GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

રાજકોટમાં કેરીના ગોડાઉન પર આરોગ્ય વિભાગના દરોડા, 200 કિલો અખાદ્ય કેરીનો જથ્થો જપ્ત

રાજકોટમાં કેરીના ગોડાઉનમાં ફરી એક વખત આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે.મોચી બજાર ખાતે ધુમાડાની મદદથી કેરીને પકવીને વેચવામાં આવતી હતી.કેરીને કાર્બાઈડના ધુમાડાથી પકવવાના કારણે આ કેરી ઝેર સમાન બની જતી હતી. શહેરના મોચી બજારમાં આવેલા મમરાવાલા કોપ્લેક્ષમાં દરોડો પાડી ૨૦૦ કિલોથી વધુ અખાદ્ય કેરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો , ઝેરી અને અખાદ્ય કેરી સાથે કાર્બાઈડ અને ચાઇનીઝ રાઈપનર નો જથ્થો જપ્ત કર્યો છે ,

રાજકોટમાં વેપારીઓ કેરીને પકવવા માટે નવી રીત શોધી છે.તેઓ ગોડાઉનમાં થર્મોકોલથી રૂમ પેક કરી નાખે છે અને કાર્બાઈડને પાણીમાં ઓગળીને તેનો ધુમાડો કેરીને આપે છે , જેથી ઝેરી ગેસ ઉત્પન્ન થાય છે , આ ઝેરી ગેસમાં રહેલી કેરી માત્ર ૧૨ કલાકમાં જ પાકી જાય છે, જોકે ઝેરી ગેસમાં પાકેલી કેરી ખુબજ ખતરનાક અને આરોગ્ય માટે હાનીકારક હોઈ છે.

નજીવા વધુ નફા માટે રાજકોટમાં વેપારીઓએ કેસર કેરીને કૃત્રિમ રીતે પકવવા માટે નીતનવીન તરકીબો શોધી છે, આ તરકીબો માનવ શરીર માટે જોખમી બની રહે છ , કાર્બાઈડ અને ચાઇનીઝ રીપનર દ્વારા પકવવામાં આવતી કેસર કેરી કેન્સર નોતરે છે, એટલુજ નહિપેટના અને આંતરડા અને લીવરના ગંભીર રોગ ને ઉત્પન્ન કરે છે.

રાજકોટ મહાપાલિકાનું આરોગ્ય વિભાગ પણ કેરીને ઝેરી બનાવનારા વેપારીઓ સામે સક્રિય બન્યું છે , આજે ત્રણ ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો, શહેરના મોચી બજારમાં આવેલા મમરાવાલા કોપ્લેક્ષમાં દરોડો પાડી ૨૦૦ કિલોથી વધુ અખાદ્ય કેરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો , ઝેરી અને અખાદ્ય કેરી સાથે કાર્બાઈડ અને ચાઇનીઝ રાઈપનર નો જથ્થો જપ્ત કર્યો છે, જેનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો, વેપારીઓ પાસેથી આરોગ્ય વિભાગે સોગંધનામા પણ લીધા છે જેમાં કાર્બાઈડ નો ઉપયોગ ફરી ન કરવા બાહેધરી લેવામાં આવી છે

Related posts

પીએમ કિસાન સન્માન નીધિ યોજના : અલગ અલગ ગામમાં જમીન હશે તો નહીં મળે લાભ, આ છે નિયમો

Dilip Patel

બિહારમાં નીતિશને પછાડવા ભાજપ 2,000 કરોડ ખર્ચશે, આઈટી સેલના હેડને ચૂકવાશે 100 કરોડ

pratik shah

હવે બસ, ચીનને ભારતનું આ મંત્રાલય પણ આપશે ઝાટકો : કડક નિયમો સાથે કસ્ટમડ્યૂટી વધારશે

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!