GSTV

5 ઓગસ્ટથી શરૂ થતા જિમ અને યોગ સેન્ટર માટે સરકારે ગાઈડલાઈન કરી જાહેર, આ નિયમોનું પાલન કરવું પડશે

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે 5 ઓગસ્ટથી અનલોક 3 હેઠળ ખોલવામાં આવતા જીમ અને યોગ કેન્દ્રો માટેની ગાઈડલાઈન જાહેર કરી છે. જિમ, યોગ સેન્ટરના સંચાલકો અને જિમ / યોગ પ્રેક્ટિશનરોએ આ તમામ માર્ગદર્શિકાનું સખતપણે પાલન કરવું જોઈએ. કોરોનાવાયરસના કારણે લોકડાઉનમાં લગભગ ચાર મહિનાના બંધ રખાયા પછી જીમ ફરી શરૂ કરવા અંગે સંચલાકો ઘણા ઉત્સાહિત છે અને ચેપ અટકાવવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી રહ્યા છે. 25 માર્ચથી દેશવ્યાપી લોકડાઉન લાગુ થયા પછીથી જીમ બંધ કરાયા હતા.

માર્ગદર્શિકા મુજબ કન્ટેન્ટ ઝોનમાં જીમ અને યોગ સેન્ટરો ખુલશે નહીં

આરોગ્ય મંત્રાલયે જારી કરેલા માર્ગદર્શિકા મુજબ કન્ટેન્ટ ઝોનમાં જીમ અને યોગ સેન્ટરો ખુલશે નહીં. 65 વર્ષથી ઉપરના લોકો, બિમાર લોકો, સગર્ભા સ્ત્રીઓ અને 10 વર્ષથી ઓછી વયના બાળકોને બંધ જગ્યામાં જિમ / યોગા કરવા માટે પ્રતિબંધિત છે. જીમ અને યોગ કેન્દ્રોમાં સામાજિક અંતરનું સંપૂર્ણ પાલન કરવું પડશે. આ હેઠળ, એકબીજાથી ઓછામાં ઓછા 6 ફૂટનું અંતર જાળવવું જરૂરી છે. જીમ અને યોગ કેન્દ્રોના પરિસરમાં ફેસ કવર અને માસ્ક પહેરવાનું ફરજિયાત છે. પરંતુ કસરત સમયે, ચહેરા અને આંખોને સુરક્ષિત રાખવા માટે વાઈઝરનો ઉપયોગ કરી શકે છે.

40-60 સેકંડ માટે સાબુથી હાથ ધોવા, થૂંકવા પર પ્રતિબંધ

કસરત દરમિયાન, હાથ સાફ કરવા માટે હેન્ડ સેનિટાઇઝર અથવા સાબુનો ઉપયોગ કરવામાં આવશે. આ માટે, તમારે 40-60 સેકંડ માટે સાબુથી હાથ ધોવા પડશે અથવા તમારે સેનિટાઇઝરથી 20 સેકંડ સુધી હાથ સાફ કરવા પડશે. તમામ જગ્યાએ થૂંકવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. આ સિવાય દરેકને આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. બધા સ્થળોએ એસીનું તાપમાન 24 અને 30ની વચ્ચે રાખવું આવશ્યક છે. આ સિવાય, સામાજિક અંતરને ધ્યાનમાં રાખીને લોકર્સનો ઉપયોગ કરી શકાય છે. સંપર્ક ટાળવા માટે, ચુકવણી માટે કાર્ડનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. કવર્ડ ડસ્ટબિન રાખવું મહત્વપૂર્ણ છે.

આવી જગ્યાઓ પર પ્રતિબંધ રહેશે

મંત્રાલય દ્વારા સૂચના આપવામાં આવી છે કે જે સ્થળોએ સ્પા, સ્ટીમ બાથ અને સ્વિમિંગ પુલની સુવિધા છે તે બંધ રહેશે. જીમ અને યોગ સેન્ટરના પરિસરમાં ઉપયોગમાં લેવાતા સાધનોને સમય સમય પર તેમજ દરવાજા, બારી અને અન્ય વસ્તુઓનું જંતુમુક્ત કરવું જરૂરી છે. એક્સાઈઝ દરમિયાન સામાન્ય મેટનો ઉપયોગ કરવાને બદલે, લોકોએ તેમની પોતાની મેટ રાખવી પડશે. લાફ્ટર યોગ કસરતોને તંત્રએ મંજૂરી આપી નથી.

READ ALSO

Related posts

જુગારની લતે ચડેલા વૃદ્ધ ચોરીના રવાડે ચડ્યા, સ્પેરપાર્ટ અલગ કરીને માર્કેટમાં વેચી દેતો શખ્સ ઝડપાયો

Pravin Makwana

જેક્લીન ફર્નાન્ડિઝની સફળતાએ ઉડાવી દીધી છે અનેક બોલિવૂડ અભિનેત્રીઓની ઊંઘ

pratik shah

કમિટીના નામે ખેડૂતોની આંખમાં ધૂળ નાખી રહી છે મોદી સરકાર, સુરજેવાલાએ ઝાટકણી કાઢી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!