GSTV
Gujarat Government Advertisement

ટીપ્સ/ બંધ નાક ખોલવા માટે અજમાવો ઘરેલું ઉપાય, તુરંત જ મળશે રાહત

નાક

Last Updated on January 28, 2021 by Sejal Vibhani

ઘણી વાર તમે પણ અનુભવ કર્યો હશે કે શરદી થઈ નહીં કે, સૌથી પહેલા નાક બંધ થઈ જાય છે. આ કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. જેના કારણે મોંથી શ્વાસ લેવાની જરૂર પડે છે. અને બંધ નાક ખોલવાનો પ્રયાસમાં જ્યારે નાક સાફ કરો છો તો કાંઈ જ બહાર આવતું નથી. વધુ પડતા લોકોના આ ભૂલથી નાકમાં મ્યૂકસ જામી જાય છે. અને નાક બંધ થઈ જાય છે. પરંતુ ઘણી વાર ફ્લૂ, વાયરલ ઈન્ફેક્શન અથવા એલર્જીક રાઈનાઈટિસના કારણે સાઈનસમાં હાજર રક્ત વાહિકાઓમાં ઈન્ફ્લેમેશન થી જાય છે. અને આ જ કારણે નાક બંધ થઈ જાય છે.

બંધ નાક ખોલવાનો ઉપાય

1 સ્ટીમ લો :  તમારી આસપાસની હવામાં હ્યુમિડિટી અથવા નમી વધારવાની નેચરલ પ્રક્રિયા છે સ્ટીમ લેવી. સ્ટીમ લેવાથી નાકમાં જમા મ્યૂકસને પણ સરળતા સરળતાથી બહાર નિકળવામાં મદદ મળે છે. તમે ઈચ્છો તો સ્ટીમરની મદદથી સ્ટીમ લઈ શકો છો. અથવા તો એક મોટા વાસણમાં પાણી ગરમ કરી અને તમારો ચહેરો વાસણની તરફ નમાવો અને માથું ટોવેલથી ઢાંકી લો, એવું કરવાથી ગરમ વરાળ નાકના રસ્તે શરીરની અંદર જાય છે જેથી નાક ખોલવામાં મદદ મળે છે.

2 ગરમ પાણીથી ન્હાવું : જો તમને સ્ટીમ લેવામાં અસુવિધા થતી હોય તો તમે ગરમ પાણીની સ્નાન કરી શકો છો. એવું કરવાથી બંધ નાક ખોલવામાં મદદ મળશે. ગરમ પાણીથી સ્નાન કરવા દરમ્યાન નિકળતી વરાળ નાકમાં ઈન્ફ્લેમેશનની સમસ્યાને ઓછી કરે છે અને નાક દ્વારા શ્વાસ લેવામાં સરળતા રહે છે.

3 ગરમ ચા કે સૂપ જ્યારે તમારું નાક બંધ હોય ત્યારે તરલ પદાર્થોનું વધુ સેવન કરવું ફાયદાકારક સાબિત થાય છે. એટલા માટે ગરમ ચા કે સૂપનું સેવન કરવુ. આ ગરમ પીણા પીવાથી નાકમાં વરાળ જાય છે જેના કારણે મ્યૂકસ પતલું થાય છે અને સરળતાથી બહાર આવી જાય છે. અને  નાક ખુલી જાય છે.

4 ગરમ પટ્ટી કરો : બંધ નાકને ખોલવા માટે તમે ઈચ્છો તો માથા પર ગરમ પટ્ટીનો ઉપયોગ કરી શકો છો. એવું કરવાથી નાક ખોલવામાં મદદ મળશે. એના માટે ગરમ પાણીમાં પટ્ટી કે ટોવેલ નાખી, નીચોવી અને પછી નાક અને માથા પર રાખો. આનો ગરમાવો નાકમાં ઈન્ફ્લેમેશનની સમસ્યાથી રાહત અપાવે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!