GSTV

સારવાર લઈ રહેલા યુવકને મૃત જાહેર કરી દીધો, આવી છે સરકારની લાલિયાવાડી

Last Updated on May 8, 2020 by Karan

રાજ્યમાં જોવા મળતા કરોનાના સંકટ વચ્ચે ગાંધીનગર જિલ્લાના આરોગ્ય વિભાગની લાલિયાવાડી સામે આવી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ અડાલજનો 40 વર્ષનો યુવાન કોરોનાગ્રસ્ત થયો હતો, જેને સારવાર માટે અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યો હતો. જો કે ગાંધીનગર આરોગ્ય વિભાગે દર્દીને મૃત જાહેર કરી દીધો છે. ત્યારે આ અંગે આરોગ્ય વિભાગના ઉચ્ચાધિકારીઓને જાણ થતા તેઓ એકબીજા પર દોષનો ટોપલો ઢોળવામાં વ્યસ્ત જોવા મળ્યાં. આ વિવાદથી એક વાત ચોક્કસ છે કે વહિવટની તંત્રની અધિકારીઓ પર કોઈ પકડ નથી.

ગાંધીનગરનું સેકટર 29 કોરોના મુક્ત બન્યુ

એક સમયે કોરોનાના હોટસ્પોટ તરીકે જાહેર થયેલુ ગાંધીનગરનું સેકટર 29 કોરોના મુક્ત બન્યુ છે..અને હવે ગાંધીનગર શહેરમાં કોરોનાના માત્ર 25 એક્ટિવ કેસ છે..ગાંધીનગર મહાપાલિકામાં છ મે સુધી 38 પોઝિટિવ કેસ હતા..જેમાંથી 12 દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.જ્યારે એક દર્દીનું મોત થયુ છે..જેથી હવે ગાંધીનગર શહેરમાં કુલ 25 એક્ટિવ કેસ છે..

READ ALSO

Related posts

નિયમોમાં ફેરફાર/ 1 તારીખથી સેલરી અને બેંકોમાં જમા પૈસાના નિયમોમાં થશે ફેરફાર, ખિસ્સા પર પડશે સીધી અસર

Damini Patel

અગત્યનું/ નવી કાર માટે ઝીરો ડેપ્થ ઇન્શ્યોરન્સ લેવો કેમ છે જરૂરી, જાણી લો ફાયદા

Bansari

Cyber Fraud/ ક્રેડિટ કાર્ડ વાળા સાવધાન! પહેલા રીવોર્ડ પોઈન્ટ્સ ઓફર કરશે પછી ચલાવશે લૂંટ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!