GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

JKLFનાં વડા યાસીન મલિક વિરૂદ્ધ ચાલશે કેસ, 30 વર્ષ પહેલા ચાર એરફોર્સ જવાનોની હત્યાનો આરોપ

જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટનાં અલગતાવાદી નેતા યાસીન મલિક પર એરફોર્સના 4 જવાનોની હત્યા બદલ 30 વર્ષ બાદ કેસ દાખલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. યાસીન મલિક સામે પહેલી ઓક્ટોબરથી જમ્મુ કાશ્મીરની ટાડા કોર્ટમાં સુનાવણી થશે. જમ્મુ ટાડા કોર્ટે મલિકની સામે બીન જામીનપાત્ર વોરંટ ઇશ્યૂ કરીને 11 સપ્ટેમ્બર સુધીમાં તેને કોર્ટ સામે હાજર થવાનો આદેશ કર્યો છે.

શું છે સમગ્ર કેસ?

25 જાન્યુઆરી, 1990ના દિવસે એરફોર્સના સ્કવોડ્રન લીડર રવિ ખન્ના અને તેમના ત્રણ સાથીદારોની શ્રીનગર બહાર હત્યા કરવામાં આવી હતી. આ હત્યાનુ કાવતરુ યાસીન મલિકે ઘડ્યું હોવાનો આરોપ છે. ખન્ના અને તેમના સાથીઓ પર કારમાં આવેલા આતંકીઓએ અંધાધૂધ ગોળીબાર કર્યો હતો.

યાસીન મલિકે કરી હતી અરજી

ઇ.સ. 1995માં જમ્મુ કાશ્મીર હાઈકોર્ટે આ મામલામાં શ્રીનગરમાં ટાડા કોર્ટ નહી હોવાથી હત્યાના કેસની સુનાવણી કરવા પર રોક લગાવી દીધી હતી. 2008માં યાસીન મલિકે કોર્ટનો દરવાજો ખખડાવીને પિટિશન કરી હતી કે, મારી સામેના કેસની સુનાવણી શ્રીનગરમાં થવી જોઈએ. કારણકે મારી જાન પર ખતરો છે.

જો કે આ વર્ષે 26 એપ્રિલે જમ્મુ કાશ્મીર હાઈકોર્ટે આ કેસની સુનાવણી શ્રીનગરમાં કરવાનો સિંગલ બેન્ચનો ચુકાદો રદ કરી દીધો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે વર્તમાનમાં યાસીન મલિક દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. આતંકવાદીઓને ફંડિંગ આપવાના મામલામાં નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સીએ મલિકની ધરપકડ કરી છે.

READ ALSO

Related posts

વિધાનસભાના આ નિયમને લીધે ગેહલોતની બાજુમાં બેસતા પાયલટને ગૃહમાં હવે ફાળવાશે આ નંબરની બેઠક

Karan

કોરોના વાયરસને કારણે વધવા લાગ્યા છે અચાનક મોત: ડોકટરોએ તેનું કારણ આપ્યું, 13 દિવસમાં 10 હજારનાં મોત

pratik shah

જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, મધુવંતી ડેમમાં આવ્યા નવા નીરથી છલકાયો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!