અમદાવાદના સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન ઔદ્યોગિક રાસાયણિક કચરાના નિકાલ માટે કોર્પોરેશનના સહયોગથી નવી મેગા બે પાઇપલાઇન નાખવામાં આવશે. આ સાથે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને કોમન ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થિતિ હજુ પણ ધારા ધોરણ પ્રમાણેની નહીં હોવાની કોર્ટને જાણ કરાઇ છે.

આ ઉપરાંત સાબરમતી નદીના પ્રદૂષણના પ્રમાણમાં ફરી એકવાર વધારો થયો હોવાની પણ કોર્ટને જાણ કરાઈ હતી.આ મુદ્દે યોગ્ય અને ઝડપી નિર્ણય લેવાય તેવી કોર્ટ મિત્રએ હાઇકોર્ટમાં રજૂઆત કરી છે. તો નદીમાં સીધું ઔદ્યોગિક પાણી છોડવા વિશેની એક અરજી પરત ખેંચાઇ છે.આ અંગે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.
READ ALSO
- તૈયાર રહેજો/ 15 અને 16 ઓગસ્ટે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ: બંદરો પર લગાવાયુ એક નંબરનું સિગ્નલ, હવામાન વિભાગે કરી છે આવી આગાહી
- સમીકરણ બદલાશે/ મહારાષ્ટ્ર્રમાં લોકસભાની ચૂંટણીમાં આ પાર્ટીની જીતવાની શક્યતા, સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
- T20 WC 2022/ આ બે ક્રિકેટર T20 વર્લ્ડ કપમાંથી થઈ જશે બહાર! ગંભીર ઈજાને કારણે BCCIએ આપી આ જાણકારી
- કૃષ્ણ જન્માષ્ટમી/ 18 કે પછી 19 ઓગસ્ટમાંથી ક્યા દિવસે જન્માષ્ટમીની ઉજવણી કરવી? જ્યોતિષીઓ પાસેથી જાણો યોગ્ય તારીખ, મૂહુર્ત અને પૂજા વિધિ
- મર્ડરનો Live વીડિયો/ ભરબજારમાં ખેલાયો ખૂની ખેલ: છરીના અનેક ઘા મારીને યુવકની કરી હત્યા, આ વીડિયો જોઇને હલી જશો