સારા શોખ રાખો, તો મગજ સારું રહેશે

કેમ્બ્રિજ વિશ્વ વિદ્યાલયના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઉંમરની સાથે-સાથે મગજનો આકાર પણ નાનો થઇ જાય છે, પરંતુ કેટલાંક લોકોની સ્મરણશક્તિ અને આઈક્યૂ ઉંમર વધવા છતાં સારી જ રહે છે. સંશોધકો મુજબ, યુવાવવસ્થામાં મગજનો વધારે ઉપયોગ કરવાથી મગજ લચીલુ બનેલુ રહે છે.

‘ન્યૂરોબાયોલૉજી ઑફ એન્જિંગ જર્નલ’માં પ્રકાશિત આ અભ્યાસ સાથે જોડાયેલા ડેનિસ ચાન મુજબ, આપણું મગજ કેટલાંક હાર્ડવેરની સાથે જ શરૂઆત કરે છે, પરંતુ તેને વધુ મજબૂત બનાવી શકાય છે. જેને સંજ્ઞાનાત્મક રિઝર્વ કહેવામાં આવે છે. ડૉકટર ચાનનું કહેવુ છે કે 35 થી 65 વર્ષની વચ્ચે તમે જે કંઈ પણ કરો છો, તેનાથી તમારી 65 વર્ષની ઉંમર બાદ ડિમેન્શિયાનું સંકટ ઓછું અથવા વધે છે.

સંશોધકોએએ 66 થી 88 વર્ષની ઉંમરના 205 લોકોના મગજનો એમઆરઆઈ કર્યો. ત્યારબાદ તેનો આઈક્યૂ ટેસ્ટ કરવામાં આવ્યો અને તેમના શોખ અંગે પૂછવામાં આવ્યું. તેમનો શોખ બૌદ્ધિક, શારીરિક અને સામાજિક ગતિવિધિઓની ત્રણ શ્રેણીમાં વિભાજીત કરવામાં આવ્યો. સંશોધનમાં જાણવા મળ્યું કે જવાનીમાં કરેલી ગતિવિધિયોથી બાદમાં તેમનો આઈક્યૂ નક્કી થયો. આ અગાઉ અન્ય સંશોધનમાં જાણવા મળ્યું હતું કે જે લોકો શિક્ષણમાં વધારે સમય ગાળે છે, ચેલેન્જપૂર્ણ કામ કરે છે, તેવા લોકોમાં બાદમાં ડિમેન્શિયાનું સંકટ ઓછું રહે છે.

તબીબ ચાન આ અભ્યાસથી ઘણા ઉત્સાહિત છે. તેમના જણાવ્યા મુજબ, તેનાથી ફરક પડતો નથી કે તમે શું કામ કરો છો અને ક્યા રહો છો. પરિવારજનો સાથે વાત કરવી અને ચોપડી વાંચવામાં કઈ ખર્ચ થતુ નથી. આ બધી આદતો આપણા માટે સારી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter