GSTV
Home » News » દરેક છોકરીનો મૂડ ખરાબ કરી દે છે આ 6 શબ્દો, ક્યાંક તમે પણ આવા શબ્દ પ્રયોગ નથી કરતાં ને?

દરેક છોકરીનો મૂડ ખરાબ કરી દે છે આ 6 શબ્દો, ક્યાંક તમે પણ આવા શબ્દ પ્રયોગ નથી કરતાં ને?

મહિલાઓ સાથે વાત કરતી વખતે પુરુષોએ હંમેશા ધ્યાન રાખવું જોઇએ કે તેઓ કેવી રીતે વાત કરી રહ્યા છે. મોટાભાગની મહિલાઓ સાથે વાત કરતી વખતે પુરુષ એવા શબ્દોનો પ્રયોગ કરતા હોય છે જે તેમને દુખી કરે છે. હકીકતમાં મહિલાઓને બોલી નાંખવામાં આવતા શબ્દ તેમનું અપમાન કરે છે. જાણો, મહિલાઓ સાથે વાત કરતી વખતે કયા શબ્દોનો પ્રયોગ તેમના વ્યક્તિત્વને દુખ પહોંચાડે છે. 

1. કેરેક્ટર લેસ

ક્યારેય ગુસ્સામાં પણ પોતાના પાર્ટનર અથવા કોઇ અન્ય છોકરી માટે પણ આ શબ્દનો ઉપયોગ ન કરશો. તેનાથી તેમના વ્યક્તિત્વ પર તો પ્રશ્ન ઉઠે જ છે આ સાથે જ તમારી વાતોથી તેની લાગણી પણ દુભાય છે. 

2. બહેનજી 

મહિલાઓ સાથે વાત કરતી વખતે ક્યારે પણ આ શબ્દનો ઉપયોગ ન કરશો. સામાન્ય રીતે આ શબ્દ સન્માનથી ભર્યો છે પરંતુ આજકાલ લોકો મહિલાઓનો મજાક ઉડાવવા માટે આ શબ્દનો ઉપયોગ કરે છે, જે તેમને જરા પણ પસંદ નથી. 

3. ઑવર સ્માર્ટ અથવા ઇગોઇસ્ટિક 

જે મહિલાઓ વધારે કૉન્ફિડેન્સવાળી હોય છે તેમને પુરુષ મોટાભાગે ઓવર સ્માર્ટ અથવા ઇગોવાળી સમજે છે. જેનાથી મહિલાઓની નેગેટિવ પર્સનાલિટી બધાની સામે આવે છે. એટલા માટે કોઇ પણ મહિલા સાથે વાત કરતી વખતે આ શબ્દોનો ઉપયોગ ન કરશો. 

4. મોટી અથવા કાળી

ક્યારેય પણ પોતાના પાર્ટનર અથવા ફ્રેન્ડને ભૂલથી પણ આ શબ્દ ન કહેશો. તેનાથી છોકરીઓ મોટાભાગે ગુસ્સે થઇ જાય છે. છોકરીઓ આ પ્રકારના શબ્દો સાંભળવા ગમતા નથી. 

5. ચમચી

ઘણીવાર ટીચર અથવા કોઇ અન્ય વ્યક્તિ સાથે પ્રતિબદ્ધ છોકરીઓને મોટાભાગે લોકો ચમચી કહેવાનું શરૂ કરી દેતા હોય છે. તેમને આમ કહીને તમે તેની પ્રતિબદ્ધતા પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ સાથે જ આ પ્રકારની વાતોથી તેમની લાગણીઓ દુભાય છે. 

6. પાગલ 

ઘણીવાર તમે તમારા પાર્ટનરને ગુસ્સમાં અથવા મજાકમાં પાગલ કહી દેતા હોવ છો. તેનાથી મહિલાઓને લાગે છે કે તમે પોતાની જાતને સમજદાર અને હોંશિયાર સમજો છો.

Read Also

Related posts

સુરતમાં હીરા કારખાના માલિકનો આપઘાત, સ્યૂસાઈડ નોટમાં જણાવ્યું આ કારણ

Nilesh Jethva

મોતને મુઠ્ઠીમાં લઈ નદી ઓળંગી રહ્યા છે આ ગામના લોકો, તંત્રના આંખ આડા કાન

Nilesh Jethva

અમદાવાદમાં હજારોની સંખ્યામાં આવેલા છે ‘મોતના મકાન’, નોટીસ આપીને સંતોષ માનતું તંત્ર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!