GSTV
Home » News » ધૂમ્રપાનથી ફેંફસાને થયેલા નુકસાનને આ પીણા દ્વારા દૂર કરો

ધૂમ્રપાનથી ફેંફસાને થયેલા નુકસાનને આ પીણા દ્વારા દૂર કરો

ધૂમ્રપાન કરનારા અને ભૂતકાળમાં ધૂમ્રપાનનો શોખ ધરાવનાર લોકો માટે ફેંફસા-સાફ કરતું સ્વાસ્થ્યવર્ધક પીણું.

સમગ્ર વિશ્વમાં ધૂમ્રપાનના સેવનની લત ખૂબ જ વિસ્તૃત રીતે ફેલાયેલી છે. માત્ર વયસ્કો જ નહીં પણ નાની ઉંમરના કિશોરો પણ ધૂમ્રપાનની કૂટેવ ધરાવે છે.

ધૂમ્રપાનની ટેવ હોવી તે માત્ર તમારી ઇચ્છાઓને જ કાબુમાં રાખે છે  તેવું નથી પણ તેમાં રહેલું નિકોટીન તમારા મગજ સુધી ઝડપથી પહોંચી જાય જે તમને ક્ષણીક આરામનો અનુભવ કરાવે છે અથવા તો તમને તાણ રહિત કરે છે. નિકોટીનથી તમારો મૂડ પણ સુધરે છે અને તમારો હાર્ટ રેટ પણ ઉંચો આવે છે.

તે તમને નિકોટિની ટેવ પાડે છે કારણ કે જ્યારે જ્યારે તમને તાણ અનુભવાય અથવા તો જ્યારે જ્યારે તમારે રીલેક્ષ થવું હોય ત્યારે ત્યારે તમને તેની જરૂર વર્તાય છે. દુર્ભાગ્યપૂર્ણ રીતે, ધૂમ્રપાનથી તમારા ફેંફસાને જે નુકસાન થાય છે તે ગંભીર હોય છે અને સુધારી શકાય તેવું નથી હોતું. તેમ છતાં તમે તમારા ફેંફસામાંથી ઝેરી તત્ત્વોને બહાર કાઢવા માટે કંઈક કરી શકો તેમ છે. તમારે માત્ર એટલું કરવાનું છે કે આ ફેંફસા સાફ કરતું પીણું નિયમિત પીવાનું છે.

પિણામાં શું છે

આ પીણું ખરેખ ખુબ જ સરળ છે. તેમાં માત્ર ત્રણ જ પદાર્થનો ઉપયોગ કરવાનો છે, હળદર, આદુ અને ડુંગળી. આ ત્રણે પદાર્થો ખુબ જ સરળતાથી ઉપલબ્ધ છે અને તે તમારા રસોડાના કબાટમાં પણ સરળતાથી મળી આવશે.  વ્યક્તિગત રીતે આ ત્રણે પદાર્થ પોતાના આગવા સ્વાસ્થ્યવર્ધક ગુણો માટે જાણીતા છે. પણ જ્યારે આ ત્રણેને સાથે ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે તેમાંથી એક ઉત્તમ પીણું બને છે જેનાથી ફેંફસાને સાફ કરી શકાય છે.

ભારતીય પુરાણોમાં હળદરનો ઉલ્લેખ ઔષધ તરીકે જ કરવામાં આવ્યો છે. જેનો ઉપયોગ દવા તેમજ સર્જરીમાં પણ કરવામાં આવતો હતો. હળદરના છોડના મૂળીયાને સુકવી તેમાંથી પાવડર બનાવીને તેનો ઉપયોગ રસોઈમાં તો કરવામાં આવે જ છે પણ સાથે સાથે તેના અસંખ્ય ઔષધીય ઉપયોગ પણ છે. આયુર્વેદમાં તેના 600થી પણ વધારે ઔષધી ઉપયોગનો ઉલ્લેખ કરવામા આવ્યો છે. તે ખનીજતત્ત્વ તેમજ વિટામિન્સથી ભરપુર એન્ટીકેન્સર, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણો ધરાવે છે.

બીજો પદાર્થ આદુ છે, જે ઘણીબધી ચાઈનીઝ તેમજ ભારતીય ઔષધીઓમાં વાપરવામાં આવે છે. તેમાં તીવ્ર એન્ટી ઇન્ફ્લેમેટરી તત્ત્વો સમાયેલા હોય છે અને તેનો ઉપયોગ ઘણીવાર પેટની સમસ્યાઓને દૂર કરવામાં પણ થાય છે. આ ઉપરાંત પણ તેનામાં અન્ય ઘણાબધા સ્વાસ્થ્યવર્ધક ગુણો સમાયેલા છે જેમ કે ફેફસામાંથી વધારાની ગંદકી બહાર કાઢે છે, જે ખાસ કરીને ધૂમ્રપાન દ્વારા ભેગી થઈ હોય છે.

છેલ્લો પદાર્થ છે ડુંગળી જે તમે તમારી રોજિંદી રસોઈમાં અવારનવાપ ઉપયોગમાં લેતા હશો. ડુંગળી એક ઉત્તમ એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી કેન્સર તત્ત્વો ધરાવતો પદાર્થ છે કારણ કે ડુંગળીમાં સમાવિષ્ટ દ્રવ્યો અમુક ચોક્કસ કેન્સર સેલ્સને વિકસવા નથી દેતા. તે ભલે તમને દુર્ઘંધીત શ્વાસ આપતી હોય પણ તેની સામે તમને તેના અસંખ્ય લાભ મળે છે.

બનાવવાની રીત

ઇનગ્રેડિયન્ટ્સ

2 ટેબલ સ્પૂન હળદર

400 ગ્રામ ડુંગળી

એક ઇંચ આદુનો ટુકડો

400 ગ્રામ મેપલ સિરપ

અને 1લી. પાણી

બનાવવાની રીત

મેપલ સિરપને પાણીમાં મીક્સ કરો અને તેને ઉકાળો. આદુ અને ડુંગળીના ટુકડા કરો અને અને તેને ઉકાળેલા પાણીમાં ઉમેરો, ફરી એકવાર ઉકાળો. ફ્લેમ ધીમી કરી તેમાં હળદર ઉમેરો. તેને સામાન્ય તાપમાન પર ઠંડુ કરો અને તેને ફ્રીઝમાં મુકી દો.

કેટલું પીવું

રોજ 2 ટેબલસ્પૂન લેવું એક વાર સવારે અને એકવાર સાંજે. તે માટેનો આદર્શ સમય છે જમ્યાના ઓછામાં ઓછા 2 કલાક પછી લેવાનો. પણ યાદ રાખો કે આ પીણું પીવાથી તમને ધૂમ્રપાન કરવાની છૂટ નથી મળી જતી.

તમારે ધૂમ્રપાન છોડવા પર ગંભીરતાથી વિચારવું જોઈએ. તે માટે તમે ડોક્ટરની સલાહ પણ લઈ શકો છો. હાલ ધૂમ્રપાન છોડાવવા માટે ગુગલ પ્લે સ્ટોર પર કેટલીક એપ્સ પણ ઉપલબ્ધ છે. ધૂમ્રપાન તમારા શરીરને ખૂબ જ નુકસાન પહોંચાડે છે જો તમે તેને છોડશો તો તમારે કેટલાએ ગંભીર રોગોનો સામનો નહીં કરવો પડશે. તમે સ્વસ્થ રહેશો તમારું કુટુંબ સ્વસ્થ રહેશે.

Related posts

જો તમે ફુડ લવર્સ છો તો ભારતના ત્રણ શહેરોની જરૂર કરો શેર, દિલ જીતી લેશે અહીંનો સ્વાદિષ્ટ ટેસ્ટ

Kaushik Bavishi

આ કંપનીની પ્રોડક્ટ બાળક માટે વાપરતા હોવ તો થઈ જાવ સાવધાન! વધી શકે છે આ ગંભીર બિમારી થવાનું જોખમ

Arohi

હાડકાઓ મજબુત કરવા હોય તો ખાઓ આ વસ્તુઓ, શરીરને મળશે ભરપુર કેલ્શિયમ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!