શિયાળામાં ફિટ અને હેલ્ધી રહેવા માટે તમારે તમારી ડાયેટમાં અમુક શાકભાજીનો સમાવેશ કરવો જ જોઈએ. આ મોસમી શાકભાજી ખાવાથી તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે અને તમે બીમારીઓથી બચી શકશો.
પાલક
પાલક પ્રોટીન, કેલ્શિયમ અને આયર્નનો સારો સોર્સ છે. તેને ખાવાથી શરીરમાં લોહીની ઉણપ પૂરી થાય છે. તે પાચનને યોગ્ય રાખે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.

મૂળા
મૂળામાં વિટામિન B6, વિટામિન A, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ હોય છે. આ સિવાય તેમાં ફાઈબર પણ સારી માત્રામાં હોય છે. મૂળાનું સેવન કરવાથી તમે હાઈડ્રેટ પણ રહેશો.
ગાજર
ગાજરનું સેવન કરવાથી પણ તમને ફાયદો થશે. ગાજર વિટામિન A અને બીટા કેરોટીનનો સારો સોર્સ છે. તેનાથી આંખોની રોશની તેજ બને છે. તેનાથી ત્વચા અને વાળને પણ ફાયદો થાય છે. એનિમિયાની સમસ્યામાં પણ ગાજર ખાવું ફાયદાકારક છે કારણ કે, તેમાં આયર્નનું પ્રમાણ હોય છે.

તાંદળજાની ભાજી
તાંદળજાની ભાજીનું સેવન પણ કરી શકો છો. તેને લાલ સાગ પણ કહેવામાં આવે છે. તાંદળજામાં પ્રોટીન, મિનરલ્સ, વિટામીન એ, વિટામીન સી, આયરન, કેલ્શિયમ અને ફોસ્ફરસની માત્રા હોય છે. આ ડાયાબિટીસ, એનિમિયા અને કેન્સરથી બચાવ કરે છે. તાંદળજાની ભાજી કાર્બોહાઇડ્રેટ અને ફાઇબરનો સારો સોર્સ છે.
બથુઆની ભાજી
શિયાળામાં બથુઆની ભાજીનું સેવન કરવાથી પણ તમને ફાયદો થશે. તેમાં વિટામિન એ, વિટામિન ડી, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન અને પોટેશિયમ હોય છે. બથુઆની ભાજી ખાવાથી ગેસ અને કબજિયાતની સમસ્યામાં રાહત મળશે. તે પાચન સુધારે છે. તેની સાથે તે લોહીને શુદ્ધ કરવામાં અને રક્ત પરિભ્રમણમાં પણ મદદરૂપ છે. તેનાથી ખાટા ઓડકારની સમસ્યા પણ દૂર થશે.
સલગમ
વિટામિન સી, વિટામિન કે, બીટા કેરોટીન અને પોટેશિયમ પોષક તત્વોથી ભરપૂર સલગમમાં જોવા મળે છે. તેનું સેવન સલાડ, જ્યુસ કે શાકભાજીના રૂપમાં કરી શકાય છે.
Read Also
- રખડતા પશુઓ / ચાલુ વર્ષે ૧૪૮૯૯ રખડતાં ઢોર પકડી ૧.૪ કરોડનો વસૂલાયો દંડ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર
- ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ
- સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ
- ઇસુદાન ગઢવીએ ધ્રોલમાં આપઘાત કરનારા ખેડૂતના પરિવારજનો સાથે કરી મુલાકાત, આર્થિક સહાય કરવા સરકાર પાસે કરી માંગ
- પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી