GSTV

ભૂખ કરો શાંત: થોડી પેટપૂજા કરવી છે તો પણ ન ખાઓ મેગી બિસ્કિટ કે ચિપ્સ, ન્યુટ્રિશનિસ્ટ પાસેથી જાણો કેવો હોવો જોઈએ ‘હળવો નાસ્તો’

Last Updated on August 4, 2021 by Pritesh Mehta

ઘણી વાર એવું થતું હોય છે કે સવારના નાસ્તા પછી કે બપોરે જમ્યા પછી ભૂખ સંતોષાતી નથી ત્યારે આપણા માંથી મોટાભાગના લોકો ભૂખને કારણે હેરાન થતા રહે છે. તો આવા સમયે આપણે ભૂખ સંતોષવા માટે એવા વિકલ્પો પસંદ કરીયે છીએ જે આપણા શરીરમાં માત્ર અને માત્ર કેલરી પહોંચાડે છે. આ પ્રકારના ખોરાકથી ન તો ભૂખ શાંત થાય છે ન તો આપણા શરીરને જરૂરી પોષાક તત્વો મળે છે.

વજન ભૂખ

દિવસના સમયે ભૂખને શાંત કરવા માટે ન્યુટ્રીશન ઓપશનને લઈને તાજેતરમાં જ ન્યુટ્રિશનિસ્ટ માનસી પડેચીયાએ એક પોસ્ટ કરી છે. તો ચાલો જાણીયે કે હળવા નાસ્તામાં આપણે એવું શું ખાવું જોઈએ જેનાથી ભુખપણ શાંત થાય અને કેલરી પણ ન વધે.

ભૂખ લાગે તો ન ખાઓ આ વસ્તુઓ

માનસી કહે છે ભૂખ લાગે તો આપણે અમુક પ્રકારની વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ. ચિપ્સ કે તળેલો ખોરાક લેવાને બદલે કંઈક હેલ્થી આહાર લેવો જોઈએ. ન્યુટ્રિશનિસ્ટના મત અનુસાર હવે સરળ જીવન શૈલીમાં પરિવર્તન કરવાનો સમય આવી ગયો છે. જેનાથી આવનાર સમયમાં આપણને ફાયદો જોવા મળશે. માનસીએ ઇન્સ્ટાગ્રામ રીલમાં જણાવ્યું છે કે આપણે શું ન ખાવું જોઈએ. તેમણે અમુક પ્રકારના ખોરાક અંગે જણાવ્યું છે જે આપણે ટાળવા જોઈએ.

  • મેગી અને નુડલ્સ
  • બિસ્કિટ અને વેફર્સ
  • જ્યુસ
  • સુગર એડેડ પ્રોટીનનું અવારનવાર સેવન ન કરવું જોઈએ.

ન્યુટ્રિશનિસ્ટના મતે હેલ્થી હળવો નાસ્તો

સફરજનની સાથે પીનટ બટર

નિષ્ણાતોના મત અનુસાર ચિપ્સ અને તળેલા ખોરાકની સરખામણીમાં પીનટ બટરની સાથે સફરજન ખાવું વધુ સારું. પીનટ બટર અને સફરજનનું કોમ્બિનેશનથી તમને લાંબા સમય સુધી ભૂખ નથી લગતી. તેના સેવનથી તમને ભૂખ નહીં લાગે અને બિનજરૂરી વસ્તુઓ ખાવાથી બચ્યા રહેશો અને નકામી કેલરી નહીં વધે.

ડાયાબિટીઝના દર્દીઓ માટે સુપર ફૂડ પીનટ બટર

ડાયાબિટીઝથી બચવા માટે પીનટ બટર શ્રેષ્ટ ઓપ્શન છે. પીનટ બટરમાં મેગ્નેશિયમ અને ફાયબર જેવા પોષણયુક્ત તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. જે ડાયાબિટીઝના ખતરાને ઘણો ઓછો કરે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!