GSTV
Gujarat Government Advertisement

108 ટોટલ નિષ્ફળ: કોર્પોરેશનની મનમાની નહીં ચલાવીએ, અમે કોઈ ઓર્ડર કરીએ પછી જ કેમ હરકતમાં આવે છે સરકાર

Last Updated on May 4, 2021 by Pravin Makwana

ગુજરાતમાં કોરોનાની સ્થિતિને લઈને થયેલી સુઓમોટો અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. વકીલ શાલીન મહેતા ધન્વંતરિ હોસ્પિટલમાં વોર્ડ બોય દ્વારા ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તેમ કહ્યુ હતું. તેમણે કહ્યુ કે તેમને એક કોલ આવ્યો હતો. જેમાં લંચ છેક સાંજે ચાર વાગ્યે આપવામાં આવ્યુ હોવાનું કહેવાયુ હતુ. શાલીન મહેતાએ કોરોનાના કેસ ઘટાડવા માટે ટેસ્ટ ઘટાડવામાં આવ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.

કોર્પોરેશનની મનમાની નહીં ચલાવીએ

કોર્પોરેશન દ્વારા જે મનમાની કરવામાં આવે છે એ ચલાવવામાં નહી આવે ગ્રામ્ય વિસ્તારોમાં શું પરિસ્થિતિ છે, તે ડિટેલમાં એફિડેવિટ કરો. હાલ 108 ટોટલ નિષ્ફળ છે. અમે જ્યારે કોઈ ઓર્ડર જાહેર કરીયે ત્યાર બાદ જ સરકાર હરકતમાં આવે છે, આ સતત જોવા મળી રહ્યું છે. તેવું હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યુ છે.

કોરોના

900 બેડની હોસ્પિટલમાં દર્દીઓની સંભાળ રાખવાવાળુ કોઈ નથી

હાઈકોર્ટ સમક્ષ એડવોકેટ અમિત પંચાલે કહ્યું કે ધન્વંતરિ હોસ્પિટલમાં 900 બેડની છે. પરંતુ તેમાંથી 641 બેડ જ કાર્યરત છે. દર્દીઓને સાર સંભાળ રાખવા વાળુ કોઈ નથી. લોકોમાં ગેરસમજ ઉત્પન થાય છે કે, હોસ્પિટલમાં 900 બેડની છે. પરંતુ તેમ નથી અને લોકો હેરાન થઈ રહ્યા છે.

અનાથ આશ્રમ અને બાળ સંરક્ષણ ગૃહમાં ટેસ્ટીંગનો હજૂ કોઈ નિર્ણય જ લેવાયો નથી

વકીલ આનંદ યાજ્ઞિકે સગર્ભા મહિલા કે જેઓ પ્રેગ્નેન્ટ હોય કે ન હોય તેઓ માટેની ટ્રીટમેન્ટની અલગ વ્યવસ્થા હોવી જોઈએ, તેવી રજૂઆત કરી છે. આ સાથે જ આનાથ આશ્રમ અને બાળ સંરક્ષણ ગૃહોમાં ટેસ્ટિંગને લઈને હજી સુધી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી. તેવી પણ રજૂઆત કરી છે.

કોરોના

ઓક્સિજનનો જત્થો ક્યારે આવશે તે પણ સરકારને નથી ખબર

આ ઉપરાંત હાઈકોર્ટમાં વકીલ એસોસિએશનનના વકીલ પ્રેસી કેવિનાને વિવિધ રજૂઆતો કરી છે. જેમાં ધન્વંતરિ હોસ્પિટલમાં શૌચાલયની હાલત ખરાબ છે. હોસ્પિટલમાં ઈન્ફ્રાસ્ટ્રકચરનો અભાવ હોવાની વાત કહી છે. આ ઉપરાંત લગ્ન પ્રસંગ અને જાહેર પ્રસંગમાં નિયમોનું પાલન ન થતુ હોવાની પણ રજૂઆત કરી છે.રાજ્યમાં ઓક્સિજનની અછત છે.ત્યારે ઓક્સિજનનો જથ્થો ક્યારે અને કેટલો આવશે તેની માહિતી સરકાર પાસે પણ નથી તેવી એડવોકેટ એસોસિએશન હાઈકોર્ટમાં રજૂઆત કરી છે.

Gujarat Government Advertisement

Related posts

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

pratik shah

કુદરતી આફત/ વાવાઝોડાને લઈ ગૃહરાજ્ય મંત્રી એક્શનમાં, રાજ્યના પોલીસ વડા સહિત 14 જિલ્લાના કલેક્ટર સાથે લીધા મહત્વના નિર્ણયો

pratik shah

ભારતમાં પહેલા વ્યક્તિને રશિયાની સ્પૂતનિકનો અપાયો ડોઝ , કોરોના સામેની લડાઇ ઝડપી બનશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!