GSTV

ઇન્ટર્ન ડોક્ટર્સની હડતાળને લઈને આરોગ્ય પ્રધાને આપ્યું મોટું નિવેદન, ‘…નહિ બની શકો ડોક્ટર’

Last Updated on December 14, 2020 by pratik shah

આજે રાજ્યભરમાં એમબીબીએસમાં અભ્યાસ કરતા ઇન્ટર્ન ડોક્ટર્સ હડતાળ પર છે. ઇન્ટર્નશિપ દરમ્યાન આપવામાં આવતા સ્ટાઈપેન્ડ અને પડતી અનેક મુશ્કેલીઓને લઈને ઇન્ટર્ન ડોક્ટર્સ હડતાળ કરી રહ્યા છે ત્યારે આરોગ્યમંત્રીએ મોટું નિવેદન કરતા તેમની હડતાળને અયોગ્ય ગણાવી છે.

હડતાળ

હડતાળ સમેટી લેવા નીતિન પટેલની અપીલ

રાજ્યભરમાં એમબીબીએસના ઈન્ટર્ન તબીબની હડતાળ મુદ્દે નાયબ મુખ્ય પ્રધાન અને આરોગ્ય મંત્રી નીતિન પટલે મહત્વનું નિવેદન આપ્યુ.  નીતિન પટેલે ઈન્ટર્ન વિદ્યાર્થીઓની હડતાળને ગેરવ્યાજબી ગણાવી. તેમણે કહ્યું કે ઈન્ટરશીપ કર્યા વગર કોઈ વિદ્યાર્થી ડોક્ટર થઈ શકતો નથી. નીતિને પટેલે વિદ્યાર્થીઓને હડતાળ સમેટી લેવા અપીલ કરી.

એ લોકો સરકારને ખોટી રીતે દબાવે છે: નીતિન પટેલ

નીતિન પટેલે જણાવ્યું કે સરકાર 12 હજાર રૂપિયા સ્ટાઇપેન્ડ આપે છે. છતાં કપરા સમયે દર્દીઓની સારવાર કરવાના બદલે ડોક્ટરો હડતાળ પાડી સરકારને ખોટી રીતે દબાવે તે યોગ્ય નથી. નીતિન પટેલે જણાવ્યું કે જેઓ ડોક્ટર થઇ ગયા છે તેમણે એમસીઆઇના નિયમ મુજબ ઇન્ટર્નશીપ કરવી ફરજીયાત છે. જો તેઓ ઇન્ટર્નશીપ નહીં કરે તો તેમનું ડોક્ટર તરીકેનું રજિસ્ટ્રેશન નહીં થાય.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

અમદાવાદમાં કોરોના વિસ્ફોટ/ બોપલ-વેજલપુર સહિત આ વિસ્તારોમાં ગયાં તો કોરોના સાથે લઇને આવશો, એક સાથે આ 18 સ્થળોને માઇક્રોકન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા

Bansari

ભાજપે કરી પ્રદેશ કોર ગ્રુપ અને પાર્લામેન્ટ્રી બોર્ડની સત્તાવાર જાહેરાત, રૂપાણી સરકારના આ ચાર મંત્રીઓનો સમાવેશ રાજકીય દ્રષ્ટિએ સૂચક

Bansari

ભૂલકાઓને સાચવજો/ કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોના સંક્રમિત થવાનું જોખમ વધ્યું, અમદાવાદમાં આટલા બાળકો હોસ્પિટલમાં દાખલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!