GSTV
India News Trending

સરોગેટ માતા માટે મહિલાનો સ્વાસ્થ્ય વીમો હોવો જરૂરી, કેન્દ્રએ જાહેર કર્યા નવા નિયમો

સરોગસી દ્વારા બાળક મેળવવા ઈચ્છતા યુગલોએ સરોગેટ મધર માટે સ્વાસ્થ્ય વીમો મેળવવો જરૂરી રહેશે. કેન્દ્ર સરકારે સરોગસીના મામલાઓ માટે નવા નિયમો જાહેર કર્યા છે, જે મુજબ જો કોઈ દંપતિ સરોગસી દ્વારા બાળક મેળવવા ઈચ્છે છે તો તેમણે સરોગસી કરવા ઈચ્છુક મહિલા માટે ત્રણ વર્ષનો સ્વાસ્થ્ય વીમો લેવો પડશે. જેથી આ વીમાની રકમનો ઉપયોગ તેમની પ્રિ-નેટલ અને પોસ્ટ ડિલિવરી સ્વાસ્થ્ય જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરી શકાય.

કેન્દ્ર સરકારના નોટિફિકેશન મુજબ, આ વીમો ભારતમાં વીમા કંપનીઓના નિયમનકાર દ્વારા અધિકૃત કંપની અથવા એજન્ટ દ્વારા જ કરી શકાય છે. સરોગસી માટે તૈયાર મહિલાઓની સ્વાસ્થ્ય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નોટિફિકેશનમાં આનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

માતા
meredithcorp.io

મહિલાના પરિવારને વીમાની રકમ મળશે

સામાન્ય રીતે, એવી ફરિયાદો આવતી હતી કે સરોગસી માટે તૈયાર મહિલાઓને ડિલિવરી પહેલા અથવા પછી અવઢવમાં છોડી દેવામાં આવે છે, જેના કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ વીમામાં, માતા બનવાની પ્રક્રિયા દરમિયાન મૃત્યુ પામે તો સરોગસી માટે તૈયાર મહિલાના પરિવારને વીમાની રકમ મેળવવાની જોગવાઈ પણ હશે.

સરકારે મહિલાઓ માટે આ નિયમો ઉમેર્યા છે

સરકારે નોટિફિકેશનમાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ મહિલા ત્રણ વખતથી વધુ સરોગસી પ્રક્રિયામાંથી પસાર થઈ શકશે નહીં. આરોગ્ય નિષ્ણાતોનું માનવું હતું કે નિયમોની ગેરહાજરીને કારણે ગરીબ મહિલાઓનું પણ ગુપ્ત રીતે શોષણ કરવામાં આવતું હતું, જેની તેમની શારીરિક સ્થિતિ પર ખૂબ જ વિપરીત અસર પડી હતી, પરંતુ હવે કોઈ પણ મહિલા ત્રણ વખતથી વધુ સરોગસી કરાવી શકશે નહીં.

ગર્ભપાતનો મહિલા પાસે રહેશે વિકલ્પ

જો ડોકટર ગર્ભાવસ્થા દરમિયાન સરોગેટ માતાને ગર્ભપાતની ભલામણ કરે છે, તો સ્ત્રીને નિર્ધારિત કાયદા અનુસાર તેમ કરવાનો અધિકાર રહેશે. કેન્દ્ર સરકારે સરોગસી કરતી ખાનગી હોસ્પિટલો અને ક્લિનિક્સ માટે પણ નિયમો નક્કી કર્યા છે. આવી તમામ સંસ્થાઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને આ માટે 2 લાખ રૂપિયાની ફી ચૂકવવી પડશે, જે રિફંડપાત્ર નથી. જો કે, સરકારી સંસ્થાઓએ આ ફી ચૂકવવાની જરૂર રહેશે નહીં.

માતા

સંસ્થાઓએ સ્ટાફની નિમણૂક કરવાની રહેશે

ખાનગી સંસ્થાઓએ પણ પોતાની રીતે સરોગસી પ્રક્રિયા હાથ ધરવા માટે પરવાનગી લેતા પહેલા પૂરતા સ્ટાફની નિમણૂક કરવી પડશે. આવી ખાનગી સંસ્થાઓમાં ઓછામાં ઓછા એક Gynaecologist, એક Anesthetist, એક Embryologist અને એક Counsellor ની નિમણૂક કરવી આવશ્યક છે. આ સિવાય અન્ય સ્ટાફ હોવો જરૂરી રહેશે.

સરકારે પોતાના નિયમોમાં આ ડોક્ટરો માટે અનુભવની મર્યાદા પણ નક્કી કરી છે. કેન્દ્ર સરકારે ગયા વર્ષે સરોગસી મામલાઓને લગતો કાયદો બનાવ્યો હતો, જેના માટે હવે નિયમો જારી કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારનું માનવું છે કે આ કાયદામાં સરોગસી દ્વારા માતા બનતી મહિલાઓના અધિકારો અને સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

READ ALSO:

Related posts

Breaking / ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલ

Zainul Ansari

મોટા સમાચાર / સુપ્રીમમાંથી ફટકો પછી સોશિયલ મીડિયા પર ઉદ્ધવ ઠાકરેનું સંબોધન, આપી શકે છે રાજીનામું

Zainul Ansari

BIG BREAKING / ઉદ્ધવ સરકારની આવતીકાલે અગ્નિપરીક્ષા, સુપ્રીમ કોર્ટનો ‘સુપ્રીમ’ ચુકાદો

Hardik Hingu
GSTV