GSTV
Gujarat Government Advertisement

નિષ્ણાંતોના મતે / હર્ડ ઈમ્યુનિટી દ્વારા કોઈ પણ દેશને મહામારીમાંથી ના બચાવી શકાય, વાયરસ સામે માત્ર એક જ હથિયાર

Last Updated on May 7, 2021 by Dhruv Brahmbhatt

દેશ કોરોનાની બીજી લહેર સામે ઘૂંટણીયે પડી ગયો છે. હોસ્પિટલોમાં બેડ ફૂલ છે, દર્દીઓ માટે ઓક્સિજન નથી અને ઘણી વાર તો એમ્બ્યુલન્સ મળવી પણ મુશ્કેલ છે. પરંતુ આ પહાડ જેવા પડકાર સામે લોકોના મનમાં એક આશા છે કે, બીજી લહેર પછી ભારત હર્ડ ઈમ્યૂનિટી તરફ આગળ વધી ગયું છે પરંતુ શું આ ખરેખર હકીકત છે કે નહીં.

કોરોના

કોરોનાની બીજી લહેરે ભારતમાં હાહાકાર મચાવી દીધો છે. જે દેશે કોરોનાની પહેલી લહેર સામે જીત મેળવી લીધી હતી તે હવે લાચાર અને નિસહાય અવસ્થામાં જણાઇ રહ્યો છે. લોકો ટપોટપ મોતને ભેટી રહ્યાં છે. ઓક્સિજનની તંગીથી લોકો યમલોક પહોંચી રહ્યાં છે. કોરોના સંક્રમણ વધવાના કારણે એવું લાગી રહ્યું છે કે જાણે ભારત હવે હર્ડ ઇમ્યુનિટી તરફ આગળ વધ્યું હોય.

એઇમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે, ભારતમાં બીજી લહેર પીક પર હોવા છતાં આપણે હડી હર્ડ ઈમ્યુનિટીની નજીક નથી પહોંચ્યાં. દિલ્હીમાં કોરોનાના કારણે સૌથી ખરાબ સ્થિતિ જોવાં મળી છે. અહીં વાઈરસ એટલો ફેલાઈ ગયો છે કે, લોકોને લાગે છે કે હર્ડ ઈમ્યુનિટી વાળું સ્ટેજ આવી ગયું છે. સીરો સર્વેમાં પણ જોવા મળ્યું હતું કે, 50થી 60 ટકા લોકો એન્ટીબોડી હતાં. તે આંકડા જોઈને લાગતું હતું કે, દિલ્હીમાં હર્ડ ઈમ્યુનિટી આવી ગઈ છે પરંતુ હકીકતમાં એવું નથી. અત્યારે પરિસ્થિતિ એકદમ બદલાઈ ગઈ છે.

વેક્સિન

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ભારતને ચેતવ્યું છે કે દેશમાં કોરોનાની વેક્સિનેશન કાર્યક્રમ શરૂ રહેશે તો પણ આ વર્ષે હર્ડ ઈમ્યુનિટી થવાની શક્યતા ખૂબ ઓછી છે. અત્યારે મહામારીને ટક્કર આપવા સોશિયલ ડિસ્ટન્સિંગ અને ગાઈડલાઈનનું પાલન કરવું ખૂબ જરૂરી છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યાં પ્રમાણે હર્ડ ઈમ્યુનિટી માટે વેક્સિનેશનનું પ્રમાણ 70 ટકા હોવું જોઈએ. જેના કારણે દેશની મોટા ભાગની વસતી સંક્રમણથી સુરક્ષિત થી શકે છે. જો કે અમુક વૈજ્ઞાનિકોને એવી પણ આશંકા છે કે, જે પ્રમાણે બીજી લહેરમાં વાયરસ જે પ્રમાણે ફેલાઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને વેક્સિનેશનનો દર પણ વધારવો જોઈએ.

ભારતના લોકો શક્ય હોય તેટલું ઝડપથી બીજી લહેરથી રાહત મેળવવા ઈચ્છે છે પરંતુ ભલે ભારતમાં દરરોજ કોરોનાના લાખો કેસ નોંધાતા હોય, હોસ્પિટલો ઉભરાઇ પડી હોય પણ ભારતને હર્ડ ઈમ્યુનિટી સુધી પહોંચવામાં હજુ બાર ગાઉ જેટલું છેટું છે. જાણકારોનું માનવું છે કે 2021નાં અંત સુધીમાં હર્ડ ઈમ્યુનિટી આવવાની કોઈ શક્યતા નથી.

દેશની વસ્તીનો એક મોટો હિસ્સો કોઈ એક વાયરસથી સંક્રમિત થયા બાદ તેમના શરીરમાં વાયરસ વિરુદ્ધ એન્ટીબોડી બની જાય છે. વ્યક્તિ એન્ટીબોડી થવાનું શરૂ થતાં તેને સંક્રમણનું જોખમ ઓછું રહે છે અને જોતજોતામાં મહામારી નબળી પડી જાય છે. જેને હર્ડ ઇમ્યુનિટી કહેવામાં આવે છે. હવે ભારતમાં બીજી લહેરમાં કોરોના સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ સંજોગોમાં દેશનો એક મોટો હિસ્સો આ વાયરસની ઝપટમાં આવી ગયો છે.

ICMRનું માનીએ તો, દેશનો હજી અમુક મોટો હિસ્સો કોરોનાની ઝપેટમાં આવી શકે છે. આ સંજોગોમાં હર્ડ ઈમ્યુનિટીની વાત કરવી યોગ્ય નથી. અત્યારે નિષ્ણાંતોનું માનવું છે કે, હર્ડ ઈમ્યુનિટી દ્વારા કોઈ પણ દેશને મહામારીમાંથી બચાવી શકાય તેમ નથી, વધારે ભારણ વેક્સિનેશન ઉપર જ આપવું જરૂરી છે. જેથી તે વાયરસ સામે એક મજબૂત હથિયાર તૈયાર કરી શકાય.

હવે વાયરસ સતત તેનું સ્વરૂપ બદલી રહ્યો છે. વાયરસમાં ઘણાં પ્રકારના મ્યુટેશન થતાં જોવા મળી રહ્યાં છે. તેના કારણે પણ માત્ર હર્ડ ઈમ્યુનિટી પર વિશ્વાસ રાખવો યોગ્ય નથી.

નિષ્ણાંતોના મત પ્રમાણે એપ્રિલની શરૂઆતમાં શરૂ થયેલી કોરોનાની બીજી લહેર 100 દિવસ સુધી રહેવાની શક્યતા છે. અત્યારે દેશમાં છેલ્લાં 14 દિવસથી 3 લાખ ઉપર નવા દર્દીઓ નોંધાઈ રહ્યાં છે અને રોજના 3 હજાર લોકોના મોત થઈ રહ્યાં છે. આ જોતા લાગે છે કે, અત્યારે દેશમાં કોરોનાની બીજી લહેર પીક સ્થાને છે. જે મેના અંત સુધીમાં હળવી થઈ શકે છે અને જૂન સુધીમાં દેશને તેનાથી રાહત મળવાની શક્યતા છે. આવાં સંજોગોમાં સંક્રમણને રોકવા વેક્સિનેશન, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અને કોરોનાની અમુક ગાઈડ લાઈન જ દેશને રાહત અપાવી શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari

ICSIનો મોટો નિર્ણય, CSEET 2021 ની પરીક્ષામાંથી UG અને PG વિદ્યાર્થીઓને મળશે મુક્તિ, મળશે સીધો પ્રવેશ

Vishvesh Dave

ચીને ફેલાયો કોરોના? વાઇરસના સ્ત્રોતના ખુલાસા પહેલા જ ડ્રેગને નષ્ટ કર્યા પુરાવા, રિપોર્ટમાં ખુલાસો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!