GSTV
Gujarat Government Advertisement

હેલ્થ / ગરમીમાં સ્ફુર્તિલા રહેવા માટે પીવો શેરડીનો રસ, સ્વાસ્થ્યમાં આવશે સુધારો, જટીલ રોગોમાંથી મળશે મુક્તિ

Last Updated on March 28, 2021 by Pritesh Mehta

ગરમીમાં તાજગી અને ઠંડક માટે લોકો ઘણી પ્રકારના કોલ્ડ ડ્રિક્સનું સેવન કરે છે. તેમાં થોડીવાર માટે તમને ગરમીમાંથી રાહત મળે છે. પરંતુ સ્વાસ્થ્યને તેનાથી કોઈ ફાયદો થતો નથી. તેવામાં જો કોઈ ડ્રિકના સ્થાને જો શેરડીના રસનું સેવન કરવામાં આવે તો તાજગી અને ગરમીથી રાહત મળશે. તમારા સ્વાસ્થ્યમાં પણ ફાયદો થશે.

કમળો દુર કરવામાં મદદરૂપ

કમળાની બિમારી દુર કરવા માટે શેરડીના રસનું સેવન ઘણુ ફાયદાકારક છે. તેના માટે તમે થોડા દિવસ સુધી સતત રોજ એક ગ્લાસ તાજો શેરડીનો રસ પીઓ.

એનર્જી આપે છે

શેરડીના રસનું સેવન કરવાથી શરીરને ભરપૂર પ્રમાણમાં એનર્જી મળે છે. જે ઘણી કલાકો સુધી યથાવત્ રહે છે. જેનાથી તમે તાજગી મહેસુસ કરી શકો છો.

વજન ઓછુ કરવામાં મદદરૂપ

વજન ઓછુ કરવા માટે શેરડીના રસનું સેવન કરવું ઘણુ ફાયદાકારક છે. તેમાં ફાઈબરની માત્રા ઘણી વધારે હોય છે. જે પેટને ઘણા સમય સુધી ભરેલું હોય તેવું મહેસુસ કરાવે છે. જેનાથી તમે કંઈ બીજી વસ્તુ ખાવા ઈચ્છતા નથી.

ડાયાબિટીક પણ કરી શકે છે સેવન

ડાયાબિટીઝના દર્દીઓને શેરડીના રસનું સેવન કરવાથી ફાયદો થઈ શકે છે. આ રસમાં આઈસોમાલ્ટોઝ નામનુ તત્વ હોય છે. જેમાં ગ્લોઈસેમિકનું પ્રમાણ ઓછું હોય છે. તે જ કારણે તે નુકશાન નથી કરતું.

ઈમ્યુનિટી વધારે છે

શેરડીના રસનું સેવન ઘણા પ્રકારના બેક્ટીરિયલ અને વાયરલ સંક્રમણથી બચાવવા માટે આપણી મદદ કરે છે. સાથે જ તેનું સેવન કરવાથી ઈમ્યુનિટી પણ વધારે છે.

શરદી અને ફ્લુ જેવી સમસ્યાઓને દુર થાય છે

શરદી અને ફ્લુ જેવી સમસ્યાઓ ઠીક કરવા માટે પણ શેરડીના રસનું સેવન ઘણુ ફાયદાકારક હોય છે. સાથે જ તે ટોન્સિલ્સની સમસ્યા ઓછી કરવામાં પણ મદદરૂપ થાય છે. તેનું સેવન બરફ વગર જ કરવાની જરૂરત છે.

નખને જાનદાર બનાવે છે

જો તમારા નખ વારંવાર તુટે છે તો તેને તમે શેરડીના રસનું સેવન કરીને દુર કરી શકો છો.

કરચલીઓ દુર કરે છે

ચહેરા ઉપર કરચલીઓને દુર કરવા માટે શેરડીના રસનું સેવન કરવું ફાયદાકારક છે. તેમાં મોટા પ્રમાણમાં એન્ટીઓક્સિડેન્ટ મળી આવે છે. જે ફ્રી રેડિકલ્સના પ્રભાવને ઓછો કરવામાં સહાયતા કરે છે.

Gujarat Government Advertisement

Related posts

ભારત બાયોટેકનું મોટું નિવેદન / ‘કેન્દ્રને વધુ સમય 150 રૂપિયામાં વેક્સિન નહીં આપી શકીએ’, શું છે કારણ?

Dhruv Brahmbhatt

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!