GSTV
Health & Fitness Life Trending

જો તમારે મગજ અને હૃદય તંદુરસ્ત જોઈએ છે, તો પછી આ 5 વસ્તુઓને ઝડપથી અવગણો, સ્વાસ્થ્ય સમૃદ્ધ બનશે

આ ભાગ દોડ ભર્યા જીવનમાં, દરેક વ્યક્તિ સ્વસ્થ રહેવા માંગે છે. પરંતુ આ જીવનશૈલીમાં બધું ત્વરિત અને ફટાફટ ઈચ્છે છે. હવે ઉતાવળે તો કશું થતું નથી, પછી ભલે તે સ્વાસ્થ્યની સમસ્યા હોય કે બીજું કંઇક. આ માટે મનમાં શક્તિ અને ધૈર્યની જરૂર છે. સ્વાસ્થ્યથી મોટું કંઈ નથી, તેથી શા માટે આપણે પહેલા તેની સંભાળ રાખતા નથી. તમે ફક્ત કેટલીક ટીપ્સનું પાલન કરીને પોતાને સ્વસ્થ રાખી શકો છો.

ચા અને કોફી

કોફી પીવી સારી છે, પરંતુ તેનું પ્રમાણ પણ નિશ્ચિત હોવું જોઈએ. દિવસમાં એક કે બે વાર કોફી પી શકે છે. પરંતુ હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ ચા અને કોફી ઓછી પીવી જોઇએ. કોફીમાં કેફીન વધુ માત્રામાં હોય છે, જે બ્લડ પ્રેશરના દર્દીઓની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે.

મસાલેદાર ખોરાક ઓછો કરો

ભારતમાં મોટાભાગના લોકો મસાલેદાર ખોરાક પસંદ કરે છે. વધુ મસાલેદાર ખોરાક આરોગ્ય માટે બિલકુલ સારો નથી. ખાસ કરીને હૃદય, બ્લડપ્રેશરના દર્દીઓએ વધારે તળેલો ખોરાક ન ખાવો જોઈએ. તેજ મસાલા બ્લડ પ્રેશરના દર્દીઓ માટે સમસ્યા બની જાય છે. તેમનું બ્લડ પ્રેશર વધે છે. માત્ર દર્દીઓ માટે જ નહીં, પણ દરેક વ્યક્તિએ ઓછા મસાલા ખાવા જોઈએ.

તૈયાર ખોરાક

ભલે તૈયાર સૂપ અથવા ખોરાક તમારા માટે અનુકૂળ હોય, પરંતુ તૈયાર ખોરાક અથવા ફ્રોઝન ખોરાક તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે. તૈયાર સૂપમાં સોડિયમનું પ્રમાણ વધારે છે. તૈયાર અને પેકેજ્ડ સ્ટોકમાં સોડિયમની વધારે માત્રા તમારા બ્લડ પ્રેશરને વધારી શકે છે.

મીઠાનો ઉપયોગ ઓછો કરી નાખો

શાકભાજીમાં મીઠાની માત્રા વધારે કે ઓછી હોવાથી તેનો સ્વાદ બદલાઈ જાય છે, એ જ રીતે આપણા શરીરમાં કંઈપણ વધારે પ્રમાણ માં હોય તો સમસ્યાઓ પેદા કરી શકે છે. મીઠું હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓમાં બ્લડ પ્રેશર અને હૃદય રોગનું કારણ બની શકે છે. મીઠું લોહીમાં પ્રવાહી સંતુલનને અસર કરે છે, જેનાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થાય છે. આ કારણ છે કે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને ખોરાકમાં મીઠું ઓછું ખાવાની સલાહ આપવામાં આવે છે.

અથાણું ઓછું ખાવ

ભારતીયોને મસાલેદાર ખોરાક ગમે છે. અથાણાંમાં ઘણાં મસાલા હોય છે અને લાંબા સમય સુધી અથાણાંની જાળવણી માટે મીઠાનો ઉપયોગ થાય છે. મીઠું ખોરાકને ઝડપથી સડતા રોકે છે અને લાંબા સમય સુધી તેને ખાવા લાયક રાખે છે. પરંતુ મીઠાથી સચવાયેલા પદાર્થોના વપરાશથી હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે.

સૌ પ્રથમ તમારે વિચારવું પડશે કે તમારે શું કરવાનું છે. તમારી ખાવાની ટેવમાં ફેરફાર સાથે કેટલીક ટેવોમાં સુધારો કરવો પડશે. તમે મનમાં નિર્ણય કરશો કે તમારે કંઇક કરવું છે તો તે ચોક્કસપણે થશે.

ALSO READ

Related posts

મોટી દુર્ઘટના ટળી / હરિયાણામાં રાવણનું સળગતું પૂતળું ભીડ પર પડ્યું, 7 લોકો દાઝ્યા

Hardik Hingu

KBC-14 / શાશ્વત ગોયલ બન્યો સીઝનનો બીજો કરોડપતિ, હવે જીતશે આટલા કરોડ રૂપિયા

Hemal Vegda

jio યુઝર્સ માટે કામના સમાચાર, આ યુઝર્સને મળશે મફ્ત 5G સેવા!

Hardik Hingu
GSTV