GSTV
Health & Fitness Life Trending

ભૂલી જવાની આ બીમારી ક્યાંક કોરોનાનો ખતરો ન વધારી દે! જીન સાથે જોડાયેલી છે કનેક્ટિવિટી

આયરન

હાલમાં જ મોટા પ્રમાણમાં થયેલા એક અભ્યાસમાં ખુલાસો થયો છે કે, ડિમેંશિયા સાથે જોડાયેસ એક દોષપૂર્ણ જીન Covid-19 ના જોખમને બેગણુ કરી દે છે. યૂનિવર્સિટી ઓફ એક્સેટર મેડિકલ સ્કૂલ અને યૂનિવર્સિટી ઓફ કનેક્ટિક્ટ સ્કૂલ ઓફ મેડિસિનના સંશોધનકર્તાઓએ યૂકે બાયોબેન્કના આંકડાઓનુ વિશ્લેષણ કર્યુ છે અને યૂરોપીય મૂળના પ્રતિભાગિયોમાં કોવિડ-19 સંક્રમણને વધારે જોખમયુક્ત મળી આવ્યુ છે. myUpchar સાથે જોડાયેલા એમ્સના ડૉ. ઉમર અફરોજનુ કહેવુ છે કે, ડિમેંશિયા સામાન્ય રૂપથી માનસિક ક્ષમતામાં આવેલી ખામી હોય શકે છે. જેમાં વિચારવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. જેથી દરરોજના જીવન પર પ્રભાવ પડે છે.

ઉંમર વધવાની સાથે તેના હોવાની આશંકા વધતી જાય છે

આ બીમરી નહી, પરંતુ એક સિન્ડ્રેમ છે. જેના લક્ષણ ઘણા મસ્તિષ્ક રોગમા સામાન્ય હોય છે. તેના લક્ષણોમાં યાદશક્તિ કમજોર થવી, વિચારવામાં સમસ્યા, સમસ્યાઓને ન નીપટાવી શકવી અને શબ્દોની પસંદગીમાં મુશ્કેલી સામેલ છે. ઉંમર વધવાની સાથે તેના વધવાની આશંકા પણ વધી જાય છે. શોધમાં યૂરોપીય મૂળના 36 લોકોમાંથી એકમાં આ જીનના દોષપૂર્ણ લક્ષણ મળી આવ્યા છે. જે અલ્જાઈમર રોગના જોખમને 14 ગણુ વધારી દે છે. સાથે જ હૃદય રોગના ખતરાને પણ વધારી દે છે. હવે સંશોધનકર્તાઓની ટીમને જાણવા મળ્યુ છે કે, આ જીનના કારણે કોવિડ-19 ના જોખમને બગણો વધારી દે છે.

દોષપૂર્ણ જીન કોવિડ-19નુ કારણ

અહીંયા સુધી કે, તે લોકોને પણ કોઈપણ બીમારી નથી. ટીમેને પહેલા મળી આવ્યુ કે, ડિમેંશિયાથી પીડિત લોકોમાં કોવિડ-19 હોવાની 3 ગણી આશંકા છે. જર્નલ ઓફ જેરોન્ટોલોજીઃ મેડિકલ સાઈંસેજમાં પ્રકાશિત નવા અધ્યયનથી સંકેત મળે છે કે, આ આનુવંશિક પણ હોઈ શકે છે. કનેક્ટિકટ યૂનિવર્સિટીના સંશોધનકર્તાઓનુ કહેવુ છે કે, આ એક રોમાંચક પરિણામ છે. કારણ કે, હવે અમે તે જાણી શકીએ છીએ કે, આ દોષપૂર્ણ જીન કોવિડ-19નુ કારણ બની શકે છે. આ સારવાર માટેના નવા વિચારને જન્મ આપી શકે છે.

60 ની ઉંમરમાં જ મૃત્યુ

તેમણે આગળ કહ્યુ છે કે, આ અધ્યયન મહત્વપૂર્ણ છે. કારણ કે, આ ફરીથી દેખાડે છે કે, વધતી ઉંમરની સાથે થતા રોગ વસ્તવિકમાં વિશિષ્ટ જૈવિક મતભેધનુ કારણ હોઈ શકે છે. જે અમને તે સમજવામાં મદદ કરે છે કે, કેટલાક લોકો 100 વર્ષની ઉંમર અને તેનાથી વધારે ઉંમર સુધી સક્રિય કેમ રહે છે. જ્યારે કે, અન્ય વિકલાંગ થઈ જાય છે અને 60 વર્ષની ઉંમરમાં જ મૃત્યુ થઈ જાય છે.

સંક્રમણના કારણે ગંભીર લક્ષણ

myUpchar સાથે સંકળાયેલ એમ્સના ડૉ. અજય મોહન કહે છે કે, કોરોના વાયરસને કારણે ચેપ માટે હજી સુધી કોઈ સારવાર મળી નથી. મોટાભાગના લોકો કોરોના વાયરસ ચેપથી થોડા સમય પછી સ્વસ્થ થઈ જાય છે. જોકે, એવા લોકો માટે કે જેમણે ચેપને લીધે ગંભીર લક્ષણો વિકસાવ્યા છે, ડૉક્ટરો તેમને કેટલીક દવાઓ પણ આપી રહ્યા છે. આ દવાઓ મુખ્યત્વે દર્દીની લક્ષણો અને સ્થિતિની તીવ્રતા ઘટાડવામાં મદદ કરે છે. તેથી, જે દર્દીઓ ઉન્માદવાળા કોરોના વાયરસના લક્ષણો બતાવી રહ્યાં છે, તેઓ બંને રોગોની સારવાર કરવામાં આવે છે.

READ ALSO

Related posts

દુર્ઘટના ટળી/ બે હિસ્સામાં વહેંચાઈ ગઈ ચાલુ ટ્રેન, 200 મીટરથી વધુ આગળ નીકળી ગયું એન્જિન, 1 હજાર લોકોનો થયો આબાદ બચાવ

HARSHAD PATEL

હવે હવામાં થશે ફળ, શાકભાજી અને મસાલાની ખેતી, જાણો શું છે એરોપોનિક્સ ટેકનિક

Kaushal Pancholi

ભારતીય અમીરો કરી રહ્યા છે વિદેશમાં પલાયન, વર્ષ 2022માં 8 હજારથી વધુ કરોડપતિઓએ દેશ છોડ્યોઃ પલાયન મામલે ટોપ 3 દેશોમાં સામેલ

HARSHAD PATEL
GSTV