સાવધાન, જો તમે પણ પી રહ્યા છો ‘ચિલ્ડ વોટર’ તો તેની હકીકત જાણીને ચોંકી ઉઠશો

આપણે બધા ઘણા પ્રકારની ખાદ્ય સામગ્રીબજારમાંથી ખરીદીએ છીએ પણ તે દરમિયાન આપણે ઘણી એવી ભૂલો પણ કરી દેતા હોઈએ છીએ જેનોઅંદાઝો પણ નથી હોતો કે છેવટે તે આપણા માટે કેટલું નુકશાનકારક છે. સૌથી પહેલા તોતમને એ જણાવી આપીએ કે તે આપણા માટે કેટલુ નુકશાનકારક હશે. સરકાર આપણી ખાવા પીવાનીવસ્તુ માટે આઈએસઆઈ માર્કો નક્કી કર્યો છે. જે ખાદ્ય વિભાગ તરફથી આપવામાં આવે છે. આલાયસન્સ માટે પાણી પાઉચ અને બોટલ પછી હવે કુલ જારનું પાણી લોકોના આરોગ્યનું દુશ્મનબનતું જાય છે. ચિલ્ડ જારના નામથી વેચાઈ રહેલું આ પાણી જુદા પ્રકારની બનાવટ છે.

           સરકાર દ્વારા તેને કોઈપણ માન્યતા પ્રાપ્ત નથી. તેમ છતાં ગરમીના દિવસોમાં તે ઢગલાબંધ વેચાઈ રહ્યું છે. નાના શહેરની વાત હોય કે મોટા શહેરની દરેક જગ્યાએ આ ધંધો ફેલાયેલો છે. હવે ચિંતાનો વિષય એ છે કે જો તમે પણ આ પાણીનો ઉપયોગ કરી રહ્યા છો તો જરા સાવચેત થઇ જાવ કેમ કે તેનો ઉપયોગ કરીને તમારા આરોગ્ય સાથે રમત કરી રહ્યા છો. કાંઈ નહિ તો આપણે એટલું તો એક વખત વિચારવું જોઈએ કે આપણે જે પાણી પી રહ્યા છીએ તે ખરેખર માં શુદ્ધ છે. તેની ઉપર ઊંડાણ પૂર્વક વિચાર કરવો પડશે. પાણી વેચવા વાળી થોડી કંપનીઓ શુદ્ધ પાણીના નામ ઉપર માત્ર ચિલ્ડ પાણી વેચીને માલામાલ થઇ રહ્યા છે.

         ખાદ્ય વિભાગ અને ભારતીય માનક બ્યુરોના નિયમમાં એ ક્યાય પણ નથી લખવામાં આવ્યું કે કુલ જારથી ઠંડા પાણીનો ધંધો કરી શકાય છે. તેના વિષે પોતે ઉપયોગ કરનારાઓને પણ એ ખબર નથી હોતી કે ૨૪ કલાક સુધી ઠંડુ રહેતું આ પાણી ન તો કોઈ લેબોરેટરી માંથી થઈને આવે છે અને ન તો પરીક્ષણ દ્વારા. તમને જણાવી આપીએ કે આ પાણીને ચિલ્ડ મશીન દ્વારા પાણીને ઠંડુ કરીને સીધું જારમાં ભરીને વેચવામાં આવી રહ્યું છે અને આવી રીતે આખા શહેરમાં પેકેજ ડ્રીન્કીંગ વોટરના નામ ઉપર ગોરખધંધા ચાલી રહ્યા છે.

         એ પણ જણાવી આપીએ કે પેકેજ્ડ ડ્રીન્કીંગ વોટર માટે ૫૯ જુદી જુદી પદ્ધતિથી પાણીને શુદ્ધ કરવામાં આવે છે. પણ શહેરમાં એવી કંપનીઓ પણ ચાલી રહી છે જે એક રૂમમાં ચાલતી હોય છે. ન તેમની પાસે કોઈપણ પ્રકારની ટેસ્ટીંગ લેબ છે. ન તો કોઈ જરૂરી સાધનો છે.

            હાલમાં જ એક મોટી બાબત સામે આવી છે કે ભારતીય માનક બ્યુરોના લાયસન્સ લીધા વગર જ આ કંપનીઓ દ્વારા ચિલ્ડ વોટર વેચવાનો ધંધો જોરદાર ચાલી રહ્યો છે. એક રૂમમાં સામાન્ય ફિલ્ટર લગાવીને પાણીને શુદ્ધ કરવાની રમત ચાલી રહી છે. તેમ છતાં તેનો આ ધંધો શહેરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.

           વર્ષ ૨૦૦૧-૨૦૦૨ માં વીઆઈએસએ પેકેજ્ડ ડ્રીન્કીંગ વોટરમાં આઇએસઆઇ માર્કાને ફરજીયાત લાગુ કરી દેવામાં આવેલો છે. જેમાં તે સ્પષ્ટ રીતે જણાવવામાં આવેલું છે કે પેકેજ્ડ ડ્રીન્કીંગ વોટરમાં આઇએસઆઇ માર્કો માન્ય ભારતીય માનક બ્યુરો, બીઆઈએસ મુજબ પેકેજ્ડ ડ્રીન્કીંગ વોટરમાં આઇએસઆઇ માર્કો હોવો ફરજીયાત છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter