ઓફિસમાં એકધારું બેસી રહ્યાં પહેલા મહિલાઓ આ વાંચી લો, ક્યારેય ન કરો આવી ભુલ નહીં તો…

આજના મહિલાઓ પણ પુરુષોની સાથો સાથ કામ કરે છે. પુરુષો જેટલો જ સમય અને શ્રમવાળું કામ તે ઓફિસમાં કામ કરે અને ઘરે પાછા ફરીને ઘરનું કામ પણ તેમની રાહ જોઈ જ રહ્યું હોય છે. આજની મહિલાઓ ઘર અને ઓફિસ વચ્ચે સંતુલન કઈ રીતે બનાવી રાખવું તે ખૂબ સારી રીતે જાણે છે. પરંતુ શું તમે જાણો છો કે ઓફિસમાં લાંબો સમય એક જ જગ્યા પર બેસી રહેવાથી શું નુકશાન થાય છે?

આ બીમારીઓનો બની શકો છો ભોગ

આમ તો ઓફિસમાં લાંબા સમય સુધી બેસી રહેવાથી દરેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડી શકે છે. એક અભ્યાસ અનુસાર જે મહિલાઓ બ્રેક વગર લાંબા સમય સુંધી બેસી રહે છે તેમનામાં હાર્ટની બીમારીઓ, ડાયાબીટીસ, એન્ડોમેટ્રિયલ અને કોલન કેન્સર થવાનો ભય વધી જાય છે.

લાંબા સમય સુધી એક જ સીટ પર બેસી રહેવાથી ફેટ બર્ન નથી થતું. જેના કારણે ફૈટી એસિડ આર્ટરીઝમાં જમા થવા લાગે છે અને તેના કારણે બીમારીઓનું જોખમ વધતું જાય છે. શરીર સાથે મગજ પર પણ અસર પડે છે. શોધ અનુસાર તેનાથી ડિપ્રેશન પણ આવી શકે છે.

બ્રેક વગર એક જગ્યાએ બેસી રહેવું મેદસ્વીતા અને કેન્સરનું કારણ પણ બની શકે છે. લાંબા સમય સુધી બેસી રહેવાથી માંસપેશીઓની રક્તવાહિનીઓમાં રહેલું એન્ઝાઈમ ચરબીને બંધ કરે છે. જેના તારણે મેદસ્વીતા અને કોલોન કેન્સર જેવી બીમારીઓનો ભોગ બનવું પડી શકે છે. મહિલાઓમાં ઘણી વખત ગળા અને પગમાં દુખાવાની સમસ્યા રહે છે. જે એક જગ્યાએ બેસી રહેવાથી થઈ શકે છે.

એ સિવાય રોજના 10 કલાક બેસી રહેવાથી ઈમ્યૂન સિસ્ટમ નબળી પડી જાય છે. કારણ કે તેનાથી પોતાના ખાન-પાન પર ધ્યાન નથી આપતા, જેનાથી ઈમ્યૂનિટી ઓછી થવા લાગે છે.

આ સમસ્યાથી બચવા માટે મહિલાઓએ ઓફિસમાં એક ધાર્યું કામ કરવાની જગ્યાએ થોડા થોડા સમયે એક આંટો ઓફિસમાં જ મારી લેવો જોઈએ. એક જ જગ્યા પર સતત બેસી રહેવાની જગ્યા પર દર કલાકે એક થોડું હલન ચલન કરવું સારૂ રહે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter