GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

લો બોલો ! બિહારમાં ચમકી તાવના કહેર વચ્ચે સ્વાસ્થ્ય મંત્રીને મેચનો સ્કોર જાણવામાં રસ

બિહારમાં આ દિવસોમાં ચમકી તાવનો કહેર જોવા મળ્યો છે. આ તાવને લીધે 100 થી વધુ મૃત્યુ થયા છે. 16 મી જૂને, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધનને ચમકી તાવ પર એક પત્રકાર પરિષદ યોજાઈ હતી. જો કે, આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બિહારના આરોગ્ય પ્રધાન મંગલ પાંડે ભારત-પાકિસ્તાની ક્રિકેટ મેચના સ્કોર વિશે પૂછતા જણાતા દેખાયા હતા.

સોશિયલ મીડિયા પર મંગલ પાંડેનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો ચમકી તાવ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનની 16 જુનની પ્રેસ કોન્ફરન્સનો છે. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મંગલ પાંડે પત્રકારોને મેચનો સ્કોર પુછતા જોવા મળી રહ્યાં છે. મંગલ પાંડે પત્રકારોને મેચનો સ્કોર પુછી રહ્યાં છે તો જવાબમાં  4 વિકેટ પડી હોવાની વાત પણ સાંભળવા મળી છે.

જ્યારે રવિવારે મુઝફ્ફરપુરમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અશ્વિની ચૌબેનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેઓ ઊંઘતા જોવા મળ્યાં હતા. જે બાદ ફરી બિહારના આ અન્ય એક મંત્રી વિવાદમાં ઘેરાતા જોવા મળી રહ્યાં છે.

READ ALSO

Related posts

હવે આ રાજ્યમાં દારૂના વધી જશે ભાવ : સરકારે કોરોના સેસ લગાવ્યો

Nilesh Jethva

ચેન્નઈ 15 હજારને પાર: દેશમાં બીજા નંબરનું બન્યુ સંક્રમિત શહેર, તામિલનાડુમાં 6 દિવસમાં નવા 6 હજાર કેસ

Harshad Patel

લદ્દાખમાં ચીનની બેધારી નીતિની પોલ ખુલી, સરહદ નજીક ચીનના ફાઇટર વિમાનો જોવા મળ્યાં

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!