GSTV

શિયાળાની સવારને રંગીન બનાવવા નોંધી લો ત્રિરંગી ગોળાઓનો સૂપની રેસિપી

શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમા ગરમ વસ્તુ યાદ આવે અને તેમાં પણ ચા અથવા તો સૂપ મળી જાય તો વાત જ કંઈ અલગ બની જાય છે. શિયાળામાં શરીરને સ્વસ્થ રાખે તેવી વસ્તુઓ બજારમાં મળતી હોય છે. તો તે વસ્તુઓનો ઉપયોગ કરી બનાવો મસ્ત મજાનો સૂપ, જે શરીરને નિયંત્રણમાં રાખશે સાથે એનર્જી ભરપૂર બનાવશે.
સામગ્રી : ૧ ગાજર, ૨ ટામેટાં, ૧ ડુંગળી, ૫૦ ગ્રામ કોબીજ, ૧ બટાકું, આદુનો ૧ નાનો ટુકડો, ૧ ચમચો મસૂરની દાળ, ૧/૨ ચમચી મીઠું, ૫૦ ગ્રામ પનીર, ૫૦ ગ્રામ વાટેલી પાલક ભાજી, થોડો ખાવાનો પીળો રંગ, ૨ ચમચી કોર્નફ્લોર, ૧/૨ કપ દૂધ, ૧/૨ ચમચી મીઠું, ૧/૨ ચમચી મરી, ૧ ચમચી માખણ.


રીત : સૂપ બનાવવા માટે ગાજર, ટામેટાં, ડુંગળી, કોબીજ, બટાકાં, આદું અને મસૂરની દાળને છ કપ પાણીમાં કૂકરમાં બાફી નાખો. તેને મિક્સરમાં નાખીને એકદમ મિક્સ કરીને ગાળી નાખો. પછી તેને ફરીથી ઉકાળો અને તેમાં મીઠું નાખો. માખણ ગરમ કરીને બે મિનિટ સુધી તેમાં કોર્નફ્લોર નાખીને સાંતળો. દૂધ, મીઠું અને મરી નાખીને ઘટ્ટ બને ત્યાં સુધી ગેસ પર રાખો. મિશ્રણ ઠંડુ પડે એટલે તેમાં પનીર ભૂકો કરીને ભભરાવો. પનીર મિશ્રણના ત્રણ ભાગ પાડો. એક ભાગમાં વાટેલી પાલકની ભાજી મેળવીને તેના નાના નાના ગોળા બનાવો. બીજા ભાગમાં પીળો રંગ ઉમેરીને તેના ગોળા બનાવો અને ત્રીજા ભાગના સફેદ ગોળા બનાવો. ઊકળતા પાણીમાં આ ગોળા પાંચ મિનિટ ઉકાળો. ગોળા તૂટે નહીં તેનું ધ્યાન રાખો. પ્લેટમાં સૂપ અને ત્રણે રંગના ગોળા નાંખીને પીરસો.

Read Also

Related posts

આ ટાઈપના છોકરાઓ પાછળ મોહી જાય છે છોકરીયું, નથી કરી શકતી જાત પર કંટ્રોલ

Pravin Makwana

ગર્લ્સ અહીં ધ્યાન આપો/ હાઈ હિલ્સ પહેરવાના ચક્કરમાં આપને પણ થઈ શકે છે આ પાંચ બિમારી

Pravin Makwana

સોમવાર/ ભોળિયાનાથનો પ્રિય દિવસ છે આ, આ રીતે પૂજા અર્ચના કરી પ્રસન્ન કરો દેવોના દેવા મહાદેવને

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!