પરીક્ષા સમયે બાળકોને તણાવથી દૂર રાખવા છે, તો અપનાવો સંજીવનીરૂપી 5 ઉપાયો

બાળકોની સાથે તેના માતા-પિતા પણ પરીક્ષાના તાપમાં તપતા હોય છે, પરંતુ વાલીના માતા-પિતા માટે જરૂરી છે કે બાળકોમાં પરીક્ષાનો ડર વધવા દે નહીં. જેના માટે મૉરલ સપોર્ટની સાથે તેની ડાયટ એવી હોવી જોઈએ કે જેનાથી સ્ટ્રેસ લેવલ જાતે ઓછુ થઇ જાય. લાઇટ ફૂડ અને હેલ્થી ડ્રિંક આ દરમ્યાન સૌથી વધારે જરૂરી છે.

કેટલાંક ખાસ ડ્રિન્કને તમે પરીક્ષા દરમ્યાન જ નહીં, પરંતુ અભ્યાસ દરમ્યાન પણ બાળકોને આપો. આ ડ્રિન્ક એવા છે, જે બાળકોની આળસને દૂર કરીને એનર્જેટિક બનાવે છે. જેનાથી તેમાં કોન્સન્ટ્રેશન પાવર વધે છે. સાથે જ સ્ટ્રેસ હાર્મોન ડેવલપ થતા નથી. તો આવો જાણીએ આ ડ્રિન્ક વિશે.

પરીક્ષા વખતે બાળકોને તણાવથી દૂર રાખવા છે, તો અપનાવો આ 5 ડ્રિન્ક

બ્લૂબેરી અને સ્ટ્રોબેરી સ્મૂદી

આ સ્મૂદી એન્ટીઑક્સીડેન્ટથી ભરેલી હોય છે. જેનો પીવાનો ફાયદો એ છે કે બ્રેન સેલ્સને ડેમેજ થતા બચાવે છે. જેમાં હાજર વિટામિન સી મેમરી બૂસ્ટ કરે છે.

ગોળની ચા

ભણતા છોકરાને કૉફીના બદલે ગોળની ચા આપો. ગોળની ચા પીવાથી ઉંઘ ગાયબ થઇ જાય છે અને સ્ટ્રેસ પણ અદ્રશ્ય થઇ જાય છે. ગોળની ચા પીવાથી બાળકોને બૂસ્ટ થાય છે અને તેમને થાક મહેસૂસ થતો નથી. આ સિવાય પાચન તંત્ર પણ મજબૂત બનાવે છે અને સ્ટ્રેસ દરમ્યાન થતી અપચાની ફરિયાદ પણ દૂર થાય છે.

બદામ દૂધ

યાદશક્તિ વધારવા માટે બદામનું દૂધ સૌથી ગુણકારી હોય છે. જેમાં પ્રોટીન મેમરીને ઈમ્પ્રુવ કરે છે અને તણાવને દૂર કરે છે. દૂધમાં હાજર ગ્લૂટાથિયોન નામનું એન્ટીઑક્સિડેન્ટ પણ મગજને ઝડપી બનાવે છે.

ડાર્ક ચૉકલેટ શેક

ડાર્ક ચૉકલેટ હૃદયની સાથે મગજમાં પણ બ્લડ સર્ક્યુલેશનને વધુ સારું બનાવે છે, જેનાથી સંજ્ઞાનાત્મક ક્રિયા સારી થાય છે. જેનાથી કોન્સન્ટ્રેશન અને મેમરી પાવર બૂસ્ટ થાય છે. આ સિવાય ડાર્ક ચૉકલેટમાં કેફીન પણ થાય છે, જે બાળકોની ઉંઘ ગાયબ કરવામાં મદદ કરે છે.

બીટનો રસ

બીટના રસમાં વિટામિન એ, કે, સી અને બીટા કેરોટિન, એન્ટીઑક્સીડેન્ટ્સ, ફોલેટ અને પૉલીફેનૉલ્સ બાળકોના મગજને સુદ્રઢ અને ફ્રેશ બનાવે છે, જેનાથી બાળકોમાં અભ્યાસનો તણાવ થતો નથી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter