GSTV
Health & Fitness Life Trending

દરેક વાત પર દવા લેવાની કરી રહ્યા છો મોટી ભૂલ, એન્ટિબાયોટિકથી શરીરને થઈ શકે છે આ 5 નુકસાન

જો તમે દર વખતે થોડી પણ તકલીફ પડવા પર એન્ટિબાયોટિક્સ દવા લો છો, તો આમ કરવું ખૂબ જ નુકસાન કારક સાબિત થઈ શકે છે. જો કે એન્ટિબાયોટિક્સ એ મેડિકલ જગતનું એક ખૂબ મોટું હથિયાર છે જેને ઘણા ઈન્જેક્શન અને બીમારીમાં પ્રયોગ કરવામાં આવે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તેનો ઉપયોગ દરેક નાનામાંનાની વસ્તુ માટે થવો જોઈએ. આમ કરવાથી ઘણી આડઅસર પણ થઈ શકે છે. આવું કરવાથી સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર થઈ શકે છે અને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ જોવા મળી શકે છે.

બાળકોને ખાસ કરીને એન્ટિબાયોટિક્સ આપવાનું ટાળો. બાળકોની રોગપ્રતિકારક શક્તિ પહેલેથી જ નબળી છે અને તેઓ આટલી બધી એન્ટિબાયોટિક્સ સામે ટકી શકતા નથી. ચાલો જાણીએ દરેક વાત પર એન્ટીબાયોટીક્સ લેવાથી શું નુકસાન થાય છે.

એન્ટિબાયોટિક

વધુ પડતી એન્ટિબાયોટિકના ઉપયોગથી થતા નુકસાન

  • આ સિઝનમાં સામાન્ય શરદી બાળકોમાં વધુ જોવા મળે છે. જો બાળકને દર વખતે એન્ટિબાયોટિક્સ આપવામાં આવે છે, તો પછી ઝાડા થવાનું જોખમ ખૂબ વધી જાય છે અને બાળકને વધુ ગંભીર ઝાડા પણ થઈ શકે છે.
  • પેટમાં સારા અને ખરાબ બંને બેક્ટેરિયાનું સંતુલન હોવું જરૂરી છે. જો એન્ટિબાયોટિક્સ વધુ માત્રામાં લેવામાં આવે છે, તો તે પેટની અંદરના સારા બેક્ટેરિયાને મારવા લાગે છે. જેના કારણે પાચન સંબંધી સમસ્યાઓ જોવા મળે છે.
એન્ટિબાયોટિક
  • જો એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવાથી એલર્જીક રિએક્શન જોવામાં મળે છે, તો તે વધુ શું ઓછી માત્રામાં પણ ના લેવી જોઈએ, સાથે જ ડોક્ટરને આના વિકલ્પ વિશે પુછવું જોઈએ.
  • શરીરમાં સારા બેક્ટેરિયાની અછતને કારણે, ફંગલ ઇન્ફેક્શન જેવા ચેપનું જોખમ પણ નોંધપાત્ર રીતે વધી શકે છે. ઇસ્ટ ઈન્ફેક્શન પણ જોવા મળી શકે છે.
  • પાચનક્રિયાને લગતા લક્ષણો જેમ કે પચવામાં અસમર્થતા, ઉલટી, ઉબકા, પેટ ફૂલવું, ભૂખ ન લાગવી અથવા પેટમાં વધુ દુખાવો થવો.

આ બધી સમસ્યાઓથી બચવાનો એકમાત્ર ઉપાય એ છે કે ડૉક્ટરની સલાહ લઈને એન્ટિબાયોટિક્સ લેવી. જાતે કોઈપણ એન્ટિબાયોટિક ન લો.

READ ALSO:

Related posts

ફ્રાન્સમાં 25 ટકા લોકો બહેરાશનો શિકાર, હેડફોનનો ઉપયોગ કરો છો તો જરૂર વાંચો આ સ્ટડી

GSTV Web Desk

Breakfast For Good Digestion: પાચન ક્રિયામાં સુધારો કરીને પાચન શક્તિ વધારવા માટે નાસ્તામાં ખાઓ આ 5 વસ્તુઓ

GSTV Web Desk

નવું નજરાણું / રૈયાલીમાં માણી શકાશે જુરાસિક યુગનો રોમાંચ, અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી જીવંત થશે ડાયનોસોર

Zainul Ansari
GSTV