GSTV
Health & Fitness Life Trending

હેલ્થ/ ડાયાબિટીસ એક પ્રકારનો સાઇલેન્ટ રોગ, આ 5 ફૂડ્સ કંટ્રોલ કરશે ડાયાબિટીસ અને વધારશે ઇમ્યૂનિટી

ડાયાબિટીસના દર્દીઓએ શું ખાવું અને શું ન ખાવું તેને લઇને ઘણી મુંઝવણ રહે છે. ડાયાબિટીસમાં ડાયેટનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે, જ્યારે આપણી આસપાસ જોખમી અને સંક્રમક બીમારી ફેલાઇ હોય ત્યારે ડાયેટ પર વિશેષ ધ્યાન રાખવું આવશ્યક બની જાય છે. એવામાં બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખવાની સાથે-સાથે ઇમ્યૂનિટીને વધારવાનો ઉપાય કરવો પણ જરૂરી હોય છે. ડાયાબિટીસ માટે ફૂડ્સની પસંદગી શુગર લેવલને કંટ્રોલ કરવાના આધારે ખૂબ જ ધ્યાનથી કરવાની સલાહ આપવામાં આવે છે. હાઇ બ્લડ શુગર લેવલ માટે ફૂડ્સની પસંદગી કરવી થોડીક મુશ્કેલ બનતી હોય છે.

આપણી આસપાસ એવા કેટલાય ફૂડ્સ હોય છે જે ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં ખૂબ જ લાભદાયી હોઇ શકે છે. ડાયાબિટીસના દર્દી એવા ફૂડસનું સેવન કરી શકે છે જે ન માત્ર બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે પરંતુ ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરવામાં પણ ફાયદાકારક હોઇ શકે છે. ડાયાબિટીસ એક પ્રકારનો સાઇલેન્ટ રોગ છે, જે સ્વાસ્થ્ય માટે ઘણો જોખમી સાબિત થઇ શકે છે.

આ કેટલીય અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. ડાયાબિટીસમાં ઇમ્યૂન સિસ્ટમ નબળું પડવાની શક્યતાઓ વધારે હોય છે. એવામાં અહીં કેટલાક એવા ફૂડ્સ વિશે જણાવવામાં આવ્યું છે જે ન માત્ર બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરી શકે છે પરંતુ ઇમ્યૂન સિસ્ટમને પણ મજબૂત કરી શકે છે.

આ 5 ફૂડ્સ કંટ્રોલ કરશે ડાયાબિટીસ અને વધારશે ઇમ્યૂનિટી

  1. અખરોટ

અખરોટનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખી શકાય છે. અખરોટમાં વિટામિન ઇ વધારે પ્રમાણમાં હોય છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ઘણું ફાયદાકારક હોય છે. જો ડાયાબિટીસ દર્દી અખરોટને પોતાના દરરોજના ડાયેટમાં સામેલ કરશે તો ન માત્ર બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે પરંતુ ઇમ્યૂન સિસ્ટમને પણ મજબૂત કરી શકાય છે.

  1. શિમલા મિર્ચ

શિમલા મિર્ચ એક ડાયાબિટીસ ફ્રેન્ડલી શાકભાજી છે. બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માટે તેને ડાયેટમાં શામેલ કરી શકાય છે. શિમલા મિર્ચમાં વિટામિન સી હોય છે અને તે એક શક્તિશાળી વિટામિન છે, જે ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે અને મુક્ત કણોથી છૂટકારો અપાવવામાં મદદ કરી શકે છે. મુક્ત કણોથી કોશિકાઓને ક્ષતિ પહોંચી શકે છે.

  1. ગાજર

ગાજર એક સ્વાદિષ્ટ અને ઘણું લાભદાયી ફૂડ છે. ગાજરનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. તે આંખોની રોશની વધારવાની સાથે ઇમ્યૂનિટીને વધારવામાં પણ મદદરૂપ સાબિત થઇ શકે છે. ગાજરમાં રહેલા બીટા-કેરોટીન અને લ્યૂટિનથી સ્વાસ્થ્યને ફાયદો થઇ શકે છે. આ વિટામિન એનો એક ઉત્કૃષ્ટ સ્ત્રોત પણ છે, જે ઇમ્યૂન સિસ્ટમ માટે ઘણું લાભદાયી માનવામાં આવે છે.

  1. સીફૂડ

કેટલાક એવા સીફૂડ છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ઘણા લાભદાયી સાબિત થઇ શકે છે. એવામાં સેલ્મન, સાર્ડિન અને મૈકેરલ જેવી માછલીઓ પણ સામેલ છે. તેમાંથી મળી આવતા ઓમેગા-3 ફેટી એસિડ તમારી ઇમ્યૂનિટીને વધારવા માટે ઘણો ફાયદાકારક છે. આ સાથે જ આ બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં પણ તમારા માટે મદદરૂપ સાબિત થઇ શકે છે.

  1. ચણા

કાળા ચણાનું દરરોજ સેવન કરવાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે. ચણામાં પ્રોટીન, વિટામિન-એ, વિટામિન-ડી,ઇ અને ઝિન્ક હોય છે. આ તમામ પોષક તત્ત્વ ડાયાબિટીસના દર્દીઓ માટે ઘણા લાભદાયી માનવામાં આવે છે. ચણામાં ફાઇબર પણ વધુ પ્રમાણમાં મળી આવે છે, જે બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખી શકે છે. આ સાથે જ ચણાને પોતાના ડાયેટમાં સામેલ કરીને તમે તમારી ઇમ્યૂન સિસ્ટમને પણ વધારી શકાય છે. તમે પલાળેલા ચણા પણ ખાઇ શકો છો.

Read Also

Related posts

RBI નો અહેવાલ/ ડિજીટલ ઈન્ડિયાના યુગમાં પણ 100 રૂપિયાની નોટ લોકોની ફેવરિટ, આ પાછળ મહત્વનું કારણ છે જવાબદાર!

Binas Saiyed

Women’s T20 Challenge/ સુપરનોવાસે ત્રીજી વખત મહિલા T20 ચેલેન્જ ટ્રોફી જીતી, વેલોસિટીને 4 રનથી હરાવ્યું

Damini Patel

મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ

Hardik Hingu
GSTV