GSTV
Health & Fitness Life Trending

આ ફૂડ્સને ખાવાથી તમારૂં બાળક બનશે સ્માર્ટ, કોમ્પ્યુટરથી પણ તેજ ચાલશે દિમાગ

Superfoods For Kids: દરેક પેરેન્ટ્સની ઈચ્છા હોય છે કે તેમનું બાળક મગજથી તેજ હોય, તેના માટે બ્રેનનો યોગ્ય રીતે વિકાસ થવો જરૂરી છે. જો તમે તમારા લાડકવાયા અને લાડકવાઈને ખાવાનું શરૂઆતથી જ ધ્યાન રાખશો તો તેનાથી તમારી આ ઈચ્છા જરૂર પુરી થશે. બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે યોગ્ય ડાયટ જરૂરી છે.

બાળકોને ખવડાવો આ ફૂડ્સ

દૂધ

દૂધને એમ જ સંપૂર્ણ આહાર નથી કહેવાતો. તેમાં પણ તમામ ન્યૂટ્રિએન્ટ રહેલા હોય છે જે આપણા બાળક માટે ખૂબ જ જરૂરી છે. તેમાં વિટામિન ડી, ફોસ્ફોરસ, કેલ્શિયમ અને ઘણા પોષક તત્વો રહેલા હોય છે. માટે બાળકને દૂધ પિવડાવવામાં કમી ન કરો.

ઈંડા

ઈંડા દરેક ઉંમરના લોકો માટે એક સુપરફૂડની જેમ હોય છે. જ્યારે તમારૂં બાળક એક વર્ષનું થઈ જાય તો તેને ઈંડા જરૂર ખવડાવો. તેમાં પ્રોટીન, વિટામિન-બી, વિટામિન-ડી, ઓમેગા-3 ફેટી એસિડ અને ફોલિક એસિડની પણ ભરપૂર માત્રાઓ મળી આવે છે જેમાં બાળકનો યોગ્ય માનસિક વિકાસ થાય છે.

ડ્રાય ફ્રૂટ્સ

કાજૂ, બદામ, સુકા અંજીર અને અખરોટ જેવા ડ્રાય ફ્રૂટ આપણા બાળકો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, તેનાથી ન ફક્ત તેમનું મગજ તેજ થાય છે પણ શરીરને પણ ભરપૂર એનર્જી મળે છે. માટે થોડી-થોડી માત્રામાં તેનું સેવન કરાવતા રહો.

લીલા શાકભાજી

લીલા શાકભાજી આપણા અને બાળકોના સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે, તેનાથી શરીરને ઘણા પ્રકારના ન્યૂટ્રિએન્ટ મળે છે. તમે બાળકોના ડેલી ડાયટમાં પાલક, બ્રોકલી, કોબીજ જેવી ચીજો જરૂર સામેલ કરો.

READ ALSO

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

Ekta Kapoor વિરૂદ્ધ જારી થયું અરેસ્ટ વૉરેન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

IND vs SA / આફ્રિકા સામે પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર વિજય, મેન ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી

Hardik Hingu
GSTV