GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

Corona: હોમ આઈસોલેશન માટે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી નવી માર્ગદર્શિકા, જાણો શું કહે છે નિયમો

કોરોના

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યુ છે કે, કોરોનાવાયરસના દર્દીને હોમ આઈસોલેશન માટે ડૉક્ટરોની મંજૂરી લેવી જરૂરી છે. Covid-19 ના હળવા લક્ષણ અને લક્ષણ વગરના દર્દી જેમને કોઈ બીજી બીમારી નથી તેઓ હોમ આઈસોલેશનમાં રહીને પોતાની સારવાર કરાવી શકે છે, પરંતુ તે માટે પહેલાથી જ ડૉક્ટરોની મંજૂરી લેવી જરૂરી છે, પરંતુ જો હોમ આઈસોલેશનમાં દર્દીને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દર્દ અથવા બોલવામાં પરેશાની હોય છે તેમને હોસ્પીટલમાં આવવુ પડશે. હોમ આઈલોલેશનમાં દર્દી લક્ષણમાં શરૂઆતના 10 દિવસ બાદ ડિસ્ચાર્જ થશે, પરંતુ તે જોવુ ખૂબ જ જરૂરી છે કે, દર્દીને 3 દિવસ તાવ ન હોય.

ક્યાં લોકોને હોમ આઈસોલેશનની છૂટ નહી મળે

  • HIV, કેન્સર પેસેંટ, પ્રત્યારોપણ પ્રાપ્તકર્તાને હોમ આઈસોલેશનની મંજૂરી નહી મળે.
  • મેડિકલ ઓફિસરના ઉચિત મૂલ્યાંકન બાદ જ આ દર્દીઓને હોમ આઈસોલેશનની મંજૂરી મળશે.
  • 60 વર્ષથી ઉપરના દર્દીઓને હોમ આઈસોલેશનની મંજૂરી મેડિકલ ઓફિસરની યોગ્ય તપાસના આધાર પર નક્કી થશે.
  • તે સિવાય ડાયાબિટીસ, હાઈપરટેંશન, કેન્સર, કિડની, ફેફસાઓ સંબંધિત ગંભીર બીમારીવાળા દર્દીને પણ હોમ આઈસોલેશનની છૂટ મેડિકલ ઓફિસરની શ્રેષ્ઠ તપાસના આધાર પર મળશે.

હોમ આઈસોલેશન માટે જરૂરી ગાઈડલાઈન

  • હોમ આઈસોલેશનમાં રહેતા દર્દીને પરિવારના સભ્યોથી બિલકુલ અલગ-થલગ રહેવુ પડશે.
  • હોમ આઈસોલેશનમાં રહેતા દર્દીની સાર-સભાળ માટે 24 કલાક એક કેયર ગિવર હશે. જે હોસ્પીટલ અને દર્દીની વચ્ચે સેતુનુ કામ કરશે.
  • કેયર ગિવરને ડૉક્ટરની સલાહ હેઠળ જ હાઈડ્રોક્સીક્લોરોક્વીન લેવી પડશે.
  • હોમ આઈસોલેશનમાં રહેતા દર્દીના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ હોવી જોઈએ જે પૂર્ણ રીતે સક્રિય હોય.

READ ALSO

Related posts

રસ્તે રખડતી ગાયો મામલે હાઈકોર્ટની ટકોરને ઘોળીને પી ગઈ અમદાવાદ મનપા, પરિસ્થિતિ જેમની તેમ

Nilesh Jethva

આ છે દેશના 5 બજેટ સ્માર્ટફોન, કિંમત છે 10 હજારથી પણ ઓછી

Pravin Makwana

ડોકલામમાં હાર બાદ ચીને LAC પર ગોઠવ્યા છે ફાયટર જેટ, સમગ્ર કાશ્મીર આ વિમાનોની રેન્જમાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!