GSTV
Health & Fitness Life Trending

આ સંકેતોને કરશો નહી ઈગ્નોર, હોઈ શકે છે કાનનું કેન્સર

કેન્સર શરીરનાં કોઈ પણ ભાગમાં થઈ શકે છે. પરંતુ કાનમાં થવાવાળા કેન્સરનાં લક્ષણો ઘણા સામાન્ય છે. જેને લોકો હંમેશા ઈગ્નોર જ કરી દે છે. કેન્સર એક એવી બિમારી છે. જેનાં શરૂઆતનાં લક્ષણો દેખાતા પણ નથી અને ધીરે ધીરે તે ભયંકર સ્વરૂપ લઈ લે છે. આજની ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાનપાનને કારણે અચાનક લોકો મોટી બિમારીનો શિકાર બની જાય છે. ઘણીવાર આ બિમારી જાનલેવા બની જાય છે. કાનનું કેન્સર એક ટ્યુમરના રૂપમાં કાનની અંદર ને બહાર બંને જગ્યાઓ પર થઈ શકે છે. આ કેન્સરમાં કોશિકાઓને ચિકિત્સીય ભાષામાં સ્કાવમસ સેલ કાર્સીનોમાના નામથી પણ ઓળખાય છે. તે ધીમે ધીમે આખા શરીરમાં ફેલાઈ જાય છે.

કાનનાં કેન્સરનાં લક્ષણો

જેમ લોકોની લાઈફસ્ટાઈલમાં બદલાવ આવે છે. તેમજ બિમારીઓની પકડમાં આવી જાય છે. જેમાંથી કેન્સર એક એવી બિમારી છે જે લોકોમાં સતત વધી રહી છે. કેન્સર ઘણા પ્રકારનાં હોય છે. ત્યારે આજે આપણે કાનનાં કેન્સરના લક્ષણો વિશે વાત કરીશું.

કાનમાંથી પાણી નીકળવું

કાનમાંથી પાણી જેવું લિક્વીડ અથવા લોહી નીકળે તો તેને બિલકુલ ઈગ્નોર કરવું જોઈએ નહી

ડેમેજ ઈયરડ્રમ

જો તમને લાગે તે તમારા ઈયરડ્રમ ડેમેજ થઈ ગયા છે તે તેની તરત જ તપાસ કરાવો.

કાનમાં ઈન્ફેક્શન

જો કાનમાં દુખાવો અથવા ઈન્ફેક્શન થાય તો તેને ઈગ્નોર ન કરો, તેને કોઈ સામાન્ય પ્રોબ્લેમ ન સમજવો. કારણકે તે ગંભીર સમસ્યા બની શકે છે.

કાનમાં ખુજલી

સામાન્ય રીતે તો કાનમાં મેલ જમા થાય તો ખુજલી થવા લાગે છે. પરંતુ કાનમાં લાંબા સમય સુધી ખુજલી રહે તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ

કાનમાં દુખાવો

જો મોઢું ખોલતા સમયે કાનમાં તેજ દુખાવો થવા લાગે તો કાનના કેન્સરનો ખતરો હોઈ શકે છે. એટલા માટે આ સંકેતને ટાળશો નહી.

માથાનો દુખાવો અથવા ઉલ્ટી

તેના સિવાય કાનમાં દુખાવા સાથે માથાનો દુખાવો અને ઉલ્ટી થાય તો સતર્ક થઈ જવું તે ગંભીર સમસ્યા હોઈ શકે છે.

READ ALSO

Related posts

ભારત વિશ્વની સેટેલાઈટ ઈન્ડસ્ટ્રીમાં છવાઈ જશે, જાણો ભારતે એવી શું કરી કમાલ?

Akib Chhipa

CAAને લઈને મમતા બેનર્જીને શુભેન્દુ અધિકારીએ આપ્યો ખુલ્લો પડકાર, જાણો આખો મામલો

GSTV Web Desk

Phobia / જાણો માણસોમાં રહેલા 6 અજીબોગરીબ ફોબિયા વિશે, જે સામાન્ય લોકોના ડરથી છે બિલકુલ અલગ

GSTV Web Desk
GSTV