સિજનનો જથ્થો ક્યારે અને કેટલો આવશે તેની માહિતી સરકાર પાસે પણ નથી તેવી એડવોકેટ એસોસિએશન હાઈકોર્ટમાં રજૂઆત કરી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

કુદરતી આફત/ વાવાઝોડાને લઈ ગૃહરાજ્ય મંત્રી એક્શનમાં, રાજ્યના પોલીસ વડા સહિત 14 જિલ્લાના કલેક્ટર સાથે લીધા મહત્વના નિર્ણયો

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!